GSTV
Home » News » ‘મશરૂમ ખાઈ મોદી ગોરા થયા’ એવું કહેનાર અલ્પેશ ખોટો ઠર્યો, ખૂદ મોદીએ કહ્યું આ કારણે ચમકે છે મારો ચહેરો

‘મશરૂમ ખાઈ મોદી ગોરા થયા’ એવું કહેનાર અલ્પેશ ખોટો ઠર્યો, ખૂદ મોદીએ કહ્યું આ કારણે ચમકે છે મારો ચહેરો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ‘પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2020’ના 49 બાળ વિજેતાઓ સાથે વાતચીત કરી. આ દરમિયાન પીએમ મોદીએ બાળકોને કહ્યું કે, હું મારા શરીરમાંથી નીકળતા પરસેવાથી ચહેરાની માલિશ કરૂ છું, તેથી મારો ચહેરો ચમકે છે. બાળકોને સંબોધિત કરતાં પીએમ મોદીએ કહ્યું કે, તમે જે કામ કર્યુ છે, તેને કરવાની વાત તો ઠીક, તેને વિચારવામાં પણ મોટા-મોટા લોકોનો પરસેવો છૂટી જાય.

તમારા ચહેરા પર આટલું તેજ શા માટે છે?

પોતાના ભાષણમાં એક વાતનો ઉલ્લેખ કરતાં પીએમ મોદીએ કહ્યું કે, મને ઘણાં વર્ષો પહેલાં કોઇએ પૂછ્યું હતું કે તમારા ચહેરા પર આટલું તેજ શા માટે છે? તો મે તેમને સરળ જવાબ આપ્યો. મે કહ્યું કે હું એટલી મહેનત કરુ છું કે મારા શરીરમાંથી પરસેવો નીકળે અને હું તે જ પરસેવાથી માલિશ કરુ છું તેથી મારો ચહેરો ચમકી ઉઠે છે.

અલ્પેશ અને પ્રધાનમંત્રીના તાઈવાનના મશરૂમનો વિવાદ

ઉલ્લેખનીય છે કે એ સમયે કોંગ્રેસમાં જોડાયેલા અલ્પેશ ઠાકોરે પણ એવું નિવેદન આપ્યું હતું કે, પ્રધાનમંત્રી તાઈવાનના મશરૂમ ખાઈ છે. અને આ કારણે જ તેમના ગાલ ગોરા છે. અલ્પેશે દાવો કર્યો હતો કે, વડાપ્રધાન રોજ રૂપિયા ચાર લાખના મશરૂમ ખાય છે જેમના કારણે તેમના ગાલ લાલ ચટ્ટાક થઈ ગયા છે. આ નિવેદન સામે આવ્યા બાદ તાઈવાનની યુવતીનો એક વીડિયો પણ દિલ્હી ભાજપના નેતા તેજીંદર પાલ સિંહ બગ્ગાએ વાઈરલ કર્યો હતો કે આ અશક્ય છે કે તાઈવાનના આટલા મોંઘા મશરૂમ ખાઈ કોઈ ગોરો થઈ જાય.

જે કામ તમે કર્યુ તે અદ્ભૂત છે

મોદીએ બાળકોને કહ્યું, થોડી વાર પહેલાં જ્યારે આપ સૌનો પરિચય થઇ રહ્યો હતો ત્યારે હું ખરેખર દંગ રહી ગયો હતો, આટલી નાની ઉંમરે જે પ્રકારે આપ સૌએ અલગ-અલગ ક્ષેત્રોમાં જે પ્રયાસ કર્યા છે, જે કામ કર્યુ છે, તે અદ્ભૂત છે. તેમણે કહ્યું કે, એક પ્રકારે આ જીવનની શરૂઆત છે. તમે મુશ્કેલ પરિસ્થિતિઓમાં સાહસ દાખવ્યું છે.

મોદીએ વધુમાં કહ્યું, તમે ઘણી નાની ઉંમરના છો પરંતુ તમે જે કામ કર્યુ છે તે કરવું તો ઠીક, તેના વિશે વિચારવામાં પણ મોટા-મોટા લોકોનો પરસેવો છૂટી જાય છે. તેમણે કહ્યું, યુવા સાથીઓના સાહસિક કાર્યો વિશે જ્યારે પણ હું સાંભળુ છું તો મને પણ પ્રેરણા મળે છે. તમારા જેવા બાળકોની અંદર છુપાયેલી પ્રતિભાને પ્રોત્સાહિત કરવા માટે આ જ રાષ્ટ્રીય પુરસ્કારોનો અવકાશ વધારવામાં આવ્યો છે.

Read Also

Related posts

ટ્રમ્પના ભારત પ્રવાસ પહેલા RSS એ મોદી સરકારને આપી સ્પષ્ટ ચેતવણી, 10 હજાર અબજનું નુકશાન થવાની શક્યતા

Nilesh Jethva

આને કહેવાય અસલી જૂગાડ, જૂની બસોને બદલી તેમાં મહિલા ટોયલેટ ઉભા કર્યા

Pravin Makwana

બોલિવૂડના દિગ્ગજ ડિરેક્ટર અમદાવાદની મુલાકાતે, રાજ્યમાં ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ બનાવવા સીએમએ કર્યો ઈશારો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!