GSTV

કોરોના મામલે પીએમ મોદીની સમીક્ષા બેઠક થઈ પૂર્ણ, દર્દીઓની સારવારમાં MBBS વિદ્યાર્થીઓને કરી શકાય છે તૈનાત

Last Updated on May 2, 2021 by pratik shah

પ્રધાનમંત્રી મોદીએ આજે વીડિયો કોન્ફોરન્સ દ્વારા વિશેષજ્ઞોની સાથે ઓક્સીજન અને દવાઓની ઉપલબ્ધીની સમીક્ષા યોજી હતી. સૂત્રોના પાસેથી જાણકારી મળી હતી કે પીએમ મોદીની આ બેઠકમાં ઘણા મોટા નિર્ણયો લે તેવી સંભાવના છે. કોરોના ડ્યુટીમાં એમબીબીએસ અને નર્સિંગ વિદ્યાર્થીનીઓના અંતિમ વર્ષની સેવાઓનો ઉપયોગ કરવાનું પણ શામિલ થઈ શકે છે.બીજી તરફ કોરોના ડ્યુટી કરવાવાળા મેડિકલ સ્ટાફની સાથે સરકારી ભર્તીમાં નાણાંકીય પ્રોત્સાહન પણ આપવામાં આવશે.

આ બેઠકમાં ઘણા મોટા નિર્ણયો લે તેવી સંભાવના

નાણાંકીય પ્રોત્સાહન પણ આપવામાં આવશે

આ બેઠકમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના અને કોવિડ ડ્યુટીમાં શામેલ કરવા માટે મેડિકલ અને નર્સિંગ પાઠ્યક્રમોના પાસ-આઉટને પ્રોત્સાહિત કરવા માટે ઘણા પગલાં લેવામાં આવ્યા છે. જેનું વિવરણ કાલે સામે આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ આ નિર્ણયોમાં એનઈઈટીમાં મોડું કરનારા અને પાસ-આઉટનું ભણવાનું પ્રોત્સાહિત કરવાનું શામેલ થઈ શકે છે. જેથી કરીને કોવિડ ડ્યુટીમાં શામેલ થઈ શકે છે.

ભયંકર મહામારીથી ઝઝૂમી રહ્યો છે દેશ

પીએમએ આ બેઠક એવા સમયમાં કરી છે કે જ્યારે દેશના ઘણા ભાગોમાં કોવિડના મામલાઓમાં ઝડપથી વધારો થઈ રહ્યોછે. રવિવારે એક દિવસમાં 3 લાખ 92 હજાર 488 નવા કેસો સામે આવ્યા છે, અને આ સાથે જ દેશમાં ઘાતક વાયરસના સંક્રમણના કુલ મામલાઓ 1 કરોડ 95 લાખ 57 હજાર 457 થયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 3689 લોકોના મોત નિપજ્યા છે.

Related posts

Big News: આ શહેરમાં વહેલી સવારે ધરા ધ્રુજી, 4.0ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા

Bansari

ચોમાસું / આગામી 24 કલાકમાં રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓને મેઘો ધમરોળશે

Dhruv Brahmbhatt

રાજકારણ/ હેમંત સોરેન સરકારને ઉથલાવવા માટે થઇ હતી આ મોટી ઓફર: કોંગ્રેસના ધારાસભ્યનો આરોપ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!