GSTV

ભાજપના નેતાઓ ખુશખુશ પણ શું કંગનાને મળવા મોદી રાજી છે કે નહીં, આ રહ્યો જવાબ

કંગના રાણાવતે શિવસેના સામે મોરચો માંડયા પછી એ ભાજપમાં જોડાશે એવી અટકળો ચાલી રહી છે. આ અટકળો વચ્ચે કંગના આવતા અઠવાડિયે દિલ્હી જાય તેવી શક્યતા છે. દિલ્હીમાં કંગનાની ઈચ્છા નરેન્દ્ર મોદીને મળીને પોતાની સાથે થયેલા કહેવાતા અન્યાય અંગે રજૂઆત કરવાની છે પણ મોદી હાલમાં કંગનાને મળવા માટે બહુ ઈચ્છુક નથી. કંગનાએ સત્તાવાર રીતે મોદીને મળવા માટે સમય નથી માંગ્યો પણ રાજકીય ચેનલ દ્વારા મોદીને મળવાની ઈચ્છા વ્યક્ત કરી છે. મોદી હા પાડે તો કંગના સત્તાવાર રીતે એપોઈન્ટમેન્ટ લઈને તેમને મળવા આતુર છે.

અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut) અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચે ચાલી રહેલ વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે. કંગનાએ મુંબઈ એરપોર્ટ પરથી ટ્વીટ કરીને જણાવ્યું કે, તે ભારે મનથી પરત જઈ રહી છે. ચંદીગઢ પહોંચીને કંગનાએ સંજય રાઉત અને સોનિયા ગાંધી પર નિશાન સાધ્યુ છે. સાથે પોતે સુરક્ષિત હોવાની સૂચના ફેન્સ સાથે શેર કરી છે. તેણે નવુ ટ્વીટ કરીને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે પર નિશાન સાધ્યું છે.

કંગના રનૌત 9 સપ્ટેમ્બરે મુંબઈ પહોંચી હતી. તે મુંબઈ પહોંચે તે પહેલા બીએમસીએ તેની ઓફિસમાં તોડફોડ કરી હતી. તેનાથી કંગના ખુબ રોષે ભરાઇ હતી. કંગનાએ રવિવારે સાંજે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી સાથે મુલાકાત કરી હતી. તેમણે રાજ્યપાલ સામે પોતાનો પક્ષ રાખ્યો હતો. હાલમાં કંગનાને મળવા ઘણા નેતાઓ રાજી છે પણ તે મોદીને મળવા માગે છે. ભાજપના નેતાઓ હવે કંગાને વ્હારે આવવા લાગ્યા છે. ભાજપ સમર્થનમાં આવી ગયું હોય તેમ કંગનાનો બચાવ થઈ રહ્યો છે. આગામી દિવસોમાં કંગના ભાજપમાં જોડાય તેવી પણ ચર્ચાઓ થવા લાગી છે.

READ ALSO

Related posts

ગંગા જળ હરાવશે કોરોનાને: અઠવાડીયામાં શરૂ થશે ટ્રાયલ, ગંગાજળમાં સ્નાન કરનારા લોકોથી કોરોના રહે છે દૂર

Pravin Makwana

પોળો જંગલ નિહાળવા કલેક્ટરે 20 જેટલી બસ મુકવાનો નિર્ણય લેતા લાગ્યો ધારા 144 ભંગ કરવાનો આરોપ

Nilesh Jethva

ઊંઝા માર્કેટયાર્ડ સેસ કૌભાંડ : દિનેશ પટેલ અને ધારાસભ્ય આશાબેન પટેલ સામે આંગળી ચિંધાઈ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!