GSTV

‘કેટલાક લોકોએ ગંદી રાજનીતિ કરી પરંતુ આજે વિરોધીઓ બેનકાબ ‘ પુલવામા પર છલકાયુ પીએમ મોદીનું દર્દ

મોદી

પીએમ મોદીએ કેવડિયામાં રાષ્ટ્રીય એકતા દિવસ પર રાષ્ટ્રને સંબોધન કર્યુ. આ દરમિયાન પીએમ મોદીએ વિપક્ષ પર આકરા પ્રહાર કરતા જણાવ્યુ હતુ કે, પુલવામામાં થયેલા આતંકવાદી હુમાની ઘટનામાં કેટલાક લોકોએ સ્વાર્થ અને અહંકાર માટે ગંદી રાજનીતિ કરી. પરંતુ આપણા પાડોશી દેશની સાંસદમાં જે વાત સ્વિકાર કરવામાં આવી જેનાથી કેટલાક લોકો બેચેન થયા.

પોતાના સ્વાર્થ માટે દેશના જવાનોનું મનોબળ તોડવામાં આવે છે. આપણા માટે દેશહિત સર્વોચ્ચ હોવુ જોઈએ. પરંતુ કેટલાક લોકો દ્વારા માત્ર રાજનીતિ કરવામાં આવી.

મોદીએ ચીન-પાકિસ્તાનને લીધા આડેહાથ

આ દરમિયાન પીએમ મોદીએ ચીન અને પાકિસ્તાનને પણ આડે હાથ લીધા હતાં.

ચીનને જવાબ

પીએમ મોદીએ ચીનનું નામ લીધા વગર જણાવ્યુ હતુ કે, આજે આપણો દેશ સરહદ પર વધારે મજબૂત થયો છે. દેશની નજર સરહદ મજબૂત થઈ છે. જે સરહદ પર નજર નાખે છે તેને ભારત જડબાતોડ જવાબ આપવા સક્ષમ છે.

આતંકવાદ પર પ્રહાર

આજે આતંકવાદને કેટલાક દેશ ખુલામાં સમર્થન કરી રહ્યા છે. આવા દેશ દુનિયામાં ખુલા પડ્યા છે. દુનિયાના દેશોએ આતંકવાદ વિરૂદ્ધ એક થવાની જરૂર છે. આતંકવાદ અને હિંસાથી કોઈનું કલ્યાણ થયું નથી. આપણો દેશ છેલ્લા ઘણાં દશકોથી આતંકવાદથી પીડાઈ રહ્યો છે.આપણે આતંકવાદના કારણે અનેક જવાનોને ગુમાવ્યા છે.

જમ્મુ-કાશ્મીરમાં વિકાસ

પીએમ મોદીએ વધુમાં જણાવ્યુ હતુ કે, આજે સરદારનું સ્વપન સાકાર થવા જઈ રહ્યુ છે. આજે કાશ્મીર વિકાસની રાહ પર આગળ વધી રહ્યુ છે. નોર્થઈસ્ટમાં શાંતિ સ્થાપવામાં આવી રહી છે. પીએમ મોદીએ કહ્યુ કે, આજે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આપણે દેશ અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થતું જોઈ રહ્યો છે.

કોરોના સામે લડાઇ

પીએમ મોદીએ કોરોના મહામારી અંગે જણાવ્યુ હતુ કે, આજે આપણો દેશ કોરોનાની મહામારીનો સામનો કરી રહ્યો છે. પરંતુ દેશના તમામ લોકો સાથે મળીને કોરોના સામે લડાઈ લડી છે. આપણા કોરોના વોરિયર્સ બીજાના જીવનને બચાવવા માટે પોતાના જીવનનું બલીદાન આપી રહ્યા છે. દેશની એકતાની તાકાતાના કારણે આજે આપણે કોરોના સામે લડી રહ્યા છે.

Read Also

Related posts

નાઇજીરિયા/ બોકો હરામના આતંકીઓનો ખૂની ખેલ, નિર્દોષ 100થી વધુ નાગરીકોની કરી કરપીણ હત્યા

pratik shah

દિલ્હીમાં સતત બીજા દિવસે કોરોનાના 4 હજારથી વધુ કેસો નોંધાયા, 68ને ભરખી ગયો કાળમુખો વાયરસ

pratik shah

ખાનગી હોસ્પિટલોમાં 210 દર્દી વેન્ટિલેટર ઉપર, માત્ર 14 વેન્ટિલેટર ખાલી: અમદાવાદ શહેરની ભયાનક સ્થિતિ આવી સામે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!