GSTV
India News ટોપ સ્ટોરી

PM મોદીએ વારાણસીથી ઉમેદવારી નોંધાવી, પ્રસ્તાવક તરીકે ખાસ ચાર લોકોને પસંદ કરાયા

ગુરૂવારે વારાણસીમાં ભવ્ય રોડ શો બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસી સંસદીય બેઠક પરથી શુક્રવારે ઉમેદવારી નોંધાવી. ગત વખતની જેમ આ વખતે પણ પીએમ મોદીના ઉમેદવારી ફોર્મ માટે ચાર પ્રસ્તાવક ખાસ ઉપસ્થિત રહ્યા.

modi

પીએમ મોદીએ વારાણસી બેઠક પરથી ચૂંટણી જંગમાં કૂદાવતા પહેલા કાશીના કાલભૈરવના દર્શન કર્યા. જે બાદ પ્રસ્તાવકોની હાજરીમાં તેમણે ઉમેદવારી ફોર્મ ભર્યું.  વડાપ્રધાન મોદીની ઉમેદવારીમાં ખાસ વાત તેમના પ્રસ્તાવકોને લઇને રહી. મોદીએ આ વખતે ઉમેદવારી માટે ચાર નવા પ્રસ્તાવક બનાવ્યા.

2019ની ઉમેદવારીમાં પીએમ મોદીએ ચાર અલગ અલગ ક્ષેત્રના પ્રસ્તાવકોને સામેલ કર્યા. જેમાં સામાજિક કાર્યકરથી લઇને ડોમરાજાના પરિવારના એક સભ્ય પણ સામેલ છે. પીએમ મોદીની ઉમેદવારી માટે જે ચાર પ્રસ્તાવક હાજર રહ્યા તેમાં કૃષિ વૈજ્ઞાનિક રામશંકર પટેલ, વનિતા પોલિટેકનીકના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ અન્નપૂર્ણા શુક્લા, સામાજિક કાર્યકર સુભાષ ગુપ્તા અને ડોમરાજા પરિવારના એક સભ્ય જગદીશ ચૌધરી હતા.

પ્રસ્તાવકોની ખાસ પસંદગી કરી

પીએમ મોદીએ ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા પૂર્વ પ્રિન્સિપાલ અન્નપૂર્ણા શુક્લા ચરણ સ્પર્શ કરીને આર્શિવાદ લીધા. મદન મોહન માલવીયાએ અન્નપૂર્ણા શુક્લાને ધર્મ પુત્રી ગણાવ્યા હતા. પીએમ મોદીનાં પ્રસ્તાવકોમાં સર્વસમાજનું પ્રતિનિધિત્વ જોવા મળ્યું. પીએમ મોદી જ્યારે વર્ષ 2014માં પહેલી વખત વારાણસીમાંથી ચૂંટણી લડ્યા હતા ત્યારે પણ પ્રસ્તાવકોની ખાસ રીતે પસંદગી કરી હતી.

READ ALSO

Related posts

અયોધ્યામાં વકફ બોર્ડની મિલકતોનો સર્વે ચાલુ, ગેરકાયદે કબજેદારો પર નજર!

GSTV Web Desk

શું 800 કરોડનું કૌભાંડ સરકારની મીલીભગત વગર શક્ય છે? વિપુલ ચૌધારી મુદ્દે શક્તિસિંહ ગોહિલના જોરદાર પ્રહાર  

Hemal Vegda

દુનિયામાં ફરીથી આવી શકે છે મંદીઃ અર્થશાસ્ત્રી નોરીએલ રૂબિનીએ કરી આગાહી

Hemal Vegda
GSTV