GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

મેડિકલ વર્કર વર્દી વિનાના સૈનિક, તેમની સાથે હિંસા અને દુર્વ્યવહાર ચલાવી નહી લેવાય: પીએમ મોદી

મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યુ હતુ કે કોરોનાને કારણે હવે આરોગ્ય ક્ષેત્રમાં ટેકનોલોજીનો ઉપયોગ અને ભવિષ્યલક્ષી સુધારા કરવાનો સમય આવી ગયો છે. તેમણે આજે બેંગાલુરુ સ્થિત રાજીવ ગાંધી યુનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સને વીડિયો દ્વારા સંબોધન કર્યું હતું.

યુનિવર્સિટીના ૨૫મા સ્થાપના દિવસે આજે તેમણે આરોગ્ય ક્ષેત્રે ટેકનોલોજીની જરૂરિયાત પર ભાર મુક્યો હતો. વડા પ્રધાને કહ્યું હતું કે હવે દૂર બેઠા બેઠા સારવાર થઈ શકે એવી ટેલિ-મેડિસિન અને ઈન્ફર્મેશન ટેકનોલોજી આધારીત હેલ્થ સિસ્ટમ દેશમાં વિકસે તે ખુબ જરૂરી છે.

કોરોનાનો સંદર્ભ આપી તેમણે કહ્યું હતું કે વાઈરસની સ્થિતિને કારણે સૌ કોઈને આરોગ્ય ક્ષેત્રનું મહત્ત્વ સમજાઈ રહ્યું છે. આખુ વિશ્વ આજે નર્સ, ડોક્ટર, મેડિકલ વિજ્ઞાાની, હેલ્થકેર સાથે સંકળાયેલા સૌ કોઈ સામે આદરભરી નજરે જોતું થયું છે. જોકે તેમણે એ વાતનો ઉલ્લેખ કર્યા હતો કે ક્યાંક ક્યાંક કોરોના વોરિયર્સ સાથે ગેરવર્તન થયું છે, ક્યાંક તેમના પર હુમલા થયા છે. એ કોઈ સંજોગોમાં ચલાવી લેવામાં નહીં આવે.

આરોગ્ય ક્ષેત્રે આગામી દિવસોમાં મેક ઇન ઈન્ડિયા હેઠળ બનેલી પ્રોડક્ટ વધુ વપરાય એ મુદ્દા પર પણ તેમણે ભાર આપ્યો હતો. તેમણે કહ્યુ હતું કે જે રીતે વિશ્વયુદ્ધ પછી જગત બદલાઈ ગયું હતુ એમ અત્યારે કોરોના પછીની દુનિયા અલગ હશે. એ વખતે ઉભા થનારા પડકારોને આપણે પહોંચી વળીને આપણે ટેલિ-મેડિસિન જેવી ટેકનોલોજી લોકભોગ્ય બને એ દિશામાં કામ કરવું જોઈએ.

Read Also

Related posts

12 વર્ષના ટેણીયાની ચાલાકી જોઈ પોલીસ પણ ગોથા ખાઈ ગઈ, 10 સેકન્ડમાં ઉપાડી લીધા 10 લાખ

Pravin Makwana

સચિન પાયલોટનું સમર્થન કરવુ ભારે પડ્યું, કોંગ્રેસે આ નેતાને પાર્ટીમાં હટાવી દીધા

Pravin Makwana

કોરોનાના કોઈ લક્ષણો ન દેખાવા છતાં એક મહિલાએ 71 લોકોને બનાવ્યા કોરોના પોઝીટીવ, રાખજો સાવધાની

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!