PM નરેન્દ્ર મોદીએ રવિવારે અમેરિકાના વર્જીનિયામાં ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કરતા કહ્યુ કે 3 વર્ષના કાર્યકાળમાં ભષ્ટ્રાચાર એક પણ ડાઘ નથી લાગ્યો. તેમણે કહ્યુ કે, પહેલા કરત આજે ભારત ઝડપથી આગળ વધી રહ્યુ છે. PM મોદીએ સર્જિકલ સ્ટ્રાઇલને લઇને કહ્યુ કે, દુનિયામાં કોઇએ પણ ભારતની કાર્યવાહી પર સવાલ નથી ઉઠાવ્યા.
PM મોદીએ કહ્યુ કે, અમે ભારત પર આંતકવાદની ખતરનાક અસરો અંગે દુનિયાને જણાવવા માટે સફળ રહ્યા. તેમણે તે પણ કહ્યુ કે, સર્જિકલ સ્ટ્રાઈકે એ દર્શાવ્યું કે ઘૈર્ય પણ રાખીએ છીએ અને સમય આવવા પર જવાબ પણ આપવાનું જાણીએ છીએ. PM મોદીએ કાર્યક્રમમાં હાજર ભારતીયોને કહ્યું કે, તેઓ અહીંના લોકોની સાથે પરિવાર જેવો અનુભવ કરે છે. તેમણે કહ્યું, ”જ્યારે હું મુખ્યપ્રધાન કે પ્રધાનમંત્રી નહોતો, ત્યારે મે અમેરિકાના 30 પ્રાંતોનું ભ્રમણ કર્યું હતું અને કોઈને કોઈ પ્રકારે તમને તમામને મળવાનો મોકો મળ્યો હતો.”
PM મોદીએ કહ્યુ કે, ”અમેરિકાના કાર્યક્રમની પડઘો વિશ્વભરમાં સંભળાય છે. ભારતમાં જ્યારે સારું થાય છે તો અમેરિકામાં રહેલા ભારતીયો પણ ખુશ થાય છે અને કોઇ મુશ્કેલી આવે તો અહીંયા રહેલા ભારતીયોને એટલું જ દુ:ખ થાય છે, જેટલું ભારતમાં રહેતા ભારતીયોને થાય છે.” PM મોદીએ કહ્યુ કે, ”સર્જિકલ સ્ટાઇક એક એવી ઘટના હતા, જો દુનિયા ઈચ્છી હોત તો ભારતનું આવી બન્યું હોત. અને અમને કઠેડામાં ઉભો કર્યા હોત, અમારી પાસે જવાબ મંગાયો હોત, પણ ભારતના આટલા મોટા પગલા પર દુનિયામાં કોઈએ એક સવાલ નહોતો ઉઠાવ્યો.”
PM મોદીએ કહ્યુ કે, ”એક વખત કહેવા પર સક્ષમ લોકોએ સબસિડી છોડી દીધી. તે પછી સબસિડીના રૂપિયાનો ઉપયોગ ગરીબોની રસોડાના ગેસમાં થયો.” ભારતીય સમુદાયને સંબોધિત કરતા PM મોદીએ કહ્યુ કે, ”અમે લોકોએ નક્કી કર્યુ પાંચ કરોડ ગરીબ પરિવારોમાં ગેસના ચૂલ્હા ઉપલબ્ધ કરાવવામાં આવે. મને ગર્લ છે કે હજુ સુધી એક કરોડ પરિવારોને ગેસ સિલિન્ડર ઉપલબ્ધ કરાવાયા છે.”
અમેરિકામાં ભારતીય સમુદાયને સંબોધિત કરતા PM મોદીએ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના ખૂબ જ વખાણ કર્યા હતા. PM મોદીએ કહ્યુ કે, ”છેલ્લા 3 વર્ષમાં વિદેશોમાં ફસાયેલા 80000 ભારતીયોને દેશ પરત લવાયા છે. સરકાર વિદેશમાં રહેલા ભારતીયો મદદ કરી રહી છે. છેલ્લા 3 વર્ષમાં ભારતે નવી સિદ્ઘિઓ મેળવી છે.” સોશિયલ મીડિયાની તાકાતનો સાચો ઉપયોગ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે કરીને બતાવ્યો છે. તેમણે કહ્યું કે ”કોઈએ વિદેશથી ટ્વિટ કરીને મદદ માંગી, તો વિદેશમંત્રીએ માત્ર 15 મિનિટમાં જવાબ આપ્યો અને 24 કલાકની અંદર સરકાર એક્શનમાં આવી ગઈ.” તેમણે કહ્યું કે ”પહેલા સફાઈને લઈને આપણી બધે મજાક થતી હતી પણ આજે પ્રશંસા કરવામાં આવે છે.”