GSTV
Home » News » “મા-માટી-મોદી”, નરેન્દ્ર મોદીએ માતા હિરાબાનાં આશીર્વાદ લીધા

“મા-માટી-મોદી”, નરેન્દ્ર મોદીએ માતા હિરાબાનાં આશીર્વાદ લીધા

BJP સંસદિય દળના નેતા અને પદનામિત વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે પણ ગુજરાત મુલાકાતે આવે ત્યારે તેઓ ગાંધીનગરમાં માતા હીરાબાના આશીર્વાદ અચૂક લે છે. નરેન્દ્ર મોદી તેમની માતા સાથે બહુ રહ્યા જ નથી. પરંતુ જ્યારે પણ તેઓ તેમના માતાના આશીર્વાદ લેવા આવે છે ત્યારે માતા-પુત્રના વ્હાલના દ્રશ્યો સૌ કોઈને ભાવુક કરે છે.  દેશ-દુનિયામાં જે વ્યક્તિ અસામાન્ય છે તે જ્યારે માતાને મળે છે ત્યારે બિલકુલ સામાન્ય વ્યક્તિ બની જાય છે. બીજી વખત લોકસભા ચૂંટણીમાં વિજય મેળવ્યા પછી પદનામિત પીએમ નરેન્દ્ર મોદી આજે પહેલી વખત ગુજરાત પધાર્યા છે. શપથ પહેલાની ગુજરાત મુલાકાતમાં મોદી પોતાનાં માતા હિરાબાનાં આશીર્વાદ લેવા ગાંધીનગર આવ્યા છે.

માતા સાથેનો પ્રેમ દુનિયામાં સૌથી શ્રેષ્ઠ છે. અનેક લોકો માતાને પ્રેમને વિશેષ માનતા હોય છે. પદનામિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાત કરીએ તો તેમનો પણ તેમની માતા પ્રત્યેનો પ્રેમ પણ કંઈક વિશેષ છે. એક એવો વ્યક્તિ કે જેની કોઈએ ઓળખ આપવાની જરૂર નથી. દુનિયાભરના લોકોના કાને નરેન્દ્ર મોદી નામ પડે એટલે એ સમજી જાય કે ભારતના વડાપ્રધાન. દુનિયાભરના લોકોનો નરેન્દ્ર મોદીને જે પ્રેમ મળે છે તે એક બાજુ પણ માતાનો જે પ્રેમ મળે છે તેની તોલે કંઈ જ નથી.  કહેવાય છે ને કે મા એ મા બીજા વગડાના વા. નરેન્દ્ર મોદી 69 વર્ષના થયા છતાં આ મા-દીકરાનો વ્હાલ જોઈને સૌ કોઈ ભાવુક જરૂર થાય.

નરેન્દ્ર મોદીને હિરાબા પોતાનાં હાથે જમાડે

નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાન હતા ત્યારે ઘણી વખત અચાનક જ માતાને મળવા પહોંચી જતા હતા. વડાપ્રધાન બન્યા બાદ પણ તેઓ જ્યારે પણ ગુજરાત આવે અને તેમાંય અમદાવાદ કે ગાંધીનગરમાં હોય ત્યારે તેઓ હીરાબાના આશીર્વાદ લેવા અચૂક જાય છે હીરાબા પુત્રના ગાલે માથે વ્હાલથી હાથ ફેરવીને બે-પાંચ ઘડી મમતાભરી વાતો કરે છે. હીરાબા પોતાના હાથે પુત્રને ખવડાવે છે. આશીર્વાદ રૂપે 101 કે 501 રૂપિયા આપે છે. ગીતા, ચૂંદડી જેવી વસ્તુઓની ભેટ આપે છે.. ત્યારે આ એવા દ્રશ્યો સર્જાય છે કે લાગે નહીં કે આ દેશના વડાપ્રધાન અને વિશ્વમાં ભારતનો ડંકો વગાડ્યો તે વિભૂતી છે. માતાને મળવા જવાનું હોય ત્યારે નરેન્દ્ર મોદી એકલા જ જાય છે. કોઈ દેખાડો નહીં કે કોઈ એવી મોટી સિક્યોરિટી નહીં. 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ દિલ્હી પીએમ નિવાસસ્થાનમાં રહે છે. થોડા દિવસ માટે હીરાબા અહીં રહેવા આવ્યા હતા. ત્યારે પીએમ મોદીએ પોતે તેમને નિવાસ સ્થાનમાં સેર કરાવી હતી.

મોદી માતા હિરાબાનાં રોજ ખબરઅંતર પુછે

90 વર્ષથી પણ વધુ ઉંમર વટાવી ચૂકેલા હીરાબા છેલ્લા ઘણા સમયથી અશક્ત રહે છે. તેઓ ગાંધીનગરમાં તેમના નાના પુત્ર પંકજભાઈ મોદી સાથે રહે છે. નરેન્દ્ર મોદી દોઢ દાયકાથી વધારે સમય સુધી ગુજરાતના મુખ્યપ્રધાન રહ્યા હતા. 2014 બાદથી તેઓ દિલ્હી છે. મોદી ગુજરાતમાં હતા અને પાંચ વર્ષથી દિલ્હીમાં છે. હીરાબા ક્યારેય તેમની સાથે રહ્યા નથી. પરંતુ નરેન્દ્ર મોદી અતિ વ્યસ્ત સમયમાં પણ મોટાભાગે દરરોજ માતા હીરાબાના ખબર અંતર પૂછવાનું ચુકતા નથી. 

READ ALSO

Related posts

મીસ ઈંડિયા 2019નો તાજ જીતનાર સુમન રાવનો આવો છે પરિવાર, જાણો

Kaushik Bavishi

માન્ચેસ્ટરમાં ધીમી ધારે વરસાદ પડ્યો, ટોસ મોડો થવાની શક્યતા

Mayur

પાકિસ્તાને ભારતને આપી માહિતી, થઈ શકે છે મોટો આતંકી હુમલો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!