GSTV
Budget 2020 India News News Budget ટોપ સ્ટોરી

બજેટ સત્ર : સર્વદળીય બેઠકમાં બોલ્યા PM મોદી, સરકાર દરેક મુદ્દા પર કરશે ચર્ચા

સંસદનાં બજેટ સત્ર પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરૂવારે સર્વદળીય બેઠકમાં કહ્યુકે, સરકાર વિપક્ષનાં મંતવ્યો સાંભળવા અને તેના દરેક મુદ્દાઓ ઉપર ચર્ચા કરવા માટે તૈયાર છે. સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ સંવાદદાતાઓને આ જાણકારી આપી હતી. શુક્રવારથી સંસદનું બજેટ સત્ર શરૂ થઈ રહ્યુ છે. અને તેમાં વિપક્ષ નાગરિકતા સંશોધન કાયદા પર હંગામો કરી શકે છે.

દરેક મુદ્દાઓ ઉપર થાય સાર્થક ચર્ચા: PM મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ, દેશની આર્થિક સ્થિતી ઉપર ચર્ચાનો પ્રસ્તાવ આવ્યો છે. હું તેનું સ્વાગત કરું છું, અને તમારા બધા દ્વારા પ્રસ્તાવિત દરેક આર્થિક મુદ્દાઓ ઉપર ચર્ચાની જરૂર છે. સરકાર દરેક મુદ્દાઓ ઉપર સાર્થક અને સમૃદ્ધ વિમર્શ ઈચ્છે છે. સંસદીય કાર્ય મંત્રી પ્રહ્લાદ જોશીએ સંવાદદાતાઓને કહ્યુ, પ્રધાનમંત્રી મોદીએ સર્વદળીય બેઠકમાં જણાવ્યુકે, સરકાર વિપક્ષનું મંતવ્ય સાંભળવા અને દરેક મુદ્દાઓ ઉપર ચર્ચા કરવા માટે તૈયાર છે.

1 ફેબ્રુઆરીએ રજૂ કરાશે બજેટ

1 ફેબ્રુઆરીએ 2020-21 બજેટ રજૂ કરવામાં આવશે. બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થઈને 11 ફેબ્રુઆરી સુધી ચાલશે. સત્રની શરૂઆત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનાં સંબોધનની સાથે થશે અને 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ વર્ષ 2020-21નું સામાન્ય બજેટ રજૂ કરશે.

આ દળો રહ્યા બેઠકમાં સામેલ

ગુરુવારે સરકારે બોલાવેલી સર્વપક્ષીય બેઠકમાં કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, ડીએમકે, ડાબેરી પક્ષો વગેરેએ ભાગ લીધો હતો. આ બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશી જેવા વરિષ્ઠમંત્રીઓ પણ હાજર હતા.

વિપક્ષનાં વલણમાં કોઈ નરમી નહી

બેઠક બાદ રાજ્યસભાના વિપક્ષી નેતા ગુલામ નબી આઝાદે પત્રકારોને કહ્યું કે સીએએ વિરુદ્ધ દેખાવો અંગે સરકારના વલણમાં તેમનું ઘમંડ જોવા મળે છે. તેમણે પ્રદર્શનકારીઓનો સંપર્ક કરવાનો કોઈ પ્રયાસ કર્યો ન હતો. તેમણે કહ્યું કે છેલ્લા સવા મહિનાથી દેશની અડધી વસ્તી રસ્તાઓ પર છે, પરંતુ સરકાર તેમને દેશના નાગરિક તરીકે માનતી નથી. નોંધનીય છે કે વિપક્ષ દેશભરમાં થઈ રહેલાં નાગરિકત્વ કાયદા અંગેનાં પ્રદર્શનોને લઈને સંસદમાં હંગામો મચાવવાનો મૂડ ઉભો કરી રહ્યો છે.

READ ALSO

Related posts

સુરત / કડોદરા ચાર રસ્તા પરથી સબસિડીવાળું યુરિયા ભરેલી ટ્રક પકડાઈ, 10 લાખનો મુદ્દામલ જપ્ત

Nakulsinh Gohil

અમદાવાદ /  11.82 લાખના ડ્રગ્સ સાથે બે ભાઈઓ સહિત ત્રણની ધરપકડ

Nakulsinh Gohil

દુનિયાના આ દેશોને થાય છે અઢળક આવક, લોકોએ એક પણ રુપિયાનો ભરવો પડતો નથી ટેકસ

GSTV Web Desk
GSTV