વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 ઓક્ટોબરના રોજ હિમાચલ પ્રદેશના પ્રવાસ પર છે. આ તેમનો એક દિવસીય પ્રવાસ છે. બિલાસપુરમાં AIIMS કેમ્પસનું ઉદ્ઘાટન કરવા ઉપરાંત PM નરેન્દ્ર મોદી અહીં એક જનસભાને પણ સંબોધિત કરશે. તેઓ બાદમાં કુલ્લુ દશેરા ઉત્સવમાં પણ ભાગ લેશે. આવું પ્રથમ વખત બનશે જ્યારે વડાપ્રધાન કુલ્લુ દશેરા ઉત્સવમાં હાજરી આપશે.

જોકે, આ દરમિયાન જિલ્લા તંત્રએ એવું કહ્યું હતું કે, દશેરાના અવસર પર હિમાચલના પ્રવાસે આવી રહેલા પીએમ નરેન્દ્ર મોદીના કાર્યક્રમને કવર કરવા માટે પત્રકારોને સુરક્ષા પાસ માટે એક કેરેક્ટર સર્ટિફિકેટ રજૂ કરાવવાનું રહેશે. જોકે, તેના પર હિમાચલ પ્રદેશના DGP સંજય કુંડૂનું નિવેદન આવી ગયું છે. તેમણે કહ્યું કે, પીએમ રેલીને કવર કરકવા માટે આવનારા તમામ પત્રકારોનું સ્વાગત છે. હિમાચલ પ્રદેશની પોલીસ તેમના કવરેજને સરળ બનાવશે.
તમને જણાવી દઈએ કે, માત્ર ખાનગી માલિકીના પ્રિન્ટ, ડિજિટલ અથવા ટીવી પત્રકારોને જ નહીં પરંતુ ઓલ ઈન્ડિયા રેડિયો અને દૂરદર્શન સહિતના સરકારી મીડિયાના પ્રતિનિધિઓને પણ કેરેક્ટર સર્ટિફિકેટ રજૂ કરવા માટે કહેવામાં આવ્યું છે. આ સંદર્ભે જિલ્લા પોલીસ તંત્રએ 29 સપ્ટેમ્બર 2022 ના રોજ આ નોટિફિકેશન બહાર પાડી હતી.

અનેક લોકોએ નિંદા કરી હતી
જોકે આ મામલે આમ આદમીના પ્રવક્તા પંકજ પંડિતે પ્રતિક્રિયા આપી હતી કે, તેમણે 22 વર્ષના પત્રકારિતાના કરિયરમાં પહેલી વખત આવી વિચિત્ર માંગ જોઈ છે. તેમણે કહ્યું હતું કે, મોદીજી પહેલીવાર હિમાચલ નથી આવી રહ્યા. કેરેક્ટર સર્ટિફિકેટ રજૂ કરવાની માંગ આક્રોશજનક છે અને મીડિયાની ગતિવિધિઓ પર અંકુશ લાવવાનો પ્રયાસ છે.
હિમાચલ કોંગ્રેસ સમિતિ (HPCC)ના મુખ્ય પ્રવક્તા નરેશ ચૌહાણે બિલાસપુર પ્રશાસનની માંગની નિંદા કરતા કહ્યું હતું કે, આ પગલું મીડિયાની સ્વતંત્રતાની વિરુદ્ધ છે.
READ ALSO
- જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થતા ઉમેદવારોનો સવાલ, “અમારી મહિનાઓની મહેનતનું શું?”
- પેપરલીક મામલે વિપક્ષ નેતા અમિત ચાવડાએ રાજયની ભાજપ સરકાર પર કર્યા પ્રહાર
- પોલિટિક્સ / મહેબૂબા-ઓમર કોંગ્રેસ સાથે હાથ મિલાવશે!, યાત્રમાં જોડાયા બાદ અટકળો
- સુરત / પાંડેસરામાં ગેસ ગળતરના કારણે 14 વર્ષીય સગીરાનું મોત
- Beauty Tips / ઠંડીની મોસમમાં યોગ્ય મોઈશ્ચરાઈઝર ત્વચાને રાખે મખમલી