GSTV

PHOTO: હિરાબાએ શિલાન્યાસની ઐતિહાસિક ક્ષણને ઘરે બેઠા નિહાળી, ટીવી પર જીવંત પ્રસારણ જોઈ ધન્યતા અનુભવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે અયોધ્યામાં રામ મંદિરની ઈંટ રાખી. રામનગરીમં થયેલા ભવ્ય આયોજનમાં પીએમ મોદીએ મંદિરની પહેલી ઈંટ રાખી, કોરોના કાળના કારણે આ કાર્યક્રમમાં આશરે 200 લોકોને જ નિમંત્રણ આપવામાં આવ્યું હતું. જેના કારણે તમામ લોકો આ ભવ્ય આયોજનમાં ભાગ લઈ શક્યાં નહીં. તેને ટીવી ઉપર જોઈને જ સંતોષ માનવો પડ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની માં હિરાબેને પણ ઐતિહાસિક પળને ટીવી ઉપર જોઈ.

અયોધ્યા પહોંચેલા પીએમ રામભક્તિમાં ઓતપ્રોત નજરે પડ્યાં

પીએમ મોદીની માંની કેટલાક ફોટા સામે આવ્યાં છે. જેમાં દેખાઈ રહ્યું છે કે પ્રધાનમંત્રી હનુમાનગઢીમાં આરતી કરી રહ્યાં છે અને હીરાબેન ટીવીની સામે બેસીને પોતાના પુત્રને જોઈ રહ્યાં છે. ફોટામાં તેમણે હાથ જોડ્યાં છે. આ ઉપરાંત એક ફોટા એવો પણ સામે આવ્યો છે. જેમાં પીએમ મોદી સાષ્ટાંગ પ્રણામ કરી રહ્યાં છે. જો કે, અયોધ્યા પહોંચેલા પ્રધાનમંત્રી મોદી રામભક્તિથી પુરી રીતે ઓત પ્રોત નજર આવ્યાં હતાં. હીરાબેને આ દ્રશ્ય પણ ટીવી ઉપર જોયું.

જનતા કર્ફ્યુ દરમયાન તેમણે વગાડી હતી થાળી

પીએમ મોદીના માતા હીરાબેનની આ પહેલા જનતા કર્ફ્યુ દરમયાનના ફોટાઓ સામે આવ્યાં હતાં. જેમાં તે થાળી વગાડતા હતા. હીરાબેને થાળી વગાડીને કોરોના કમાંડોઝનો આભાર વ્યક્ત કર્યો હતો. પીએ મોદીએ 22 માર્ચની સાંજે 5 વાગ્યે પોતાના ઘરના દરવાજા ઉપર બારીની પાસે બાલકનીમાં ઉભા રહીને 5 મિનીટ સુધી તાળી વગાડી, થાળી વગાડીને કોરોના કમાંડોઝને ધન્યવાદ આપવા માટે અપીલ કરી હતી.

Related posts

યુરોપીય દેશોમાં આતંકવાદી બોંબધડાકાઓ કરવા માટે એકઠા કરી રહ્યા છે રસાયણો, અમેરિકાએ આપી દીધી આ ચેતવણી

Dilip Patel

કંગનાના ‘પોર્ન સ્ટાર’ નિવેદન બાદ સની લિયોનીની પોસ્ટ, જે તમારા વિશે ઓછું જાણે છે તે હંમેશાં મોટી મોટી વાતો કરશે

Ankita Trada

ફી મુદ્દે હાઈકોર્ટના આદેશ બાદ શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આપી આ પ્રતિક્રિયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!