વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના આવતીકાલે 18 માર્ચે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભારત–બાંગ્લાદેશ મૈત્રી પાઈપલાઈનનું ઉદ્ઘાટન કરશે. PMO ઓફિસે માહિતી આપતાં જણાવ્યું કે, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે અંદાજિત રૂ.377 કરોડના ખર્ચે બનવાયેલી આ પ્રથમ સીમા પાર ઊર્જા પાઈપલાઈન છે, જેમાં બાંગ્લાદેશમાં બનેલી પાઈપલાઈનના ભાગનો અંદાજિત રૂ.285 કરોડના ખર્ચ ભારત સરકાર દ્વારા અનુદાન સહાયતા ખર્ચ પેટે ઉઠાવાયો છે.

ભારત-બાંગ્લાદેશ વચ્ચે લગભગ 131.5 કિમી લાંબી પાઈપલાઈન
આ પાઈપલાઈન એક વર્ષમાં એક મિલિયન મેટ્રીક ટ્રન પરિવહન કરવાની ક્ષમતા ધરાવે છે. આ પાઈપલાઈન દ્વારા શરૂઆતમાં ઉત્તર બાંગ્લાદેશના 7 જિલ્લામાં હાઈ-સ્પીડ ડીઝલ સપ્લાય કરાશે. ઢાકાના વીજ રાજ્ય મંત્રી નસરુલ હામીદે તાજેતરમાં જણાવ્યું હતું કે, ભારતમાંથી ડીઝલ આયાત કરવા લગભગ 131.5 કિમી લાંબી પાઈપલાઈન બંધાઈ છે. આ પાઈપલાઈન 126.5 કિમી બાંગ્લાદેશમાં અને 5 કિમી ભારતમાં છે. ઉલ્લેખનિય છે કે, ભારત અને બાંગ્લાદેશની સરહદ પાર આ પહેલી ઊર્જા પાઈપલાઈન છે, જે અંદાજિત 377 કરોડ રૂપિયાના ખર્ચે બનાવાઈ છે.
- જેલમાં બંધ નરગિસ વતી તેના બાળકો નોબેલ પ્રાઈઝ સ્વીકારશે, 31 વર્ષથી ઈરાનની જેલમાં છે નરગિસ
- Vishnu Deo Sai / જાણો છત્તીસગઢના નવા મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાય વિશે
- વિષ્ણુદેવ સાય બનશે છત્તીસગઢના નવા મુખ્યમંત્રી, મોદી સરકારમાં રહી ચુક્યા છે મંત્રી
- પાકિસ્તાને વૈશ્વિક દરજ્જો મેળવવો હશે તો ભારત જેવા પાડોશીઓ સાથે સબંધો સુધારવા જ પડશે- નવાઝ શરીફ
- આ સરળ ટિપ્સ અજમાવીને બચાવી શકો છો તમારી કારનું ફ્યૂલ, થશે મોટી બચત