GSTV

લદ્દાખથી પરત આવી PM મોદી કરશે સૌથી મોટી મીટિંગ, અજીત ડોભાલ સહિત ટોપના આ અધિકારી રહેશે હાજર

લદ્દાખમાં ચીન બોર્ડર સાથે જોડાયેલા વિસ્તારોની જાત તપાસ કર્યા પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હી પરત આવીને મહત્ત્વની બેઠક કરવા જઈ રહ્યા છે. શુક્રવારે સાંજના તેઓ પ્રધાનમંત્રી કાર્યાલયમાં મહત્ત્વની બેઠક કરી શકે છે. આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA ) અજીત ડોભાલ અને સેનાના વરિષ્ઠ અધિકારી પણ હાજર રહેશે. એવામાં આ બેઠખ ભારત ચીન બોર્ડર પર હાલની તાજા હાલત અને આગળની કાર્યવાહીને લઈને ચર્ચા થવાની સંભાવના છે. પીએમ મોદીએ લદ્દાખમાં XIV કોર્પ્સ ના અધિકારીઓ સાથે સીમ પર તણાવને જાણકારી મેળવી છે. ચીફ ઓફ ડિફેન્સ – સીડીએસ જનરલ બિપિન રાવત અને આર્મિ ચીફ મનોજ મુકુંદ નરવાણે પણ પીએમ મોદી સાથે લદ્દાખ ગયા હતા.

વહેલી સવારે જ સીડીએસ સાથે મોદીએ લેહની કરી મુલાકાત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રક્ષા અધ્યક્ષ જનરલ (સીડીએસ) બિપીન રાવત સાથે શુક્રવારે લેહ પહોંચ્યા. મોદી સવારે લગભગ સાડા નવ કલાકે લેહ પહોંચ્યા. અધિકારીક સૂત્રોએ જણાવ્યું કે પ્રધાનમંત્રી આ સમયે નિમૂમાં એક ફોરવર્ડ પોસ્ટ પર છે. અને સૈનિકો, વાયુ સેના અને આટીબીપીના જવાનો સાથે વાત કરી રહ્યા છે. સિંધુ નદીના તટ ઉપર 11,000 ફૂટની ઊંચાઈ સ્થિત નિમૂ સૌથી દુર્ગમ સ્થાનોમાંનું એક છે. આ જંસ્કાર પર્વત શ્રૂંખલાથી ઘેરાયેલો છે. તેમણે આર્મિ સીનિયર અધિકારીઓ દ્વારા મેપના માધ્યમથી માહિતી મેળવી. ચીને ક્યાં ક્યાં પોતાની ફોજ તેનાત કરી છે અને ભારતે જવાબમાં શું તૈયારીઓ કરી છે તેની વિસ્તૃત માહિતી મેળવી.

ભારત સરકાર સંપૂર્ણ રીતે પોતાના સૈનિકો સાથે ઊભી

લદ્દાખની ફોરવર્ડ લોકેશનનો પ્રવાસ કરીને પીએમ મોદીએ ચીનને સ્પષ્ટ સંદેશો આપ્યો છે. પીપલ્સ લિબરેશન આર્મી ને બતાવી દીધું છે કે ભારત સરકાર સંપૂર્ણ રીતે પોતાના સૈનિકો સાથે ઊભી છે. પીએમ મોદીને પહેલા સેનાની તાજા હાલત – પરિસ્થિતિ વિશે માહિતગાર કરાયા હતા. જે પછી તેમણએ ફ્રંટલાઈન પર તૈનાત જવાનોથી પોતે વાત કરી હતી. આ દરમિયાન પીએમ જ્યાં બંકરનુમા એક ચેમ્બરમાં બેઠા હતા, ત્યાં જવાન તેમની સામે સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરતાં ખુરશીઓ પર હતા.

ચીની સેનાની તમામ હરકતોનો મૂંહતોડ જવા આપવા માટે તૈયાર

પીએમ મોદીના લદ્દાખ પ્રવાસ ચીન માટે એક સંદેશ જેવો રહ્યો છે. પીએલએ ને સેનાની સાથે સાથે ભારતની રાજૂનિક દૃઢતાનો અંદાજો પણ લાગી ગયો છે. એ પણ જણાવી દીધું છે કે ભારત દબાઈ જનારામાંનો નથી. ચીની સેનાની તમામ હરકતોનો મૂંહતોડ જવા આપવા માટે તૈયાર છે. પીએમ મોદીની આ મુલાકાતથી આ પણ મેસેજ ગયો છે. દેશના લોકો સેનાની સાથે ઊભા છે. રક્ષા મામલાના વિશેષજ્ઞ બ્રહ્મા ચેલાની મુજબ પીએમ મોદીએ લદ્દાખ મોરચા પર જઈને ખૂબજ સારું કર્યું છે. આ યાત્રાના માધ્યમથી ભારત ચીનને એ સંદેશો પહોંચાડ્યો છે કે તે ચીને પાછા ખદેડવા માટે દૃઢ સંકલ્પ છે.

READ ALSO

Related posts

લાલ કિલ્લા પર નિશાન સાહિબ ફરકાવનાર કોણ છે જુગરાજ? : માતા-પિતાએ ગામ છોડી ભાગવું પડ્યું, ગમમાં ફેરવાઈ ગયો આનંદ

Karan

બજેટ સત્ર: રાષ્ટ્રપતિના અભિભાષણનો બહિષ્કાર કરશે કોંગ્રેસ સહીત 16 પાર્ટીઓ

Pritesh Mehta

બમ્પર વળતર/ પીએમ મોદીએ પણ 8.43 લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે એ યોજનામાં કરો રોકાણ, પોસ્ટઓફિસની છે આ ઉત્તમ યોજના

Bansari
Do NOT follow this link or you will be banned from the site!