GSTV
Cricket Cricket World Cup 2023 Sports Trending

PHOTO: ફાઈનલમાં હાર બાદ ભારતીય ખેલાડીઓને મળ્યા પીએમ મોદી, ડ્રેસિંગ રૂમમાં ખેલાડીઓનું મનોબળ વધાર્યું

ગઈકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ODI World Cup 2023ની ફાઈનલ મેચ રમાઈ હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયા ભારતને 6 વિકેટથી હરાવી છટ્ઠી વખત ચેમ્પિયન બન્યું હતું. આ હાર બાદ રોહિત શર્મા, વિરાટ કોહલી અને મોહમ્મદ સિરાજ સહિત ટીમના તમામ ખેલાડીઓ ભાવુક થયા હતા. ઓસ્ટ્રેલિયા સામે હાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડ્રેસિંગરૂમમાં ભારતીય ક્રિકેટરો સાથે મુલાકાત કરી તેમનું મનોબળ વધાર્યું હતું. આ મુલાકાતની કેટલીક તસવીરો સામે આવી છે.

રવિન્દ્ર જાડેજાએ શેર કરી વડાપ્રધાન સાથે તસવીર

ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પીએમ સાથે ડ્રેસિંગરૂમની તસવીર શેર કરી છે. તસવીર શેર કરતા જાડેજાએ લખ્યું, ‘અમારી ટૂર્નામેન્ટ ઘણી સારી હતી, પરંતુ અમે ફાઇનલમાં હારી ગયા. આપણે બધા દુઃખી છીએ, પરંતુ આપણા દેશના લોકોનો સપોર્ટ અમને આગળ લઈ જઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડ્રેસિંગરૂમમાં પહોંચ્યા હતા. તેમની મુલાકાત ખાસ અને ખૂબ જ પ્રેરણાદાયી હતી.’

ઘણાં બોલીવૂડ સેલેબ્સ પહોંચ્યા હતા સ્ટેડિયમ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદમાં રમાયેલી ODI World Cup 2023ની ફાઈનલ મેચ જોવા માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મોટી-મોટી હસ્તીઓ આવી હતી. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ બીજી ઇનિંગ દરમિયાન સ્ટેડિયમમાં દેખાયા હતા. પીએમ સાથે ગૃહમંત્રી અમિત શાહ પણ જોવા મળ્યા હતા. ફાઈનલ મેચ જોવા માટે શાહરૂખ ખાન, ગૌરી ખાન, આશા ભોસલે, અનુષ્કા શર્મા, અથિયા શેટ્ટી, દીપિકા પાદુકોણ જેવા બોલીવૂડ સેલેબ્સ પણ સ્ટેડિયમ પહોંચ્યા હતા.

ગુજરાત સહિત દેશ-વિદેશના સમાચારો તેમજ બિઝનેસ, જ્યોતિષ, એન્ટરટેઇન્મેન્ટ સહિતના લેટેસ્ટ સમાચાર મેળવવા માટે GSTVના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ  https://chat.whatsapp.com/IdVGH0pgIP08AeIj0cd0NA 
GSTVની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો : https://play.google.com/store/apps/details?id=com.tops.gstvapps&hl=en&gl=US&pli=1

READ ALSO

Related posts

Solar Highway / દેશના આ રાજ્યમાં બની રહ્યો છે પહેલો સોલર એક્સપ્રેસ વે, જાણો શું છે ખાસ વાત

Nelson Parmar

India Vs South Africa Series: ભારતીય ટીમના પ્રવાસથી ક્રિકેટ સાઉથ આફ્રિકા થશે માલામાલ

Hardik Hingu

તેલંગાણાના નવા સીએમ રેવંત રેડ્ડી KCRને મળવા હોસ્પિટલ પહોંચ્યા

Rajat Sultan
GSTV