GSTV
Home » News » એનસીપી પાસેથી ભાજપે ઘણુ શીખવા જેવું છે : નરેન્દ્ર મોદી, બીજેડીના પણ વખાણ કર્યા

એનસીપી પાસેથી ભાજપે ઘણુ શીખવા જેવું છે : નરેન્દ્ર મોદી, બીજેડીના પણ વખાણ કર્યા

રાજ્યસભાના 250માં ઐતિહાસિક સત્રની આજે શરૂઆત થઇ હતી. વડા પ્રધાન મોદીએ રાજ્યસભાને સંબોધિત કરતા કહ્યું હતું કે સંસદ એ સંઘીય માળખાની આત્મા છે. લોકસભામાં લોકો પોતાના પ્રતિનીધીને ચૂંટીને મોકલે છે જેઓ સીધી રીતે જમીન સાથે જોડાયેલા હોય છે જ્યારે ઉપલું ગૃહ એટલે કે રાજ્યસભામાં અનુભવી લોકો હોય છે. ઉપલું હોવાના કારણે અહીં બેસનાર દૂર સુધી જોઇ શકે છે.

પૂર્વ વડા પ્રધાન વાજપેયી કહેતા હતા કે રાજ્યસભા એ કોઇ સેંકન્ડરી (ગૌણ) નથી, બલકે સેકંડ હાઉસ છે જેને ભારતના વિકાસ માટે સહાયક માનવું જોઇએ.પોતાના આજના ભાષણમાં વડા પ્રધાને આશ્ચર્યજનક રીતે ઓડિશાના બીજુ જનતા દળ અને મહારાષ્ટ્રના રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ (એનસીપી)ની ખૂબ પ્રશંસા કરી હતી. આ પ્રશંસા કરવા પાછળનું કારણ જણાવતા તેમણે કહ્યું હતું કે તેમના સાંસદો ક્યારે પણ પોતાનો વિરોધ દર્શાવવા વેલમાં ધસી આવતા નથી.

જો કે મોદીએ કરેલી પ્રશંસા પાછળનો આશય શું હતો તે રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય એટલા માટે બન્યો હતો કે મહારાષ્ટ્રમાં તેમના વૈચારિક સાથી શિવસેનાએ સત્તા માટે ભાજપનો સાથ છોડયો હતો. કદાચ એનસીપી ભાજપને સમર્થન આપી એ ગણતરી હોઇ શકે,એમ એક રાજકીય નિષ્ણાંતે કહ્યું હતું.

મોદીએ કહ્યું હતું કે ‘ચેક એન્ડ બેલેન્સનો સિધ્ધાંત રાજ્યસભાને લાગુ પડે છે. જરૂરી એ છે કે અવરોધ ઊભા કરવાને બદલે આપણે ઉપલા ગૃહને સંવાદનો રસ્તો બનાવવા જોઇએ. મારે ખાસ તો બે રાજકીય પક્ષોની પ્રશંસા કરવી છે અને તે છે બીજેડી અને એનસીપી. આ બંને પક્ષોના સાંસદો તેમની વાતને પરાણે પાસ કરાવવા ક્યારે પણ સંસદના વેલમાં ધસી આવતા નથી’.

વડા પ્રધાને કહ્યું હતું કે રાજ્યસભાએ સમયને અનુકુળ પોતાનામાં બદલાવ કરે.’સમય બદલાઇ ગયો છે. સ્થિતીમાં બદલાવ આવ્યો છે. બદલાયેલા વાતાવરણમાં ઉપલા ગૃહે પોતાની જાતને આત્મસાત કરવું જોઇએ.મારા માટે સૌભાગ્યની વાત છે કે આજના ઐતિહાસિક પ્રસંગનો સાક્ષી બન્યો. આપણા પૂર્વ રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણે કહ્યું હતું કે ‘ આપણા વિચાર, આપણો વ્યવહાર અને અમારી સૌચ બંને ગૃહોની આપણી સંસદીય પ્રણાલીના ઔચિત્યને સાબીત કરશે’એમ તેમણે કહ્યું હતું.

Read Also

Related posts

J&Kના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલ્લાની કસ્ટડીમાં વધુ ત્રણ મહિનાનો કરાયો વધારો

Mansi Patel

“ભારત બચાવો” રેલીમાં પ્રિયંકા ગાંધીના BJP પર પ્રહાર, કહ્યુ- દેશ વ્હાલો છે તો ઉઠાવો અવાજ

Mansi Patel

FSL રિપોર્ટમાં પેપર લીકના પુરાવા અને CCTV ફૂટેજ સાચા હોવાનો ખુલાસો, રદ થઈ શકે છે બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!