વડાપ્રધાન મોદી આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે છે. ત્યારે તેમણે ભરૂચના નેત્રંગમાં જાહેર સભાને સંબોધન કરતા. કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે, આઝાદીના 75 વર્ષ સુધી તમારે ડૉક્ટર થવુ હોય તો અંગ્રેજીમાં ભણવું પડે, તમારે એન્જિનિયર બનવું હોય તો અંગ્રેજીમાં ભણવું પડે, તમારે શિક્ષક બનવું હોય તો અંગ્રેજીમાં ભણવું પડે, પરંતુ જ્યારથી કેન્દ્રમાં ભારતીય પાર્ટીની સરકાર બની ત્યારેથી હવે તમારે ડૉક્ટર બનવું હોય તો પણ ગુજરાતીમાં ભણી શકાય તેવી વ્યવસ્થા ભાજપે કરી છે.

પીએમ મોદીએ જનતાને કહ્યું કે તમે છો તો દેશ છે એટલા માટે આ કામ કરીએ છીએ. આ મોદીએ નક્કી કર્યું કે, પહેલાં મારા ગરીબ આદિવાસીઓનું વેક્સિનેશન થાય, આખા દેશમાં એકસાથે વેક્સિનેશનનું કામ ઉપાડ્યું. અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ભાગ્યવાન છીએ કે, આજે આટલી મોટી સંખ્યામાં અમારા બધા ઉમેદવારોને વિજયી બનાવવા માટે આપ મેદાનમાં ઉતર્યાં છો.
ભાજપના મેનીફેસ્ટો અંગે પીએમ મોદીએ કહ્યું કે એક અવાજે બધે એક જ વાત સાંભળી સંકલ્પ પત્ર એટલો બધો સ્પષ્ટ છે એટલો બધો સર્વસ્પર્શી છે કે, હવે ભાજપની સીટો પહેલાં કરતા પણ વધી જશે.

પીએમ મોદીએ કહ્યું કે ત્રણ વર્ષ થયા 80 કરોડ લોકોને મફતમાં અનાજ પહોંચાડ્યું છે. 2G, 4Gમાંથી બહાર નીકળ્યા અને 5Gમાં પહોંચી ગયા. 4G એટલે સાયકલ અને 5G એટલે વિમાન. નરેન્દ્ર, ભૂપેન્દ્રની આ સરકાર ખડેપગે તમારી સેવામાં છે.દેશના સર્વોચ્ચ સ્થાન પર આદિવાસી દીકરી બેઠી હોય એટલે મારા આદિવાસીઓના કલ્યાણ માટેના બધા રસ્તા ખુલી જતા હોય છે.
READ ALSO
- ભારતે છેલ્લા પાંચ નાણાકીય વર્ષમાં આટલા કરોડના સૈન્ય ઉપકરણોની કરી આયાત
- ચિલીના જંગલોમાં લાગી ભીષણ આગ, આગ પર કાબુ મેળવવા 63 એરક્રાફ્ટનો કાફલો તૈનાત, 13 લોકોના મોત
- હિટલર પર વિજયની 80મી જયંતિની ઉજવણી વચ્ચે પુતિન ન્યુક્લિયર સૂટકેસ સાથે દેખાતા અનેક અટકળો
- Adani row/ વીમા પોલીસી ધારકોને ધ્રાસકો, હવે LIC પોલીસી ધારકોના રૂ.૫૫.૦૫૦ કરોડ ધોવાઇ ગયા
- Assamમાં કિશોરી સાથે પરણનારા સામે પોક્સો : 2 હજારની ધરપકડ