GSTV
ટોપ સ્ટોરી

પીએમ મોદીની અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે મુલાકાત, કહ્યું- કોવિડના સમયમાં અમેરિકાએ સાચા મિત્ર તરીકે મદદ કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે વ્હાઇટ હાઉસમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે મુલાકાત કરી અને ભારત અને અમેરિકાનો પ્રાકૃતિક સાજેદારી કરાર આપ્યો. મુલાકાત દરમિયાન પીએમ મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસના નેતૃત્વમાં દ્વિપક્ષીય સબંધ નવી ઊંચાઈ પર પહોંચશે.

પીએમ મોદીએ કહ્યું કે, વિશ્વની સૌથી મોટી અને સૌથી જૂની ડેમોક્રેસીના રૂપમાં ભારત અને અમેરિકા નેચરલ પાર્ટનર છે. આપણા મૂલ્યોમાં સમાનતા છે. આપણું તાલમેલ અને સહયોગ પણ સતત વધતો જઈ રહ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે ભારત કોવિડ-19ની બીજી લહેરની ચપેટમાં હતો, ત્યારે ભારતની મદદ માટે અમેરિકાનો આભાર વ્યક્ત કરું છું. પીએમ મોદીએ કહ્યું કે, કોવિડના સમયે અમેરિકાએ સાચા મિત્ર તરીકે મદદ કરી છે. સાથે જ કહ્યું કે એ સમયે અમેરિકાની સરકાર, કંપનીઓ અને ભારત સમુદાય તમામ સાથે મળીને ભારતની સહાયતા માટે એકસાથે થઈ ગયા.

પીએમ મોદીએ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને ભારત આવવાનું આમંત્રણ આપ્યું

વડા પ્રધાન મોદીએ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને ભારતની મુલાકાત માટે આમંત્રણ આપ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે તમારી વિજય યાત્રા ઐતિહાસિક છે. ભારતના લોકો પણ ભારતની આવ ઐતિહાસિક વિજય યાત્રાનું સન્માન કરવા, સ્વાગત કરવા માંગે છે, તેથી હું તમને ભારત આવવાનું ખાસ આમંત્રણ આપું છું. કમલા હેરિસને પણ કહ્યું કે તમે વિશ્વના ઘણા લોકો માટે પ્રેરણાસ્ત્રોત છો. બેઠક દરમિયાન, બંને નેતાઓએ બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા પર ભાર મૂક્યો અને પરસ્પર અને વૈશ્વિક હિતના મુદ્દાઓ પર ચર્ચા કરી. બંને નેતાઓ વચ્ચે આ પ્રથમ મુલાકાત છે. આ પહેલા, કમલા હેરિસે ભારતમાં કોવિડ -19 કટોકટી દરમિયાન મોદી સાથે ફોન પર વાત કરી હતી.

ભારત અમેરિકાનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગીદાર છે – કમલા હેરિસ

કમલા હેરિસે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું વોશિંગ્ટન ડીસીમાં સ્વાગત કરવું મારા માટે ખૂબ ગૌરવની વાત છે. એમ પણ કહ્યું કે ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ આપણે બંને દેશો એકબીજાની પડખે ઉભા રહ્યા છીએ, બંને દેશોએ પોતાને વધુ સુરક્ષિત, મજબૂત અને સમૃદ્ધ માન્યા છે. કમલા હેરિસે ભારતને અમેરિકાનો “ખૂબ જ મહત્વપૂર્ણ ભાગીદાર” ગણાવ્યો હતો. નવી દિલ્હીની જાહેરાતનું પણ સ્વાગત કર્યું, જેમાં ભારતે ટૂંક સમયમાં કોવિડ -19 રસીની નિકાસ ફરી શરૂ કરવાની વાત કરી છે.

કમલા હેરિસે કહ્યું કે ભારત અન્ય દેશો માટે રસીકરણનો મહત્વનો સ્ત્રોત રહ્યો છે. ભારત ટૂંક સમયમાં રસીઓની નિકાસ ફરી શરૂ કરવા જઈ રહ્યું છે, હું તેનું સ્વાગત કરું છું. ભારતમાં દરરોજ 10 કરોડ લોકોને રસી આપવામાં આવી રહી છે, જે ખૂબ જ પ્રભાવશાળી પગલું છે. આ વર્ષે એપ્રિલમાં, દેશમાં રોગચાળાની બીજી લહેર આવ્યા બાદ ભારતે કોવિડ રસીઓની નિકાસ બંધ કરી દીધી હતી. સોમવારે ભારતે કહ્યું કે તે તેના “વેક્સીન ફ્રેન્ડશીપ” પ્રોગ્રામના ભાગરૂપે અને કોવેક્સ વૈશ્વિક અભિયાન પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાને પૂર્ણ કરવા માટે 2021 ના ​​ચોથા ક્વાર્ટરમાં વધારાની રસીઓની નિકાસ ફરી શરૂ કરશે.

બાદમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકન ઉપપ્રમુખ કમલા હેરિસ અને અમેરિકી પ્રતિનિધિમંડળ સાથે આઇઝનહોવર એક્ઝિક્યુટિવ ઓફિસ બિલ્ડિંગમાં ભારતીય પ્રતિનિધિમંડળ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે તાજેતરના વૈશ્વિક અને પ્રાદેશિક વિકાસની ચર્ચા કરી હતી. ઉભરતી ટેકનોલોજી, આરોગ્ય, શિક્ષણ અને વ્યક્તિગત સંબંધોમાં દ્વિપક્ષીય ભાગીદારી પર ચર્ચાઓ થઈ હતી.

બંને નેતાઓની મુલાકાત બાદ ભારતના વિદેશ સચિવ હર્ષવર્ધન શૃંગલાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ આજે ​​પ્રથમ વખત અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને રૂબરૂ મળ્યા હતા. તેઓએ તાજેતરના વૈશ્વિક અને પ્રાદેશિક વિકાસની ચર્ચા કરી. કોવિડ અને રસીકરણ તેમની ચર્ચાનો મુખ્ય ભાગ હતો. બંને દેશોએ ભવિષ્યમાં અવકાશ સહકાર, માહિતી ટેકનોલોજી, ઉભરતી અને નિર્ણાયક ટેકનોલોજી, આરોગ્ય ક્ષેત્રે સાથે મળીને કામ કરવાની ચર્ચા કરી.

Read Also

Related posts

કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવો ઘાટ, રાજસ્થાનમાં કોંગ્રેસ પાર્ટી વિખેરાવાના એરણે

Hemal Vegda

હિન્દુઓ-મુસ્લિમો વચ્ચે એક્તા માટે વધારવો પડશે સંવાદ, વસતી નિયંત્રણ અંગે બોલ્યા મોહન ભાગવત

Damini Patel

ધારીવાલનો અજય માકન પર જોરદાર હુમલો, તેઓ પક્ષપાત કરવા આવ્યા હતા; પાયલટને ગણાવી દીધા ગદ્દાર

Hemal Vegda
GSTV