GSTV

PM મોદી ત્રીજી વખત કરશે સંબોધન, સવારે 11 ક્લાકે ‘મન કી બાત’માં અનલોક -1 ‘વિશે ચર્ચા કરે તેવી શક્યતાઓ

સમગ્ર દેશમાં કોરોનાની મહામારી યથાવત છે, ત્યારે લોકડાઉન 4.0નો આજે સમય પૂર્ણ થવાનો છે. જ્યારે દેશભરમાં આવતી કાલ 1 પ્રથમ જૂનથી મળશે વધુ છૂટછાટો ત્યારે આ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 ક્લાકે રેડિયો કાર્યક્રમ મનકી બાતમાં દેશવાસીઓને કરશે સંબોધન કરશે.

પીએમ મોદી ‘મન કી બાત’માં 1 જૂનથી શરૂ થનારા’ અનલોક -1 ‘વિશે ચર્ચા કરી શકે

જીવલેણ વાયરસને કારણે અત્યાર સુધી દેશભરમાં 4 લોકડાઉનનો અમલ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે પીએમ મોદી ‘મન કી બાત’માં 1 જૂનથી શરૂ થનારા’ અનલોક -1 ‘વિશે ચર્ચા કરી શકે છે. કોરોના ને લઈ અત્યારસુધી દેશમાં ચાર લોકડાઉન થયા છે. તેઓ લોકડાઉન દરમિયાન ત્રીજી વખત આ કાર્યક્રમ દ્વારા લોકોને સંબોધિત કરવા જઇ રહ્યા છે. વડાપ્રધાન મોદીએ અગાઉ 29 માર્ચ અને 26 એપ્રિલના રોજ ‘મન કી બાત’ માં દેશને સંબોધન કર્યું હતું.

ગૃહમંત્રાલયે શનિવારે જાહેર કરેલી નવી માર્ગદર્શિકા કન્ટેનમેન્ટ ઝોન સહિત સમગ્ર દેશમાં ૩૦મી જૂન સુધી લાગુ રહેશે

ગૃહ મંત્રાલયે નવી માર્ગદર્શિકા જાહેર કરતાં જણાવ્યું હતું કે કોરોનાની મહામારી અંગે સ્થાનિક સ્થિતિને ધ્યાનમાં રાખી વધારાના નિયંત્રણો લાદવા માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને વધુ સત્તા અપાશે. દરમિયાન પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે પંજાબમાં ૩૦મી જુન સુધી લૉકડાઉન લંબાવવાની જાહેરાત કરી હતી. બીજીબાજુ મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ રાજ્યમાં લૉકડાઉન ૧૫મી જૂન સુધી લંબાવવાની જાહેરાત કરી હતી.

પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે પંજાબમાં ૩૦મી જુન સુધી લૉકડાઉન લંબાવવાની જાહેરાત કરી

ગૃહમંત્રાલયે જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં રાત્રી કરફ્યુમાં આંશિક છૂટછાટ આપવામાં આવી છે. પહેલાં રાત્રી કર્ફ્યુ સાંજે ૭.૦૦થી સવારે ૭.૦૦ વાગ્યા સુધી હતો. તેના બદલે હવે રાત્રી કર્ફ્યુ રાત્રે ૯.૦૦થી સવારે ૫.૦૦ વાગ્યા સુધી રહેશે. દેશમાં લૉકડાઉનમાં છૂટછાટ અપાઈ છે ત્યારે લોકોએ કેટલાક નિર્દેશોનું પાલન કરવું પડશે. ઓફિસ, જાહેર સ્થળો પર લોકોએ માસ્ક પહેરવા પડશે અને સ્વચ્છતા સંબંધિત માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે.દેશમાં રવિવારે લૉકડાઉનનો ચોથો તબક્કો પૂરો થયા પછી સોમવારથી ત્રણ તબક્કામાં લૉકડાઉન ઉઠાવવામાં આવશે. પ્રથમ તબક્કામાં એટલે કે ૧લી જૂનથી રાજ્યો વચ્ચે લોકોના પરિવહન પરના નિયંત્રણો દૂર કરવામાં આવશે.

રાત્રી કર્ફ્યુ રાત્રે ૯.૦૦થી સવારે ૫.૦૦ વાગ્યા સુધી રહેશે

લોકો એક રાજ્યથી બીજા રાજ્યમાં જવા માટે તેમજ એક જિલ્લાથી બીજા જિલ્લામાં જવા માટે પણ સ્વતંત્ર હશે. તેમણે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતાં પરિવહન માટે સરકારની મંજૂરી લેવાની જરૂર નહીં રહે. જોકે, રાજ્યોને જરૂર લાગે તો તેઓ આ અંગે પ્રતિબંધો મૂકી શકે છે. આ માટે તેઓ અગાઉથી જાહેરાત કરશે. આરોગ્ય સેતુ એપથી કોરોનાના જોખમ અંગે જાણી શકાય છે. તેથી સરકારે લોકોને આ એપ ડાઉનલોડ કરવા ભલામણ કરી છે. બીજા તબક્કામાં ૮મી જૂનથી ધાર્મિક સ્થળો, હોટેલ, રેસ્ટોરાં અને શોપિંગ મૉલ ખોલવાની મંજૂરી આપવામાં આવશે. આ બે તબક્કામાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં લઈને ત્રીજા તબક્કામાં આંતરરાષ્ટ્રીય ઉડ્ડયનો, મેટ્રો રેલ, સિનેમા હોલ, જિમ, સ્વિમિંગ પૂલ, એન્ટરટેઈનમેન્ટ પાર્ક્સ, થિયેટર્સ, બાર, ઓડિટોરિયમ્સ વગેરેને ખોલવાનો નિર્ણય લેવાશે. ઉપરાંત સામાજિક, રાજકીય, સ્પોર્ટ્સ, મનોરંજન, શૈક્ષણિક, સાંસ્કૃતિક અને ધાર્મિક સમારંભો માટે મોટી સંખ્યામાં લોકોને એકત્ર થવાની મંજૂરી અંગે પણ ત્રીજા તબક્કામાં નિર્ણય લેવાશે. જોકે, આ સંદર્ભમાં સ્થિતિની સમિક્ષા કર્યા પછી તારીખ નક્કી કરવામાં આવશે.

READ ALSO

Related posts

ગંગા જળ હરાવશે કોરોનાને: અઠવાડીયામાં શરૂ થશે ટ્રાયલ, ગંગાજળમાં સ્નાન કરનારા લોકોથી કોરોના રહે છે દૂર

Pravin Makwana

એપ્રિલ-જૂન 2020માં સરકારી બેંકો સાથે 19 હજાર કરોડથી પણ વધારેની થઈ છે છેતરપીંડી, સૌથી મોટો શિકાર બની SBI

Pravin Makwana

કોરોનાના કહેર વચ્ચે જમ્મુ કાશ્મીરમાં આયોજિત થઈ ‘શિકારા રેસ’, પર્યટન માટે ખુલી રહ્યા છે દરવાજા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!