GSTV
Home » News » પ્રધાનમંત્રીએ સંસ્કૃત ભાષામાં શપથ લેવાની માગને અવગણી રાજભાષા હિન્દીમાં આ માટે લીધા શપથ

પ્રધાનમંત્રીએ સંસ્કૃત ભાષામાં શપથ લેવાની માગને અવગણી રાજભાષા હિન્દીમાં આ માટે લીધા શપથ

નરેન્દ્ર મોદીએ સત્તત બીજી વખત પ્રધાનમંત્રી પદના શપથ લીધા છે. ગુરૂવારે રાષ્ટ્રપતિ ભવનમાં થયેલા શપથ ગ્રહણ સમારોહમાં મોદીએ રાજભાષા હિન્દીમાં શપથ લીધી હતી. તેમણે કાશીથી આવેલ દેવભાષા સંસ્કૃતમાં શપથ લેવાની માગને અવગણી દીધી હતી.

ઉલ્લેખનીય છે કે શ્રીકાશી વિદવતપરિષદે મોદીને પત્ર લખીને આગ્રહ કર્યો હતો કે કાશીના પ્રતિનિધિ હોવાના કારણે તેમણે દેવભાષા સંસ્કૃતમાં શપથ લેવી. કાશી વિદવત પરિષદની મંગળવારે થયેલી બેઠકમાં પરિષદના મંત્રી ડૉક્ટર રામનારાયણ દ્રિવેદીએ ઈચ્છા વ્યક્ત કરી હતી કે પીએમ મોદી કાશીના સાહિત્યકાર, સમાજસેવી અને પ્રબુદ્ધ લોકોની ઈચ્છાને સન્માન કરતા દેવભાષામાં શપથ ગ્રહણ કરે. તેમણે આ પત્ર પીએમઓના શિવશરણ પાઠકને મેલ કર્યો હતો.

નોંધનીય છે કે પ્રધાનમંત્રી મોદી જે પણ રાજ્યમાં જાય છે ત્યાંની ક્ષેત્રીય ભાષામાં સંવાદ કરે છે. સંઘના સેવક હોવાના કારણે તેઓ સંસ્કૃત પણ બોલે છે. એવામાં કાશીવાસીઓને વિશ્વાસ હતો કે, તેઓ પોતાના સંસદીય ક્ષેત્રના લોકોની આંકાક્ષાનું સન્માન કરતા સંસ્કૃતમાં શપથ લે, પણ એવું થયું નહીં.

જો કે આ પહેલા પણ સંસ્કૃત ભાષામાં શપથ લેવામાં આવી છે. 2014માં મોદી સરકારમાં વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ, જળ અને સંસાધન મંત્રી ઉમા ભારતી અને ચાંદની ચોકના સાંસદ હર્ષવર્ધને સંસ્કૃત ભાષામાં શપથ ગ્રહણ કરી હતી. સંવિધાનની 8મી અનુસૂચિમાં સામેલ 22 ભાષાઓમાં કોઈ પણ ભાશામાં શપથ લઈ શકાય છે. જેમાં અંગ્રેજી, હિન્દી, સંસ્કૃત, ઉર્દૂ જેવી ભાષાઓનો સમાવેશ થાય છે.

READ ALSO

Related posts

‘ઢોસા કિંગ’ રાજગોપાલનું હોસ્પિટલમાં મૃત્યુ, કર્મચારીની હત્યા મામલે આજીવન કેદની સજા ભોગવતા હતા

Riyaz Parmar

ઘરમાં બેડ પર આરામ ફરમાવતો જોવા મળ્યો વાઘ, જોતાં જ લોકોની ચીસ નીકળી ગઇ

Bansari

જાપાનનાં ક્યોટો શહેરમાં એનિમેશન સ્ટુડિયોમાં લાગી આગ, 24 લોકોનાં મોત

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!