GSTV
Home » News » આ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાકિસ્તાની બહેન, છેલ્લા 24 વર્ષથી બાંધે છે રાખડી

આ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાકિસ્તાની બહેન, છેલ્લા 24 વર્ષથી બાંધે છે રાખડી

રક્ષાબંધન ભાઇ અને બહેનના પ્રેમનું પ્રતીક છે. આ તહેવારની તમામ ભાઇ-બહેનો આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. દેશના વડાપ્રધાન નરેદ્ર મોદીને પણ મહિલાઓથી લઇને શાળાની બાળકીઓ રાખડી મોકલે છે. પરંતુ હવે અમે તમને જણાવવા જઇ રહ્યાં છે તે ચોક્કસપણે તમારા હ્રદયને સ્પર્શી જશે. પાકિસ્તાનની એક મહિલા જેનું નામ કમર મોહસિન શેખ છે તે આશરે 24 વર્ષોથી રાખડી બાંધતી આવે છે.

કોણ છે કમર મોહસિન શેખ

કમર મોહસિન શેખ મૂળ પાકિસ્તાની છે. લગ્ન બાદ તે ભારત આવી ગયાં હતા. ત્યારથી જ તે ભારતમાં રહે છે. હાલ તે અમદાવાદમાં રહે છે. તેમના પતિ પેઇન્ટર છે.

કેવી રીતે થઇ પીએમ મોદી અને મોહસિનની મુલાકાત

મોહસિન અને પીએમ મોદીની મુલાકાત તે સમયે તઇ હતી જ્યારે તેઓ આરએસએસ સાથે જોડાયેલા હતા. હકીકતમાં એકવાર મોહસિન પોતાના પતિ સાથે દિલ્હી કોઇ કામથી ગયા હતા. ત્યારે રક્ષાબંધનનો દિવસ હતો. ત્યારે તેમણે પીએમ મોદીને રાખડી બંધાવાનો આગ્રહ કર્યો. પીએમ મોદી પણ રાખડી બંધાવા માટે તૈયાર થઇ ગયાં અને ત્યારથી મોહસિન તેમને રાખડી બાંધે છે.

2017માં પીએમ મોદીએ પોતે ફોન કરીને મોહસિનને બોલાવ્યાં

વર્ષ 2017માં મોહસિનને લાગ્યું કે કદાચ પીએમ કામમાં વ્યસ્ત છે તેથી તેમણે નિર્ણય કર્યો કે આ વખતે તેઓ પીએમ મોદીને રાખડી નહી બાંધે. પરંતુ પીએમ મોદીએ પોતે જ બે દિવસ પહેલાં તેમને ફોન કરીને આવવા કહ્યુ. મોહસિને કહ્યું કે તે ફોન આવ્યાં બાદ ખુશ થઇ ગયાં હતાં.

મોહસિને એકવાર કહ્યું કે તેમણે પીએમ મોદીને કહ્યું હતું કે તે પીએમ મોદી પાસેથી ભેટમાં શું ઇચ્છે છે તો તેમણે જવાબ આપ્યો કે તે ફક્ત તેમનો આશિર્વાદ ઇચ્છે છે. તેમનો આશિર્વાદ તેના માટે બધુ જ છે.

Read Also

Related posts

માત્ર થોડા હજારમાં ફરી શકો છો આખુ અઠવાડિયું યૂરોપમાં, આ રીતે કરો પ્લાનિંગ

NIsha Patel

PM મોદી-અમિત શાહ સહિત આ નેતાઓએ અરૂણ જેટલીના નિધન પર વ્યક્ત કર્યો શોક

Arohi

જેટલીએ લીધા હતા નોટબંધી, GSTથી લઈને બેંકોના વિલય સુધીનાં આકરા નિર્ણયો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!