GSTV
Gujarat Government Advertisement

મહામારી/ કોરોનામાં મનમોહન થઈ જનારા પીએમ મોદી આખરે બોલ્યા, બંગાળની ચૂંટણી બાદ કરી મસમોટી વાતો

કોરોના

Last Updated on May 14, 2021 by Damini Patel

દેશમાં હાહાકાર મચાવનાર કોરોના સંક્રમણ અંગે પીએમ મોદીએ આજે પોતાની લાગણી દેશવાસીઓ સમક્ષ વ્યક્ત કરી હતી. આજે પીએમ મોદીએ દેશના ખેડૂતોના બેન્ક એકાઉન્ટમાં 19,000 કરોડ રુપિયાથી વધારે રકમ ટ્રાન્સફર કરી હતી. આ પ્રસંગે પીએમ મોદીએ વિડિયો કોન્ફરન્સિંગથી ખેડૂતોને સંબોધન કર્યું હતું અને સાથે સાથે કોરોના સામે લડવા માટે લોકોને હિંમત રાખવાનો સંદેશ પણ આપ્યો હતો.

પીએમ મોદીએ કહ્યું હતું કે, કોરોના દેશનો અદ્રશ્ય દુશ્મન છે અને બહુરુપી પણ છે. જેની સામે આપણે બધાએ ભેગા મળીને લડવું પડશે. ભારત હાર નહીં માનનારો દેશ છે અને મને પૂરો વિશ્વાસ છે કે, ભારત આ વાયરસનો દ્રઢતાથી સામનો કરશે. કોરોના વાયરસ આપણી પરીક્ષા લઈ રહ્યો છે પણ આપણે હારવાનું નથી.

હું લોકોની પીડા સમજી શકું છુ

તેમણે આગળ કહ્યું હતું કે, કોરોના મહામારી દરમિયાન દેશના લોકો જે સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે તેનો મને અહેસાસ છે. સરકાર કોરોનાની લડાઈમાં જેટલા પણ વિઘ્નો છે તેને દૂર કરવા માટે કામ કરી રહી છે. છેલ્લા કેટલાક સમયથી દેશવાસીઓ જે સહન કર્યું છે અને તેમણે જે પીડા વેઠી છે, તેઓ જે તકલીફમાંથી પસાર થયા છે તે હું સારી રીતે સમજી શકું છું. તેઓ જે દુખ અનુભવી રહ્યા છે તે જ દુખ હું પણ અનુભવી રહ્યો છું.

પરિસ્થિતિ પર જલ્દી કાબુ મેળવી લેશું

પીએમ મોદીએ કહ્યું હતું કે, દેશમાં ઓક્સિજન સપ્લાય વધારવા માટે ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરવામાં આવી રહ્યા છે અને બહુ જલ્દી પરિસ્થિતિ પર કાબૂ મેળવી લેવાશે. દેશની તમામ સરકારી હોસ્પિટલોમાં મફત કોરોનાની રસી આપવામાં આવી રહી છે એટલે લોકોને મારી અપીલ છે કે જ્યારે પણ તમારો વારો આવે ત્યારે રસી ચોક્કસ લેજો. આ રસી કોરોના વિરુધ્ધ તમારા માટે સુરક્ષા કવચ તરીકે કામ કરશે અને ગંભીર બીમારી થવાની શક્યતાઓને ઘટાડશે.

તેમણે કહ્યું હતું કે, ઓક્સિજન ટ્રેનોએ કોરોના સામેના જંગમાં મહત્વનું યોગદાન આપ્યું છે. આ પ્રકારની ટ્રેનો દેશના વિવિધ હિસ્સાઓમાં ઓક્સિજન પૂરો પાડી રહી છે. ઓક્સિજન ટેન્કરો થકી ઓક્સિજન પહોંચાડવા માટે ડ્રાઈવરો પણ રોકાયા વગર કામ કરી રહ્યા છે. સંકટના આ સમયમાં દવાઓ અને બીજી જરુરી વસ્તુઓની સંઘરાખોરી તેમજ કાળાબજારીમાં કેટલાક લોકો વ્યસ્ત છે. આ પ્રકારની માનવતા વિરુધ્ધની હરકતો કરનારાઓ સામે રાજ્ય સરકારો આકરા પગલાં લે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ખુશખબર / કોરોના સામેની લડાઈમાં ભારતને મળશે વધુ એક વિદેશી હથિયાર, ફાઇઝરના CEOએ આપી મહત્વપૂર્ણ જાણકારી

Zainul Ansari

મોટા સમાચાર / રાજ્યના શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, 6 લાખ વિદ્યાર્થીઓને થશે ફાયદો

Zainul Ansari

કોરોના: સરકાર દ્વારા ડેલ્ટા પ્લસને ‘વેરિએન્ટ ઓફ કન્સર્ન’ જાહેર કરાયો, દેશમાં 22 દર્દીઓ મળી આવ્યા

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!