વડાપ્રધાન મોદી દ્વારા આજે અયોધ્યાના વિઝન ડોક્યુમેન્ટની સમીક્ષા બેઠકનું આયોજન કરાયું હતું. આ બેઠકમાં અયોધ્યાના વિકાસ કાર્યોનું વિઝન ડોક્યુમેન્ટ વડાપ્રધાન સમક્ષ રજૂ કરવામા આવ્યું અને આ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામા આવી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, બંને નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને દિનેશ શર્મા સહિત ટોચના ઘણાના અધિકારીઓ પણ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી બેઠકમાં સામેલ થયા હતા.

આ બેઠકમાં આવાસ વિકાસના પ્રમુખ સચિવે અયોધ્યાનું વિઝન ડોક્યુમેન્ટ રજૂ કર્યું હતું. તેમાં અત્યાર સુધીમાં વિકાસના કેટલા કાર્ય પૂર્ણ થયા છે અને ભવિષ્યમાં કયા કામો થવાના છે તે દર્શાવવામાં આવ્યું હતું. બેઠક દરમિયાન અયોધ્યાના બ્યૂટીફિકેશન અંગે વિસ્તારથી ચર્ચા કરવામા આવી હતી.

આ સાથે જ અયોધ્યામાં બની રહેલી ભગવાન રામની પ્રતિમા મુદ્દે પણ ચર્ચા કરવામા આવી હતી. ડેવલ્પમેન્ટ ઓથોરિટીએ અયોધ્યા માટે 20 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ તૈયાર કર્યા છે. આ પ્રોજેક્ટ્સ મુદ્દે વડાપ્રધાને અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. વડાપ્રધાને આ પ્રોજેક્ટ્સના ડિજીટલ મોડેલ્સ પણ જોયા હતા.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- પાકિસ્તાન પર ચીનનું લગભગ 1.5 બિલિયન ડૉલરનું દેવું, ચીન આપી ખુલ્લી ધમકી
- માગશર અમાસે કરો આ કામ, માતા લક્ષ્મી વરસાવશે કૃપા
- મૂળાંક 5ની ખાસિયતો જાણીને તમને આશ્ચર્ય થશે, 5, 14 કે 23 તારીખે જન્મેલા લોકો હોય છે ખૂબ જ બુદ્ધિશાળી
- અમદાવાદમાં NCDCની રાષ્ટ્રીય કક્ષાની મિટિંગ યોજાઈ, દલિત ખ્રિસ્તીઓને SC સ્ટેટસ અપાવવા લડે છે લડત
- ભારત – સાઉથ આફ્રિકાની પ્રથમ ટી-20 મેચ વરસાદમાં ધોવાઈ