GSTV
Gujarat Government Advertisement

કેવડિયાથી પીએમ મોદીનું રાષ્ટ્રને સંબોધન, કહ્યું- આજે સરદારનું સ્વપન સાકાર થવા જઈ રહ્યુ છે

મોદી

Last Updated on October 31, 2020 by Bansari

પીએમ મોદીએ કેવડિયામાં રાષ્ટ્રીય એકતા દિવસ પર રાષ્ટ્રને સંબોધન કર્યુ. પીએમ મોદીએ જણાવ્યુ હતુ કે, સરદારે દેશના અનેક રજવાડાને એક બનાવી ભારતને નવુ સ્વરૂપ આપ્યુ. આપણે આજે તેમના જન્મ દિવસને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે મનાવી રહ્યા છીએ. સરદારની પ્રતિમા આજે એક ભારત શ્રેષ્ઠ ભારતનું તિર્થસ્થળ બન્યુ છે.

દેશની એકતાની તાકાતાના કારણે આજે આપણે કોરોના સામે લડી રહ્યા છીએ : મોદી

પીએમ મોદીએ કોરોના મહામારી અંગે જણાવ્યુ હતુ કે, આજે આપણો દેશ કોરોનાની મહામારીનો સામનો કરી રહ્યો છે. પરંતુ દેશના તમામ લોકો સાથે મળીને કોરોના સામે લડાઈ લડી છે. આપણા કોરોના વોરિયર્સ બીજાના જીવનને બચાવવા માટે પોતાના જીવનનું બલીદાન આપી રહ્યા છે. દેશની એકતાની તાકાતાના કારણે આજે આપણે કોરોના સામે લડી રહ્યા છે.

આજે સરદારનું સ્વપન સાકાર થવા જઈ રહ્યુ છે: મોદી

પીએમ મોદીએ વધુમાં જણાવ્યુ હતુ કે, આજે સરદારનું સ્વપન સાકાર થવા જઈ રહ્યુ છે. આજે કાશ્મીર વિકાસની રાહ પર આગળ વધી રહ્યુ છે. નોર્થઈસ્ટમાં શાંતિ સ્થાપવામાં આવી રહી છે. પીએમ મોદીએ કહ્યુ કે, આજે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યુ છે.

આજે 31 ઓક્ટોબર એટલે સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિ ત્યારે આ પ્રસંગે વડાપ્રધાન મોદી આજે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લઇ રહ્યા છે. વડાપ્રધાન મોદી 30 અને 31 એમ બે દિવસની ગુજરાતની મુલાકાતે છે આ દરમિયાન તેઓ કુલ 2 દિવસ દરમિયાન 17 પ્રોજેક્ટનું લોકાર્પણ કરવાના છે. જેને પગલે કેવડિયા પોલીસ છાવણીમાં ફેરવાયું છે. વડાપ્રધાન મોદીએ કેવડિયામાં રાત્રિ રોકાણ કર્યુ હતું. 31 ઓક્ટોમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલની વિશાળ પ્રતિમાની પૂજા કરી.

એકતા પરેડમાં પીએમ મોદીની હાજરી

પીએમ મોદીએ કેવડિયામાં આયોજિત એકતા પરેડમાં હાજરી આપી. તેઓ સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ એકતા પરેડમાં હજારી આપવા પહોચ્યા હતા. જ્યાં પરેડનું આયોજન કરવામાં આવ્યુ. જ્યાં તેમણે દેશના સૈન્યના કરતબો નિહાળી.પરેડમાં ગુજરાત પોલીસના જવાન, સીઆરપીએફ, અશ્વ અને ઊંટ દળ, એનડીઆરએફ, બીએસએફ, એનએસજી, સીઆરપીએફના જવાનો સામેલ થયા.

પીએમ મોદીએ લેવડાવ્યા આ શપથ

પરેડમાં  પીએમ મોદીએ શપથ પણ લેવડાવ્યા હતા.પરેડમાં  પીએમ મોદીએ સરદારના સંકલ્પની પ્રતિજ્ઞા લેવડાવી હતી.

પરેડમાં મહિલા સશ્ક્તિકરણ

આ ઉપરાંત પરેડમાં મહિલા સશ્ક્તિકરણ પણ જોવા મળ્યુ. મહિલા પોલીસ જવાન  પણ પરેડમાં સામે થયા હતા.

પીએમ મોદીએ લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

પીએમ મોદીએ રાષ્ટ્રીય એકતા દિવસે કેવડિયામાં લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. તેમણે સરદારની પ્રતિમા પર જળ અને પુષ્પ અર્પણ કર્યા. જે બાદ પીએમ મોદીએ સરદારને નમન કર્યા હતા. પીએમ મોદીની કેવડિયા મુલાકાત દરમ્યાન સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.

હેલિકોપ્ટરથી સરદાર વલ્લભભાઈ પટેલની વિશાળ પ્રતિમા પર પુષ્પ વર્ષા

કેવડિયામાં એકતા દિવસ પ્રસંગે હેલિકોપ્ટરથી સરદાર વલ્લભભાઈ પટેલની વિશાળ પ્રતિમા પર પુષ્પ વર્ષા કરવામાં આવી. કેવડિયામાં એકતા દિવસની ખાસ તૈયારી કરવામાં આવી. આખા કેવડિયાને લાઈટથી શણગારવામાં આવ્યુ છે. આ સાથે પીએમ મોદી દ્વારા વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ પણ કરવામાં આવ્યુ.

Read Also

Gujarat Government Advertisement

Related posts

રેકોર્ડ / સોમવારે 80 લાખથી વધુ લોકોએ લીધી કોરોના રસી, 15 લાખ ડોઝ સાથે આ રાજ્ય સૌથી આગળ

Zainul Ansari

ફ્લેશ સેલ પર બેન: હવે ગ્રાહકો સાથે નહીં થાય છેતરપિંડી, ઈ-કોમર્સ કંપની પર લગામ લગાવવા કેન્દ્ર સરકારે નિયમોમાં કર્યા મોટા ફેરફાર

Zainul Ansari

જુનાગઢ, રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક શહેરોને આકાશમાંથી રાતે અજાણ્યા પ્રકાશના ટપકાં જોવા મળતા લોકોમાં કુતૂહલ, અનેક તર્કવિતર્ક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!