GSTV

રાહુલ ગાંધીએ ઉગામેલા ડંડા સામે મોદીએ ટ્યૂબલાઈટ ચાલુ કરી, સંસદમાં થયો હોબાળો

લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રગટ કરતા વડાપ્રધાન મોદી અને રાહુલ ગાંધી આમને સામને આવી ગયા હતા. વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં રાહુલ ગાંધી પર દરેક મુદ્દે પ્રહારો કર્યા હતા. સાથે જ ગત રોજ રાહુલ ગાંધીએ આપેલા ડંડાવાળા નિવેદન પર બરાબરના પ્રહારો કર્યા હતા. અહીં સુધી કે, વડાપ્રધાન મોદીએ નામ લીધા વગર જ રાહુલ ગાંધીને ટ્યૂબલાઈટ કહી દીધા હતા.

મજબૂત કરી લઈશ પીઠ…

વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા કહ્યું કે, મેં કાલે કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાને સાંભળ્યો, તેમણે જાહેરાત કરી છે કે, તેઓ મને 6 મહિનામાં ડંડો મારશે. જો કે, એ વાત અઘરી છે, અને તેની તૈયારી માટે થોડો સમય પણ લાગે છે. મેં પણ 6 મહિનામાં નક્કી કર્યું છે કે, રોજ સૂર્ય નમસ્કારની સંખ્યા વધારી દઈશ, જેથી અત્યાર સુધી લગભગ 20 વર્ષથી આવી ગંદી ગાળો સાંભળી રહ્યો છું, તેને ગાળોનું પ્રુફ બનાવી લઉં. એટલા માટે 6 મહિનામાં એવું પ્રુફ બનાવી લઈશ કે, મારી પીઠને ડંડા ખાવાની આદત પડી જાય. હું તેમનો આભારી છું, જેથી મને 6 મહિનાના સમય મળશે અને હું મારી કસરત વધારી દઈશ.

વડાપ્રધાન મોદીના આ પ્રકારના જવાબથી રાહુલ ગાંધી પોતાની સીટ પરથી ઊભા થઈ બોલ્યા તો, વળી વડાપ્રધાન મોદીએ તેમના પર કટાક્ષ કરતા કહ્યું કે, હું 40 મિનીટથી બોલી રહ્યો છું, પણ કરંટ અત્યારે પહોંચ્યો છે, ટ્યૂબલાઈટનું પણ આવું જ થાય છે. ત્યાર બાદ રાહુલ ગાંધી પણ ધીમે ધીમે કંઈક બોલી રહ્યા હતા.

શું હતું રાહુલ ગાંધીનું નિવેદન

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દિલ્હીના હૌજ રાનીમાં એક જાહેરસભામાં સંબોધન કરતા જણાવ્યું હતું કે, આ જે નરેન્દ્ર મોદી ભાષણ આપી રહ્યા છે, તે 6 મહિના પછી ઘરની બહાર નહીં નિકળે. હિન્દુસ્તાનના યુવાનો એવા ડંડા મારશે, યુવાનો સમજાવી દેશે કે, રોજગાર આપ્યા વગર આપણે આગળ નહીં વધી શકીએ.

READ ALSO

Related posts

Telegram એપથી વીડિયો અને વોયલ કોલ કરવા માગો છો? તો અહીંયા જાણો સરળ ટ્રીક

Ankita Trada

Flipkart Big Saving Days: આજે જ ઉઠાવો આ ડિસ્કાઉન્ટ ઑફરનો ફાયદો, iPhone 11 મળશે માત્ર….

Mansi Patel

Jio ના લોગો સાથે લોટ વેચી રહી હતી આ કંપની, ટ્રેડમાર્કના દુરુપયોગ મામલે થઈ 4 ની ધરપકડ

Ali Asgar Devjani
Do NOT follow this link or you will be banned from the site!