GSTV
Home » News » વડાપ્રધાન મોદી આજે જશે નોઈડાની મુલાકાતે, સૌથી મોટી મોબાઈલ ફેક્ટરીનું કરશે ઉદ્ધાટન

વડાપ્રધાન મોદી આજે જશે નોઈડાની મુલાકાતે, સૌથી મોટી મોબાઈલ ફેક્ટરીનું કરશે ઉદ્ધાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે નોઈડાની મુલાકાતે જવાના છે. પીએમ મોદી નોઈડામાં દુનિયાની સૌથી મોટી મોબાઈલ ફેક્ટરીનું ઉદ્ધાટન કરશે. પીએમ મોદી સાથે દક્ષિણ કોરીયાના રાષ્ટ્રપતિ મુન પણ હાજરી આપવાના છે. પીએમ મોદીની નોઈડા મુલાકાત રહેલા કડક ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે. રવિવારે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોદી આદિત્યનાથે નોઈડાની મુલાકાત કરીને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. પીએમ મોદી અને દક્ષિણ કોરીયાના રાષ્ટ્રપતિ હવાઈ માર્ગથી નોઈડા પહોચશે.  નોઈડામાં જે મોબાઈલ ફેક્ટરીનુ ઉદઘાટન કરવામાં આવી રહ્યુ છે એ ફેક્ટરી 35 એકરમાં ફેલાયેલી છે. આ ફેક્ટરીને દક્ષિણ કોરીયાના સહયોગથી બનવવામાં આવી છે. મહત્વનું છે કે, ગત્ત વર્ષે દક્ષિણ કોરિયાની કંપનીએ 4,915 કરોડ રૂપિયાના રોકાણ કરવાની જાહેરાત કરી હતી.

Related posts

ચૂંટણી પડઘમ : મહારાષ્ટ્ર, હરિયાણા સહિત ગુજરાતની સાત બેઠકો પર આ તારીખે ચૂંટણી

Arohi

ભાજપના આ નેતાના મમતા પર આક્ષેપ, કહ્યું- મમતા સરકાર આરોપીઓને રક્ષણ આપી રહી છે

Arohi

ભાગલાવાદી નેતા મીરવાઈઝ ઉમર ફારૂખ અને ચાર અન્ય કાશ્મીરી નેતાઓએ નજરકેદમાંથી મુક્તિ માટે ભર્યા બોન્ડ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!