GSTV
Home » News » મહામિલાવટીઓ ભેગા થઇને કરે છે આ કામ, જાણો શું?

મહામિલાવટીઓ ભેગા થઇને કરે છે આ કામ, જાણો શું?

Narendra Modi BJP

PM નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણીનાં અંતિમ તબક્કામાં ચૂંટણી પ્રચાર દરમિયાન યુપીનાં બલીયામાં એક રેલીને સંબોધન કર્યુ હતું. વડાપ્રધાને રેલીમાં જણાંવ્યું હતું કે આજે પુરા દેશમાં ગરીબ માતાઓ અને બહેનોનું સંપુર્ણ સમર્થન તમારા આ સેવકને મળી રહ્યું છે. આ સમર્થનનાં પરિણામે જ મહામિલાવટ વાળા એસપી,બીએસપી અને કોંગ્રેસ વાળા તમામ એક કામ કરવામાં જ વ્યસ્ત છે. તેઓ મોદીને ગાળો આપવા સિવાય બીજુ કોઇ કામ કરતા નથી. તેમની ગાળોનો જવાબ મોદીને નહિં આપવો પડે. પુરા હિન્દુસ્તાનની જનતા કમળનાં નિશાન વાળું બટન દબાવીને મહામિલાટીઓને ગાળોનો જવાબ આપશે.

purvanchal lok sabha

પીએમ મોદીએ કહ્યું કે,ફુઇ-ભત્રીજો બન્ને મળીને જેટલો સમય સીએમ નથી રહ્યાં,તેનાં કરતા વધારે સમય સુધી હું ગુજરાતનો મુખ્યમંત્રી રહ્યો છું. મેં અનેક ચૂંટણીઓ લડી છે અને લડાવી છે. પરંતુ ક્યારેય મારી જાતિનો સહારો નથી લીધો. હું માતા-બહેનોનાં સન્માન અને ગરીબોનાં આત્મવિશ્વાસ વધારવા માટે ઉભો છું. આ મહામિલાવટી લોકો પુછી રહ્યા છે કે, મોદીની જાતિ કઇ છે?

પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઇ મોદીએ કહ્યું કે, મેં ગરીબી અને પછાતપણામાં જીવન વિતાવ્યું છે. જે દર્દ તમે સહન કરી રહ્યા છો. તે મેં પણ સહન કર્યુ છે.મારૂ પછાતપણું અને મારી ગરીબી દૂર કરવા માટે નહિં પરંતું લોકો માટે જીવી રહ્યો છું. તેથી મને વિશ્વાસ છે કે, આ સ્થિતીને દૂર કરવામાં આપણે સફળતા મેળવીશું. આ મહામિલાવટી લોકોએ કેવીરાજનિતી કરી છે. સત્તાનાં નામ પર કેવી રીતે તમને છેતર્યા છે. આ લોકોએ જાતિની રાજનિતીનાં નામ પર તમારો ભરોસો તોડ્યો છે. પોતાનાં પરિવાર અને ખુદ માટે બંગલા ઉભા કર્યા છે. મહેલ બનાવ્યા છે. આ લોકોએ નામી-બેનામી સંપત્તિનો ઢગલો ખડક્યો છે.

READ ALSO

Related posts

ગુજરાતમાં ભાજપને નુકસાન થાય તેવું કોઇ મજબૂત કારણ નથી

Riyaz Parmar

એક્ઝિટ પોલ એટલે શું? જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ

Riyaz Parmar

લોકસભાના મતદાન સમયે પંજાબ-યુપીમાં હિંસા, પ.બંગાળમાં ટીએમસીના કાર્યકરોએ ગુંડાગીરી કર્યાનો આરોપ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!