GSTV
Home » News » CAA પર પીએમ મોદીની પહેલી પ્રતિક્રિયા, કપડા પરથી ખ્યાલ આવી જાય છે કે આગ કોણ ફેલાવે છે

CAA પર પીએમ મોદીની પહેલી પ્રતિક્રિયા, કપડા પરથી ખ્યાલ આવી જાય છે કે આગ કોણ ફેલાવે છે

ઝારખંડના દુમકામાં વડાપ્રધાન મોદીએ નાગરિકતા કાયદા વિરૂદ્ધ થઈ રહેલા પ્રદર્શનો વિરૂદ્ધ પહેલી વખત નિવેદન આપ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસે ભાજપનો વિરોધ કરતા કરતા અનેક સીમાઓનું ઉલ્લંઘન કર્યુ છે. પીએમએ કહ્યું કે તેમની વાત કોઈ સાંભળતુ નથી તો તેઓ હિંસાનો માર્ગ અપનાવે છે. અને આ આગ કોણ ફેલાવે છે તે તેમના કપડાં પરથી જ ખ્યાલ આવી જાય છે.

દેશ તમારી કરતૂતો જોઈ રહ્યાં છે

પીએમએ કહ્યું કે કોંગ્રેસ અને તેમના સાથે જેઓ અમારો વિરોધ કરે છે તે સમજે કે દેશ તમારી કરતૂતો જોઈ રહ્યાં છે. દેશનો વિશ્વાસ મજબૂત થઈ રહ્યો છે કે મોદીએ, દેશની સંસદ, ભારત સરકારે નાગરિકતા કાયદો બનાવીને દેશને બચાવી લીધો છે. પીએમ મોદીએ આસામ અને પૂર્વોત્તરના લોકોની પ્રશંસા કરી અને કહ્યું કે હિંસા કરવાની ઈચ્છા ધરાવનારાઓને અલગ કરી દીધા છે.

આ વિસ્તારમાં 20 ડિસેમ્બર મતદાન થશે

દેશનું માન સન્માન વધે એવો વ્યવહાર આસામ અને પૂર્વોત્તરના લોકો કરી રહ્યાં છે. આ વિસ્તારમાં 20 ડિસેમ્બર મતદાન થશે. સંથાલ પરગાના આ વિસ્તાર ઝારખંડ મુક્તિ મોર્ચાનો ગઢ માનવામા આવે છે. અને તેથી જ ભાજપ આ વિસ્તારમાં વધુ જોર લગાવી રહ્યાં છે. જનસભાને સંબોધતા વડાપ્રધાને વધુમાં કહ્યું કે જેએમએમ અને કોંગ્રેસની પાસે ઝારખંડના વિકાસ માટે કોઈ રોડમેપ નથી કે રાજ્યના વિકાસ કરવાનો કોઈ ઈરાદો.

READ ALSO

Related posts

અમિત શાહના રાજીનામા માટે સોનિયા ગાંધી થયા આક્રમક, આજે રાષ્ટ્રપતિને મળવા પહોંચ્યા

Karan

વીસ મિનિટની બેઠકે ભાજપના નેતાઓનું બ્લડ પ્રેશર વધારી દીધું , હવે લીધો આ નિર્ણય

Karan

પીએમ મોદી રાજધર્મનું પાલન કરે, દેશને વાજપેયી યાદ આવ્યા : મનમોહને આ ઘટનાને ગણાવી રાષ્ટ્રીય શરમ

Karan
Do NOT follow this link or you will be banned from the site!