GSTV
Home » News » PM મોદીનો મમતા પર પ્રહાર, “ તમે તો ચિત્રકાર છો, ખરાબમાં ખરાબ મારૂ પેઇન્ટીંગ બનાવો ‘દીદી’, કોઇ FIR દાખલ નહીં કરાવું”

PM મોદીનો મમતા પર પ્રહાર, “ તમે તો ચિત્રકાર છો, ખરાબમાં ખરાબ મારૂ પેઇન્ટીંગ બનાવો ‘દીદી’, કોઇ FIR દાખલ નહીં કરાવું”

પશ્ચિમ બંગાળમાં ભડકેલી રાજકીય હિંસા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે બંગાળમાં ચૂંટણી સભાઓ સંબોધી હતી. જેમાં પીએમ મોદીએ બશીરહાટ રેલી દરમિયાન મમતા દીદીને બરોબરનાં ભેખડે ભરાવ્યા. પીએમ મોદીએ કહ્યું કે, “દીદીની ધાંધીયા અને આ જનસમર્થન જોઇને હું કહી રહ્યો છું કે બંગાળની મદદથી બીજેપી આ વખતે 272નો મેજીક ફિગર પાર કરશે અને 300 કરતા વધુ સીટો મેળવશે. જેમાં બંગાળની જનતાની મહત્વની ભૂમિકા હશે. આજે આખા બંગાળમાંથી અવાજ આવી રહી છે કે દીદીની સત્તા જશે જેથી તેઓ રઘવાયા થયા છે.

પીએમ મોદીએ કહ્યું કે , “દીદી બંગાળીઓની પરંપરાને રફે દફે કરી રહી છે. તે પોતાના જ પડછાયાથી ડરેલી છે અને રઘવાયા થયા છે. કારણ કે તેને ખબર છે કે તેમનાં પગ નીચેથી જમીન ખસી ગઈ છે. આજે બંગાળથી ફક્ત એક જ અવાજ આવી રહી છે કે 2019માં જ દીદીનું પત્તુ સાફ થઈ જવાનું છે. બંગાળમાં દીદી જે રીતે ભડકેલી છે, તેનાથી એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે બંગાળ અને દેશભરમાં બીજેપી એકલા હાથે પૂર્ણ બહુમત લાવી રહી છે. દીદીનાં કલેશ જોઇને અને જનસમર્થન જોઇને હું કહી રહ્યો છું કે બંગાળની મદદથી આ વખતે 300 સીટ પાર થઈ જશે અને તેમા બંગાળની મહત્વની ભૂમિકા હશે.”

વડાપ્રધાને કહ્યું કે, “દીદીને લાગી રહ્યું હતુ કે તે અહીંનાં લોકોને દગો આપીને, ડરાવીને, ધમકાવીને રાજ કરતી રહેશે. પરંતુ જ્યાંથી રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, રવિન્દ્રનાથ ટાગોર, સુભાષ ચંદ્ર બોઝ જેવા લોકો નિકળ્યા હોય એ ધરતીનાં લોકો દીદીને સહન નહીં કરે. બંગાળનાં લોકોએ મન બનાવી લીધું છે કે દીદીને સત્તાથી બહાર કરવા છે. ” હાલમાં બંગાળમાં ભડકેલી રાજનીતિક હિંસા પર કટાક્ષ કરતા પીએમ મોદીએ કહ્યું કે, “રાજપાટ છીનવાઈ જવાના ડરથી દીદી ભડકશે નહીં તો શું કરશે. દીદીએ પોતાનું એ રૂપ દર્શાવ્યું છે, જેના ગવાહ દિલ્હીમાં બેઠેલા તેમના દરબારી પણ છે.”

ભાજપ યુવા મોરચાનાં મહિલા નેતા પ્રિયંકા શર્માની ધરપકડને લઇને પીએમ મોદીએ મમતા પર પ્રહાર કરતા કહ્યું કે, “બંગાળની બે દીકરીઓ દ્વારા પ્રશ્ન પુછાતા 4-5 વર્ષ પહેલા દીદી ગુસ્સામાં આવી ગઈ. તેનો વિડીયો આજે પણ સોશિયલ મીડિયા પર છે. દીદીને આજે ફરી એક બંગાળની દીકરી પર ગુસ્સો આવ્યો છે અને તેને જેલમાં પુરી દેવાઈ. એક ફોટા માટે આટલો ગુસ્સો? દીદી તમે તો ખુદ ચિત્રકાર છો, તમારું પેઇન્ટિંગ તો કરોડોમાં વેચાય છે. તમે ખરાબમાં ખરાબ અને ગંદામાં ગંદૂ મારુ એક ચિત્ર બનાવો અને 23 મે બાદ જ્યારે હું ફરી પ્રધાનમંત્રી બનીશ તો ત્યારે એ ચિત્રને મને ભેટ કરો, હું તેને પ્રેમથી સ્વીકારીશ. જિંદગીભર તેને મારી સાથે રાખીશ. કોઈ એફઆઈઆર નહીં દાખલ કરાવું.”

પીએમ મોદીએ કહ્યું કે, “અહીં બીજેપી નેતાઓને રેલી નથી કરવા દેવામાં આવતી, વોટ નથી નાંખવા દેવામાં આવતો. દીદી તમે બંગાળને કયા યુગમાં લઈ જઈ રહ્યા છો? આવુ જ કંઇક ત્યારે થયું હતુ જ્યારે ઇમરજન્સી બાદ ચૂંટણી હતી. તમે મારા શબ્દો લખીને રાખો કે આ લડાઈ તમે બીજેપી સામે નહીં, બંગાળની જનતા સામે શરૂ કરી છે. બંગાળની જનતા કમળનું બટન દબાવીને તમને જવાબ આપશે. આ લોકતંત્ર છે. તમે યાદ રાખો કે જે દીકરીઓને તમે જેલમાં નાંખી છે, એ છ દીકરીઓ તમને પાઠ ભણાવશે. આ ધરતી મા દુર્ગા અને મા સરસ્વતીની છે, તમે તેમનું અપમાન કર્યું છે.”

READ ALSO

Related posts

નાશીક રેલીમાં PM મોદીએ આખાબોલા નેતાઓને આડેહાથ લીધા, રામ મંદિર મુદ્દે કહી આ વાત

Riyaz Parmar

સોનિયા અને રાહુલ ગાંધીને મુંબઇની કોર્ટે નોટીસ ફટકારતા મુશ્કેલી વધી, આપ્યું હતું વિવાદીત નિવેદન

Riyaz Parmar

ચિદમ્બરમને કોર્ટે આંચકો આપ્યો, ફરી 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા કોંગ્રેસ નેતા

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!