વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. સૌરાષ્ટ્રમાં ઝંઝવાતી પ્રચાર પહેલા પીએમ મોદીએ દેવાધિદેવ સોમનાથ મહાદેવ મંદિરમાં શીશ ઝુકાવ્યું છે. સોમનાથ ભગવાનના આશિર્વાદ લીધા છે.
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરી
- પંડિતોએ પીએમના દીર્ઘાયુ માટે કરી પ્રાર્થના
- સોમનાથ દાદાના દર્શન કર્યા

સૌરાષ્ટ્રની તમામ બેઠકો પર ભાજપની ચાંપતી નજર છે. પીએમ મોદી આજે સૌરાષ્ટ્રમાં ઝંઝાવાતી પ્રચાર કરશે. પીએમ મોદી જાન્યુઆરી 2021થી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ પદે છે, સૌરાષ્ટ્રમાં આજે ચાર જગ્યાએ જાહેરસભા ગજવશે.

પીએમ મોદીના બંદોબસ્તમાં જવાનો
- 7 એસપી
- 14 ડીવાયએસપી,
- 30 પીઆઇ
- 80 પીએસઆઇ
- 1400 પોલીસ જવાનો
- 2 એસ.આર.પી ની કંપની
Gujarat | Prime Minister Narendra Modi visits the Somnath temple pic.twitter.com/RqIklXmDPJ
— ANI (@ANI) November 20, 2022
તેઓ વેરાવળ, ધોરાજી, અમરેલી, બોટાદ ખાતે દિવસ દરમિયાન સભાઓ ગજવી ગાંધીનગરમાં રાત્રિ રોકાણ કરશેપીએમ મોદીની મુલાકાત અને પ્રવાસને લઈને સુરક્ષા વિભાગ સતર્ક છે. સોમનાથ મંદિર, સભા સ્થળ સહિતના વિસ્તારમાં લોંખડી અને જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

વિધાનસભાની ચૂંટણી અગાઉ પીએમ મોદીએ ભાજપના પ્રચાર અને પ્રસારની ધુરા સંભાળી છે. તેમા પણ પીએમ મોદી સૌરાષ્ટ્રમાં જનસભાને સંબોધન કરી રહ્યા છે. રાજકીય નિષ્ણાંતોના મતે સૌરાષ્ટ્રનું જામ કંડોરણા રાજકીય એપી સેન્ટર કહેવામાં આવે છે, 2017માં 54 બેઠકમાંથી 23 ભાજપને અને 30 કોંગ્રેસને મળી હતી, આ વખતે પાટીદાર આંદોલન કરનારા તેમજ અનેક પાટીદાર અગ્રણીઓ ભાજપમાં જોડાયા છે, જેથી આ વર્ષે 28 બેઠકોને અસરકારક હોય એમ માનવામાં આવે છે.
#WATCH | Prime Minister Narendra Modi visits the Somnath temple in Gujarat, offers prayers
— ANI (@ANI) November 20, 2022
(Source: DD) pic.twitter.com/BF1z4HrwCY
#WATCH | Prime Minister Narendra Modi visits the Somnath temple in Gujarat
— ANI (@ANI) November 20, 2022
(Source: DD) pic.twitter.com/G60QMl5VBQ
૨૧મીએ સવારે સુરેન્દ્રનગર, જંબુસર અને નવસારીમાં સભાઓ ગજવી પરત નવી દિલ્હી જશે. પીએમ મોદી આજે 11 વાગ્યે વેરાવળમાં સદભાવના ગ્રાઉન્ડમાં જાહેરસભા સંબોધશે. ધોરાજીમાં બપોરે 12-45 વાગ્યે અતુલ સોલવન્ટ ગ્રાઉન્ડમાં સભા ગજવશે. બાદમાં અઢી વાગ્યે અમરેલીમાં ફોરવર્ડ હાઈસ્કુલ ગ્રાઉન્ડ અને છેલ્લે સવા ચાર વાગ્યે બોટાદમાં ત્રિકોણ ખોડિયાર પાસે જાહેર સભા સંબોધશે.
READ ALSO
- સુરત / કડોદરા ચાર રસ્તા પરથી સબસિડીવાળું યુરિયા ભરેલી ટ્રક પકડાઈ, 10 લાખનો મુદ્દામલ જપ્ત
- અમદાવાદ / 11.82 લાખના ડ્રગ્સ સાથે બે ભાઈઓ સહિત ત્રણની ધરપકડ
- દુનિયાના આ દેશોને થાય છે અઢળક આવક, લોકોએ એક પણ રુપિયાનો ભરવો પડતો નથી ટેકસ
- શું તમે લેબમાં તૈયાર કરવામાં આવતા હીરા વિશે જાણો છો? ભારતમાં વર્ષ 2004માં લેબમાં હીરો તૈયાર કરાયો હતો
- પૃથ્વીના સૌથી સક્રિય ભૂકંપ ક્ષેત્ર પર વસ્યું છે તુર્કી, ૧૯૩૯માં ભૂકંપ ૩૩૦૦૦ને ભરખી ગયો હતો