GSTV
Home » News » નોબલ વિજેતા અભિજીત બેનર્જીને મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કહ્યું કેટલાંય મુદ્દાઓ પર થઈ વાતચીત

નોબલ વિજેતા અભિજીત બેનર્જીને મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કહ્યું કેટલાંય મુદ્દાઓ પર થઈ વાતચીત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે નોબલ પુરસ્કાર વિજેતા અભિજીત બેનર્જી સાથે મુલાકાત  કરી હતી. મુલાકાતની જાણકારી પ્રધાનમંત્રીએ ટ્વીટ દ્વારા આપી હતી. તેમણે લખ્યું કે અભિજીત બેનર્જીની સાથે સારી બેઠક રહી. માનવ સશક્તિકરણ પ્રતિ તેમનું જુનૂન ચોખ્ખુ દેખાય છે. અમે કેટલાંય મુદ્દાઓ પર સ્વસ્થ અને વ્યાપક વાતચિત કરી. ભારતને તેમની ઉપલબ્ધિઓ પર ગર્વ છે. તેમને ભવિષ્યની કોશિશો માટે શુભકામના

બેનર્જીએ અનોખો અનુભવ ગણાવ્યો

બેનર્જીએ વડા પ્રધાન સાથેની મુલાકાતને એક અનોખો અનુભવ ગણાવ્યો અને સમય આપવા બદલ તેમનો આભાર માન્યો. તેમણે કહ્યું, ‘વડાપ્રધાને ભારત વિશે તેમની વિચારવાની રીત વિશે ઘણી વાતો કરી હતી જે એકદમ અનોખી હતી. તેમણે તે રીત વિશે વાત કરી જેમાં તે શાસનને ખાસ રીતે જુએ છે અને કેટલીકવાર જમીન પર લોકોનો અવિશ્વાસ શાસનને રંગહીન બનાવે છે. આ શાસન પ્રક્રિયા પર ભદ્ર નિયંત્રણની રચના કરે છે. સરકાર નૌકરશાહીમાં કેવી સુધારણા લાવવાની કોશિશ કરી રહી છે અને આ માટે લોકોના મંતવ્યો ધ્યાનમાં રાખવામાં આવશે.

બેનર્જી પર પિયુષ ગોયલનું નિવેદન

આ વર્ષે બેનર્જીને તેમની પત્ની ડફ્લો અને ક્રેમરને સંયુક્ત રીતે અર્થશાસ્ત્રનું નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. ગરીબી નિવારણથી સંબંધિત તેમના કામને કારણે તેમને નોબેલ મળ્યો છે. બેનર્જી વડા પ્રધાનને એવા સમયે મળ્યા છે જ્યારે કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલે તાજેતરમાં તેમના વિશે નિવેદન આપતા કહ્યું હતું કે તેઓ ડાબેરીઓથી પ્રેરિત છે. તેમણે ન્યાય યોજના વખાણ કર્યા હતા. ભારતના લોકોએ તેની વિચારસરણીને સંપૂર્ણપણે નકારી હતી.

રાહુલ ગાંધીએ સાધ્યો નિશાનો

આ અંગે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રવિવારે ટિપ્પણી કરતા ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે આ લોકો નફરતમાં આંધળા થઈ ગયા છે અને તેમને વ્યવસાયીકરણ શું છે તે ખબર નથી. શનિવારે બેનર્જીએ કહ્યું હતું કે વાણિજ્ય પ્રધાન મારી વ્યાવસાયીકરણ પર સવાલ ઉભા કરી રહ્યાં છે.

READ ALSO

Related posts

રાહુલ ગાંધીએ સાચું જ કહ્યું છે તેઓ સાવરકર જેટલા સક્ષમ નથી : ઈન્દ્રેશ કુમાર

Mayur

NRC મુદ્દે પૂર્વોત્તરમાં સર્જાયેલી ભારેલા અગ્નિ જેવી સ્થિતિનો અમિત શાહ આવી રીતે લાવશે ઉકેલ

Mayur

સંબિત પાત્રાએ મમતા બેનર્જીને 15 વર્ષ જૂનું ભાષણ યાદ કરાવી ચિંતામાં ગરકાવ કરી દીધા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!