GSTV
Home » News » જાણો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની પાસે કયા સાત મહત્વના ખાતાઓ રાખ્યા છે

જાણો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની પાસે કયા સાત મહત્વના ખાતાઓ રાખ્યા છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની નવી સરકારમાં શપથ ગ્રહણ બાદ આજે મંત્રાલયોની ફાળવણી કરી દીધી છે. જેમાં અમિત શાહને ગૃહ મંત્રાલય અને રાજનાથ સિંહને રક્ષામંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે.પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેટલાક મહત્વના ખાતા કોઈને જ સોંપ્યા નથી. આ મંત્રાલયો તેમણે પોતાની પાસે જ રાખ્યા છે. આ મંત્રાલયોમાં એટોમિક, લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલય, મિનિસ્ટ્રી ઓફ પર્સોનેલ, સ્પેસ સહિતના મહત્વના મંત્રાલયો પોતાની પાસે જ રાખ્ય છે. આ ઉપરાંત મહત્વપૂર્ણ નીતિગત મામલાઓ ઉપરાંત જે કોઈ પણ મંત્રાલય હજી સુધી કોઈને ફાળવવામાં આવ્યા નથી તેને વડાપ્રધાને પોતાની પાસે જ રાખ્યા છે.

PM મોદી પાસે કઈ જવાબદારી?

  1. પ્રધાનમંત્રી કાર્યાલય
  2. કર્મચારી મંત્રાલય (ટ્રાન્સફર અને પોસ્ટિંગ આની હેઠળ થાય છે)
  3. જન ફરિયાદ અને પેન્શન મંત્રાલય
  4. પરમાણું ઉર્જા મંત્રાલય
  5. અંતરિક્ષ મંત્રાલય
  6. પોલિસી સાથે જોડાયેલા મુદ્દાઓ
  7. જે મંત્રાલય ફાળવાયા નથી તેની જવાબદારી

પીએમ મોદીએ જે વિભાગો પોતાની પાસે રાખ્યા છે, તે દરેક મહત્વના છે. તેમાં સૌથી વધારે મહત્વનું મંત્રાલય છે અંતરિક્ષ મંત્રાલય જેની જવાબદરી પીએમ મોદી રાખવાના છે. ભારત છેલ્લાં કેટલાંક વર્ષોથી અંતરિક્ષમાં પોતાની તાકાત વધારવાના પ્રયાસ કરી રહ્યુ છે. એવામાં દેશને પ્રગતિના પથ ઉપર લઈ જવા માટે આનું મોનિટરિંગ પ્રધાનમંત્રી પોતે કરશે. અંતરિક્ષ મંત્રાલય હેઠળ ISRO આવે છે. જે અત્યારે ચંદ્ર ઉપર માણસ મોકલવાના મિશન ઉપર કામ કરી રહ્યુ છે. તેના સિવાય કર્મચારી મંત્રાલય પીએમ મોદીએ પોતાની પાસે રાખ્યુ છે.

આ મંત્રાલય હેઠળ દરેક કેન્દ્રીય અધિકારીઓના ટ્રાન્સફરનો મામલો આવે છે. મોદી સરકારમાં 24 મંત્રીઓને કેબિનેટ મિનિસ્ટર બનાવાયા છે. 9 મંત્રીઓને રાજ્ય મંત્રી(સ્વતંત્ર હવાલા)ની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે 24 મંત્રીઓને રાજ્ય મંત્રીનું પદ આપીને મંત્રાલયોની જવાબદારી સોંપી છે. 

READ ALSO

Related posts

તમારા માટે લાભદાયક છે આ સરકારી યોજના, દર મહિને મળશે 10,000 રૂપિયા સુધી પેંશન

Mansi Patel

એમેઝોન જંગલને નુકસાન થતા કુદરતી ચક્ર ખોરવાયું, તીરકામઠા સંઘર્ષ કરવાની આદિવાસીઓની ચિમકી

Riyaz Parmar

હોંગકોંગમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ, વિરોધીઓ પર પોલીસે પાણીનો મારો ચલાવ્યો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!