GSTV

યુપી / વડાપ્રધાન મોદીએ એશિયાના સૌથી મોટા એરપોર્ટનો કર્યો શિલાન્યા, જાણો શું છે ખાસિયતો

એરપોર્ટ

Last Updated on November 25, 2021 by Zainul Ansari

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગ્રેટર નોઈડાના જેવરમાં એશિયાના સૌથી મોટા એરપોર્ટનો શિલાન્યાસ કર્યો. અગાઉ તેમણે જેવર એરપોર્ટનું મોડેલ અને ઓડિયો-વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન જોયું હતું. સીએમ યોગી આદિત્યનાથ પણ સ્થળ પર હાજર રહ્યા. સવારથી જ સ્થળ પર રંગારંગ કાર્યક્રમો ચાલી રહ્યા હતા.

એરપોર્ટ

રાજધાની દિલ્હીને અડીને આવેલા યુપીના ગૌતમ બુધ નગરના જેવર ખાતે નિર્માણ થનારા નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટના પ્રથમ તબક્કાનું કામ શિલાન્યાસના 1095 દિવસમાં પૂર્ણ થઈ જશે. ઉપરાંત સંચાલન 29 સપ્ટેમ્બર 2024થી શરૂ થશે. સરકારે તેના માટે લક્ષ્ય નક્કી કર્યું છે.

એરપોર્ટ માટે આશરે 6,200 હેક્ટર જમીનમાંથી 1334 હેક્ટર જમીન પ્રથમ તબક્કાના બાંધકામ માટે સંપાદિત કરવામાં આવી છે. તમામ મંજૂરીઓ મળી ગઈ છે. મેન્યુફેક્ચરિંગ કંપની ઝ્યૂરિખ એરપોર્ટ ઇન્ટરનેશનલ એજીના ભારતીય યુનિટે સંપૂર્ણ બાંધકામ યોજના તૈયાર કરી છે.

છ રનવે ધરાવતા એરપોર્ટની પ્રારંભિક પેસેન્જર વહન ક્ષમતા વાર્ષિક 20 લાખ મુસાફરો અને કાર્ગો ક્ષમતા વાર્ષિક 20 લાખ ટન હોવાની અપેક્ષા છે. બાદમાં એરપોર્ટના તમામ તબક્કાઓ પૂર્ણ થાય ત્યાં સુધી તે અનુક્રમે 7 કરોડ મુસાફરો અને 8 કરોડ ટન વહન કરે તેવી અપેક્ષા છે. નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટના પ્રથમ તબક્કાના નિર્માણ માટે 4,588 કરોડ રૂપિયાનો ખર્ચ થશે, જેનો ખર્ચ રોકાણકાર કંપની કરશે, જ્યારે જમીન સંપાદનનો ખર્ચ 4,326 કરોડ આવ્યો છે, જે ઉત્તર પ્રદેશ સરકાર ઉઠાવી રહી છે. આમ પ્રથમ તબક્કાનો કુલ ખર્ચ 8,914 કરોડ રૂપિયા થશે.

Read Also

Related posts

NEET PG કાઉન્સેલિંગ મોકૂફ રાખવા બદલ અમદાવાદના તબીબોમાં નારાજગી, રાજ્યભરમાં કરશે જોરદાર વિરોધ

Pravin Makwana

Health/ શિયાળામાં સ્વાસ્થ્ય માટે વરદાન છે શક્કરિયા, દરરોજ ખાવાથી થશે આ 7 અદ્ભુત ફાયદા

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!