GSTV
India News Trending

કોરોના સંક્રમણ/ નરેન્દ્ર મોદીએ આ સીએમના વખાણ કરવા માટે સામેથી કર્યો ફોન, કોરોનામાં સૌથી અસરગ્રસ્ત છે રાજ્ય

મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણની સ્થિતિની જાણકારી મેળવવા માટે આજે પીએમ નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરી હતી. મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ પહેલા કરતા ઘટ્યાં છે પણ આજેય કોરોનાના સૌથી વધુ દર્દીઓ મહારાષ્ટ્રમાંથી જ સામે આવી રહ્યાં છે.

સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે પીએમ મોદીએ વેક્સીનથી માંડીને ઓક્સિજન સપ્લાય અંગે વાત કરી હતી. આ સિવાય ભવિષ્યની જરુરિયાતો અંગે પણ ચર્ચા વિચાણા કરવામાં આવી હતી. મોદીએ મહારાષ્ટ્રમાં કોરોનાની કામગીરી માટે ઉદ્ધવ ઠાકરેની પીઠ થબથબાવી હતી. જેમના વખાણ કર્યા હતાં. મહારાષ્ટ્રના સીએમઓએ જણાવ્યું હતું કે, પીએમએ ઠાકરેને કહ્યું હતું કે, તેઓ બીજી લહેરમાં સારી કામગીરી કરી રહ્યાં છે. ઠાકરેએ પણ મહારાષ્ટ્રને વધુ ઓક્સિજનની ફાળવણી માટે અનુરોધ કર્યો હતો. ઠાકરેએ પીએમનો પણ ધન્યવાદ માન્યો કે તેમણે મહારાષ્ટ્ર દ્વારા આપેલી સલાહોનો અમલ કર્યો હતો.

છેલ્લાં કેટલાંક દિવસથી પીએમ મોદી કોરોના સ્થિતિની જાણકારી મેળવવા માટે અલગ-અલગ રાજ્યોના સીએમ સાથે વાત કરી રહ્યા છે.શુક્રવારે તેમણે ત્રિપુરા, મણિપુર, સિક્કિમના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી હતી અને તેના પહેલા આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, ઝારખંડ અને તેલંગાણાના સીએમ સાથે પણ તેમણે વાત કરીને જાણકારી મેળવી હતી.

દેશમાં અત્યાર સુધી કોરોનાના કારણે 2.38 લાખ લોકો જીવ ગુમાવી ચુક્યા છે અને છેલ્લાં કેટલાંક દિવસોથી રોજ કોરોનાના ચાર લાખ જેટલા નવા દર્દીઓ સામે આવી રહ્યાં છે.

નવી નીતિ હેઠળ કોવિડ હેલ્થ ફેસિલીટીમાં પોઝિટિવ રિપોર્ટ વગર પણ દાખલ કરવાની કાર્યવાહી

દેશમાં કોરોના સંક્રમણનો કહેર સર્વત્ર છે. દરરોજ રેકોર્ડની સંખ્યામાં કોરોનાનાં કેસ આવી રહ્યાં છે, ત્યારે મોતની સંખ્યા ભયાનક બની છે, આવી સ્થિતીમાં આરોગ્ય મંત્રાલયે મહત્વનું પગલું ભરતા કોરોનાની રાષ્ટ્રીય નીતિમાં પરિવર્તન કર્યું છે. નવી નીતિ હેઠળ કોવિડ હેલ્થ ફેસિલીટીમાં પોઝિટિવ રિપોર્ટ વગર પણ દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.

આરોગ્ય મંત્રાલયે હોસ્પિટલમાં દાખલ થવાનાં માપદંડોમાં સુધારો કર્યો છે, તે સાથે જ રાજ્યોને પણ પણ એ સુનિશ્ચિત કરવાનું કહ્યું છે કે તમામ કોવિડ સંદિગ્ધ રોગીઓને પણ દાખલ કરવામાં આવે. કોવિડ -19નાં શંકાસ્પદ દર્દીઓને CCC, DCHC, અથવા DHCને પણ વોર્ડમાં દાખલ કરવામાં આવી શકે છે. આરોગ્ય મંત્રાલયની નવી નીતિ મુજબ કોઇ પણ દર્દીઓને પણ ઓક્સિજન અને દવા આપવાની ના પાડી શકાશે નહીં. પછી ભલે તે કોઇ અલગ શહેરનો જ કેમ ન હોય. કોઇ પણ દર્દીને કોઇ પણ પરિસ્થિતીમાં દાખલ કરવાની મનાઇ કરી શકાશે નહીં. તેની પાસે શહેર કે જિલ્લાનું માન્ય ઓળખ પત્ર ન હોય તો પણ જે પણ જિલ્લા અને શહેરની હોસ્પિટલમાં દાખલ કરવો પડશે.

આરોગ્ય મંત્રાલયે એ સ્પષ્ટતા કરતા કહ્યું કે, કોઇ પણ દર્દીને જરૂરીયાતનાં હિસાબે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે. તે સાથે જ તે બાબત પણ ભાર મુકવામાં આવ્યો કે હોસ્પિટલનાં બેડ પર એવા લોકોએ તો કબજો નથી જમાવ્યો કે જેને દાખલ થવાની જરૂરીયાત જ ન હોય. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનાં મુખ્ય સચિવોને ત્રણ દિવસની અંદર જ આ સુચનાઓનો સમાવેશ કરતા જરૂરી હુકમ અને પરિપત્ર જાહેર કરવાની સલાહ આપવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

એશ્વર્યા રાયની અપકમિંગ ફિલ્મ Ponniyin Selvanનું ટીઝર થયુ પોસ્ટપોન, મેકર્સે આપ્યું આ કારણ

GSTV Web Desk

શમશેરાના ટ્રેલર લોન્ચ માટે જઈ રહેલા રણબીર કપૂરને નડયો અકસ્માત

GSTV Web Desk

કોરોના કવચ / 7 થી 11 વયના બાળકોને અપાઈ શકે છે Covovax વેક્સિન, સરકારી સમિતિએ કરી ભલામણ

Hardik Hingu
GSTV