GSTV

હાર/ હોકીમાં ભારતનું ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવાનું સપનું રોળાઈ જતાં ખેલાડીઓ રડ્યા : મોદીએ કર્યો સીધો ફોન, જાણી લો શું કહ્યું

હોકી

Last Updated on August 3, 2021 by Damini Patel

બેલ્જિયમ સામે સેમિ ફાઈનલમાં હાર બાદ ભારતનું ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવાનું સપનું રોળાઈ ગયું છે. ભારતીય ટીમના ખેલાડીઓના ચહેરા પર તેનું દુખ સ્પષ્ટ પણે જોઈ શકાતું હતું. બીજી તરફ ટીમના ખેલાડીઓના પરિવારજનો પણ સવારથી ટીવી સામે બેઠા હતા અને ટીમ ઈન્ડિયાની હાર બાદ તેઓ પણ રડી પડ્યા હતા.

બીજી તરફ પીએમ મોદીએ ભારતની હાર બાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટન મનપ્રીતસિંહ સાથે ફોન પર વાત કરી હોવાનું જાણવા મળ્યું છે. તેમણે સમગ્ર ટુર્નામેન્ટમાં ભારતીય હોકી ટીમના શાનદાર પરફોર્મન્સના વખાણ કર્યા હતા અને બ્રોન્ઝ મેડલ માટેની મેચ માટે શુભેચ્છાઓ આપી હતી.

સ્વામી

49 વર્ષ બાદ ઓલિમ્પિકની સેમી ફાઈનલમાં પહોંચ્યા હતા

ઉલ્લેખનીય છે કે, ભારતીય હોકી ટીમ 49 વર્ષ બાદ ઓલિમ્પિકની સેમી ફાઈનલમાં પહોંચી હતી. હવે ભારતનો મુકાબલો ઓસ્ટ્રેલિયા અથવા જર્મની સામે ગુરુવારે થશે. ભારતીય ટીમ બેલ્જિયમ સામે આજે 5-2થી હારી ગઈ હતી. મેચની છેલ્લી અગિયાર મિનિટમાં બેલ્જિયમ ભારત પર ભારે પડી ગયું હતું. આ હાર ભારતીય ટીમને લાંબા સમય સુધી ખટકતી રહેશે.બેલ્જિયમે ભારતને 5-2થી હરાવ્યુ હતુ પણ છેલ્લી 11 મિનિટ જ ભારતીય ટીમ માટે ભારે પડી ગઈ હતી.

49 મિનિટ સુધી બેલ્જિયમને બરાબર ટક્કર આપી

ભારતે મેચની 49 મિનિટ સુધી વર્લ્ડ ચેમ્પિયન બેલ્જિયમને બરાબર ટક્કર આપી હતી. મેચના ત્રીજા ક્વાર્ટર સુધી બંને ટીમો 2-2થી બરાબરી પર હતી. ચોથા કવાર્ટરમાં શરુઆતથી બેલ્જિયમને આક્રમક હોકીનું પ્રદર્શન કર્યું હતું. 48 અને 49 મિનિટ દરમિયાન બેલ્જિયમને બે પેનલ્ટી કોર્નર મળ્યા હતા. જોકે આ બે કોર્નરમાં ગોલ થયો નહોતો પણ ત્રીજા કોર્નરને એલેક્સાંદ્ર હેન્ડ્રિક્સે ગોલમાં ફેરવી દીધો હતો. એ પછી ટીમ ઈન્ડિયા પાછળ પડી ગઈ હતી.

53મી મિનિટમાં બેલ્જિયમને પેનલ્ટી સ્ટ્રોક મળ્યો હતો. જેને હેન્ડ્રિક્સે ચોથા ગોલમાં ફેરવી દીધો હતો. મેચની છેલ્લી મિનિટમાં જોન ડોહમેને ફરી ગોલ કરીને બેલ્જિયમને 5-2ની સરસાઈ અપાવી હતી. ભારતીય ટીમના કોચ ગ્રેહામ રીડે કહ્યું હતું કે, અમે મેચ જીતવા માટેની તકો ઉભી કરી હતી પણ તેનો ફાયદો ઉઠાવી શક્યા નહોતા.

Read Also

Related posts

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

વર્ચસ્વની લડાઈ / આ બિઝનેસમાં મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી સામ-સામે, અદાણીએ 1.5 લાખ કરોડનું કરશે રોકાણ

Zainul Ansari

મોટા સમાચાર / સોનુ સુદ ગુજરાતમાં એક્ટિવ, આપ નેતાઓ સાથે અમદાવાદની ખાનગી હોટેલમાં બંધ બારણે કરી બેઠક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!