GSTV
World

Cases
3126550
Active
2564838
Recoverd
369135
Death
INDIA

Cases
869995
Active
86984
Recoverd
5164
Death

હાઉડી મોદી: PAK પર બોલ્યા પીએમ મોદી, કહ્યું- આતંક મુદ્દે નિર્ણાયક સમય, ટ્રમ્પનો સંપૂર્ણ સાથ

ડોનાલ્ડ ટ્રમ્પના સંબોધન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એક વખત તેમના આગવા અંદાજમાં ફરી કાર્યક્રમને સંબોધન કર્યું. પીએમ મોદીએ ઉપસ્થિત લોકો સમક્ષ તેમની સરકારના શાસનકાળની ઉપલબ્ધિઓ ગણાવી. તેમણે કહ્યું કે આજે નવા ઇતિહાસ સાથે નવી કેમિસ્ટ્રી પણ જોવા મળી રહી છે.

પીએમ મોદીએ હાઉડી મોદીનો જવાબ ભારતની વિવિધ ભાષામાં આપતા કહ્યું કે ભારતમાં બધું બરાબર છે. પીએમે કહ્યું કે આજે ભારતનો સૌથી મોટો નારો સંકલ્પથી સિદ્ધિ છે અને સંકલ્પ ન્યૂ ઇન્ડિયા છે. વડાપ્રધાન મોદીએ શૌચાલય, રોડ-રસ્તા, ગેસ કનેક્શન, અને જીએસટી મુદ્દે સરકારે મેળવેલી સિદ્ધિઓના આંકડા રજૂ કર્યા. તેમણે કહ્યું કે આજે સમગ્ર વિશ્વમાં સૌથી ઓછી કિંમતે ડેટા પૂરા પાડનારો દેશ ભારત છે. તેમણે કહ્યું કે આજે લોકોની મૂળભૂત જરૂરિયાતોની ચિંતા ખત્મ થઇ રહી છે આથી તેઓ મોટા સપનાઓ જોઇ રહ્યા છે.

પીએમ મોદીએ કાર્યક્રમમાં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવાનો મુદ્દો પણ ઉઠાવ્યો. પીએમ મોદીએ જણાવ્યું કે કલમ 370એ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના લોકોને વિકાસ અને સમાન અધિકારોથી વંચિત રાખ્યા હતા. આ સ્થિતિનો લાભ આતંકવાદ અને અલગતાવાદીઓ ઉઠાવી રહ્યા હતા. ભારતના બંધારણે જે અધિકાર અન્ય ભારતીયોને આપ્યા છે તે જ અધિકાર હવે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના લોકોને મળ્યો છે.

READ ALSO

Related posts

સીમા પર ચીન સાથે તણાવની વચ્ચે રક્ષા મંત્રાલયે આપ્યો 156 BMP ગાડીઓનો ઓર્ડર

Mansi Patel

Corona વાયરસે આ દેશમાં તોડ્યા બધા જ રેકોર્ડ, એક દિવસમાં નોંધાયા 33,274 નવા મામલા

Mansi Patel

કોરોના મહામારીનો ફાયદો ઉઠાવી રહ્યુ છે ચીન, સમુદ્રમાં કરી રહ્યુ છે આ તૈયારી

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!