GSTV
World

Cases
7066882
Active
12271724
Recoverd
735674
Death
INDIA

Cases
639929
Active
1583489
Recoverd
45257
Death

પીએમ મોદી અને રાષ્ટ્રપતિ કોવિંદે ભારતીય વાયુસેનાના જાંબાજ અર્જનસિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો

ભારતીય વાયુસેનાના સૌથી જાંબાજ સેનાની માર્શલ અર્જનસિંહના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી- રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સહિતના દિગ્ગજ નેતાઓએ શ્રદ્ધાંજલી આપી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દિલ્હીમાં અર્જનસિંહના નિવાસસ્થાને પહોંચીને શ્રદ્ધાંજલી આપી હતી. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નર્મદા ડેમને રાષ્ટ્રને સમર્પિત કર્યા બાદ દેશને સંબોધન કર્યું ત્યારે અંતમાં માર્શલ અર્જનસિંહને યાદ કરી તેમને શ્રદ્ધાંજલી આપી હતી.

ઉલ્લેખનીય છે કે, શનિવારે મોડી સાંજે જ્યારે માર્શલ અર્જનસિંહનું નિધન થયું ત્યારે વડાપ્રધાને ટ્વીટ કરીને લખ્યું હતું કે ભારતીય વાયુસેનાના માર્શલ અર્જનસિંહના દુર્ભાગ્યપૂર્ણ નિધન પર દેશવાસીઓ દુ:ખી છે. અમે દેશને આપેલા તેમના સર્વોત્કૃષ્ટ યોગદાન માટે હંમેશા યાદ રાખીશું. તેમણે એમ પણ કહ્યું કે, થોડા દિવસ પહેલા તેમની ખબર પૂછવા ગયો ત્યારે મારા રોકવા છતાંય પથારીમાંથી ઉઠીને સેલ્યુટ કરવા પ્રયાસ કર્યો હતો. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શોકસંદેશમાં લખ્યું કે, ભારતીય વાયુસેનાના માર્શલ અને મહાન એર વોરિયર અર્જનસિંહના નિધન પર દુખી છું. તેમના પરિવારજનો અને વાયુસેના કોમ્યુનિટી પ્રતિ સંવેદના.

Related posts

પંજાબમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ બાજવાની સુરક્ષા દૂર કરાતા વિવાદ

Mansi Patel

ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જમ્મુ-કાશ્મીરમાં 16 ઓગસ્ટથી શરૂ થશે વૈષ્ણોદેવી યાત્રા, આ નિયમોનું કરવું પડશે પાલન

Mansi Patel

પાયલટની ઘરવાપસીથી ગેહલોત ગ્રુપના કેટલાક MLA થયા નારાજ, મિટીંગમાં કર્યો વિરોધ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!