GSTV
Gujarat Government Advertisement

જાણો મોદીએ આજે કેટલા મીનિટ દેશને કર્યું સંબોધન, આ વર્ષે તો ભાષણમાં નહેરૂનો પણ તોડ્યો હતો રેકોર્ડ

Last Updated on August 15, 2020 by Mansi Patel

દેશ આજે આઝાદીનો જશ્ન મનાવી રહ્યો છે. ભારતને આજે અંગ્રેજોથી આઝાદી મળ્યાના 74 વર્ષ પૂરા થયા. આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાથી દેશને સંબોધિત કર્યો. તેમણે દેશવાસીઓને નેશનલ ડિજિટલ હેલ્થ મિશનની ભેટ આપી છે. આ મિશનનું એલાન કરતા વડાપ્રધાન મોદીએ કહ્યુ, નેશનલ ડિજિટલ હેલ્થ મિશનના દેશના સ્વાસ્થ્ય ક્ષેત્રમાં નવી ક્રાંતિ લઈને આવશે. પીએમ મોદીએ લદ્દાખમાં ચીની સૈનિકોને જડબાતોડ જવાબ આપનારા વીર જવાનોને પણ યાદ કરતા કહ્યુ, લદ્દાખમાં દુનિયાએ જોઈ લીધુ કે ભારત પોતાની સંપ્રભુતાની રક્ષા માટે શુ કરી શકે છે.

આઝાદીના આ અવસરે આજે વડાપ્રધાને 86 મિનિટ દેશને સંબોધિત કર્યો. આ લાલ કિલ્લાથી તેમનું ત્રીજુ સૌથી મોટું ભાષણ છે. પીએમ મોદીએ સતત સાતમી વાર લાલ કિલ્લાથી દેશને સંબોધિત કર્યો, તેઓ આવુ કરનારા પહેલા બિન-કોંગ્રેસી વડાપ્રધાન છે.

જાણો… વડાપ્રધાન મોદીએ ક્યારે કેટલી મિનિટ સુધી ભાષણ આપ્યુ

વડાપ્રધાને જ્યારે વર્ષ 2014માં દેશને પહેલીવાર લાલ કિલ્લાથી સંબોધિત કર્યા તો તેમણે કુલ 65 મિનિટ સુધી ભાષણ આપ્યુ. જે બાદ વર્ષ 2015માં તેમણે 86 મિનિટ સુધી દેશને સંબોધન કર્યું. આ વડાપ્રધાન તરીકે તેમના કાર્યકાળનુ લાલ કિલ્લાથી બીજુ ભાષણ હતુ.

દેશ જ્યારે આઝાદીની 70મી વર્ષગાંઠ મનાવી રહ્યું હતું, તે દરમિયાન પીએમ મોદીએ દેશને લાલ કિલ્લાથી 94 મિનિટ સુધી સંબોધન કર્યુ. આ તેમના વડાપ્રધાન તરીકે રહેવા દરમિયાન લાલ કિલ્લાથી આપવામાં આવેલું સૌથી લાંબું ભાષણ છે. પીએમ મોદીએ 2017ના સ્વતંત્રતા દિવસના અવસરે 57 મિનિટ 2018માં 82 મિનિટ અને 2019માં 92 મિનિટ સુધી દેશને સંબોધન કર્યું. વડાપ્રધાન મોદી 7 વર્ષમાં લાલ કિલ્લા પરથી 9 કલાક 24 મિનિટ બોલી ચૂક્યા છે.

2015માં તોડ્યો નેહરૂનો રેકોર્ડ

વડાપ્રધાન મોદીએ વર્ષ 2015માં 86 મિનિટ સુધી પોતાની વાત દેશના નાગરિકો આગળ મૂકી અને આ રીતે તેમણે વડાપ્રધાન જવાહરલાલ નેહરૂનો રેકોર્ડ તોડ્યો. નેહરૂએ લાલ કિલ્લા પરથી 1947માં 72 મિનિટનુ ભાષણ આપ્યું હતું. ત્યાં 2016માં પીએમ મોદીએ દેશને 94 મિનિટ સુધી સંબોધન કરતા પોતાનો જ રેકોર્ડ તોડ્યો હતો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

તબાહી/ ગોપાલગંજમાં મંદિર-મસ્જીક સાથે સ્કૂલ-મદરેસા પણ ડૂબ્યા, 700થી વધુ પરિવારોને રેસ્ક્યુ કરી બહાર કઢાયા

Damini Patel

કાળું નાણું આયું કે ગયું? કોરોના કાળમાં સ્વિસ બેન્કોમાં ભારતીયોનું ભંડોળ વધીને રૂ. 20 હજાર કરોડે પહોંચ્યુ, 13 વર્ષનો તૂટ્યો રેકોર્ડ!

pratik shah

શું તમારા લાઈસન્સ કે આરસીબુકની વેલીડીટી પૂર્ણ થઈ ગઈ છે તો જલ્દી કરો આ છે છેલ્લી તારીખ, પછી રહી જશો!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!