GSTV
Home » News » PM મોદીએ વારાણસીનાં મતદારોને આપ્યો ‘ખાસ’ સંદેશ, કાશીવાસીઓને સંભળાવી પોતાની કવિતા

PM મોદીએ વારાણસીનાં મતદારોને આપ્યો ‘ખાસ’ સંદેશ, કાશીવાસીઓને સંભળાવી પોતાની કવિતા

વડપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીના મતદાતાઓ માટે એક વીડિયો મેસેજ જાહેર કર્યો છે. વડાપ્રધાને છેલ્લા 5 વર્ષમાં વારાણસીમાં થયેલા વિકાસ અને વિકાસની યોજનાઓનો ઉલ્લેખ કરતા કહ્યું છે કે, વડાપ્રધાન તરીકે વારાણસીથી મળેલો અનુભવ તેમના માટે એકદમ અદભુત છે. વારાનસીમાં વિકાસનીએ ગતિએ છેલ્લા 5 વર્ષોમાં જોરદાર ગતિ પકડી છે. જુદી જુદી યોજનાઓથી સમાજના તમામ વર્ગોને લાભ થયો છે.

વારાણસી માટે વડાપ્રધાને લખી કવિતા

વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે, વારાણસીમાં માત્ર વિકાસ જ નથી થઈ રહ્યો પણ આધ્યાત્મિક ઉન્નતિ પણ થઈ રહી છે. મોદીએ પોતાના ચૂંટણી ક્ષેત્રના મતદાતાઓને કહ્યું હતું કે, વિદેશીએ રાષ્ટ્ર પ્રમુખો પણ કાશીની આધ્યાત્મિકતાના વખાણ કરે છે. ત્યાર બાદ વડાપ્રધાને કાશી માટે લખેલી કવિતાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે લખ્યું હ્તું કે, ‘મેંને જબ કાશી કે બારેમેં લિખને કે લીયે કલમ ઉઠાઈ તો જ્યાદા કુછ નહીં લીખ સકા, સિર્ફ યહી લીખા… પુરાતન, પુતીન, પરિમલ કાશી અડિગ, અપ્રિતમ, અવિરલ કાશી, નિરંતર નિર્વિધ્ન નિર્મલ કાશી, વિશિષ્ટ વિકસિત, વિમલ કાશી’.

કાશીના વિકાસની ગતિ અટકવી ન જોઈએ

વડાપ્રધાને કહ્યું હતું કે, છેલ્લા 5 વર્ષોમાં અમે કાશીમાં ખુબ વિકાસ કર્યો છે, પરંતુ હજી અહીં ઘણું બધું કરવાનું બાકી છે. વડાપ્રધાને વિકાસની આ ગતિને યથાવત રાખવાની અપીલ કરતા કહ્યું હતું કે, હાલ અટકવાનું નથી, ખુબ જ આગળ જવાનું છે. ગઈ વખતે જ્યારે ઉમેદવારીપત્ર ભરવા હું આવ્યો હતો ત્યારે રોડ શો દરમિયાન તમે જ કહ્યું હતું કે, તમે ના આવશો. આજે દરેક કાશીવાસી નરેન્દ્ર મોદી બનીને ચૂંટણી પણ લડી રહ્યા છે અને લડાવી પણ રહ્યાં છે, મારે કંઈ કહેવાની જરૂર નથી. દરેક કાશીવાસી બધું જ જાણે છે કે શું કરવાનું છે અને શું નહીં.

વડાપ્રધાને રેકોર્ડ મતદાનની અપીલ કરતા કહ્યું હતું કે, હું બસ એટલું જ કહેવા માંગુ છું કે, 2019માં તમે પણ લોકતંત્રના સૌથી મોટા ઉત્સવમાં જરૂર શામેલ થાવ. મતદાન કરવા જરૂર આવો, વોટ કરવા માટે બધાને પ્રેરિત કરો. આખો દેશ એ દિવસે કાશી તરફ જોશે. તમારી પરંપરાગત વેશભુષા, ગાઈ વગાડીને બહાર આવો. ગરમી વધી રહી છે માટે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો.

મારો આગ્રહ છે કે પહેલા મતદાન ત્યાર બાદ જળપાન. મતદાન બાદ સેલ્ફી જરૂરથી લો, તે સેલ્ફીને સોશિયલ મીડિયામાં શેર કરો. આ જોઈને તમારા મનને ખુબ આનંદ પણ થશે. આ મારા માટે નથી, નરેન્દ્ર મોદી માટે પણ નથી, કાશી માટે મતદાનમાં પણ નવો રેકોર્ડ બનાવવો પડશે.

READ ALSO

Related posts

નવી એક્ટિવા લઈ છોકરો નીકળ્યો તો ખરો, પણ એક્ટિવા કરતાં ડબલ ભાવનો મેમો ફાટી ગયો

pratik shah

જેણે મોદીને વિજય અપાવ્યો હતો તે ફરી એક વખત નીતિશ કુમારને મુખ્યમંત્રી બનાવી શકશે ?

Mayur

પોલીસનું આ તે કેવું રૂપ? ત્રણ મહિલાઓને નિર્વસ્ત્ર કરીને પ્રાઇવેટ પાર્ટ સાથે કર્યા ચેડા, એટલો માર માર્યો કે થઇ ગયો ગર્ભપાત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!