GSTV
Home » News » મંદીના માહોલમાં બિલ ગેટ્સનો આશાવાદ 2020માં ભારતમાં આર્થિક વૃધ્ધિ થશે

મંદીના માહોલમાં બિલ ગેટ્સનો આશાવાદ 2020માં ભારતમાં આર્થિક વૃધ્ધિ થશે

ભારતમાં એક તરફ મંદીનો માહોલ છે, યુવાનો નોકરી વગર રખડી રહ્યા છે અને મોંઘવારીએ માજા મૂકી છે ત્યારે અમેરિકાથી આવેલા માઇક્રોસોફટના સૃથાપક બિલ ગેટ્સે એવી આશા વ્યક્ત કરી હતી કે આગામી દાયકામાં ભારતમાં ખૂબ ઝડપથી આિર્થક વૃધિૃધ થશે.

તેમણે કહ્યું હતું કે નજીક ભવિષ્ય અંગે હું વધારે કહી શકતો નથી, પરંતુ આગામી દસ વર્ષમાં ભારતમાં વિકાસની વિપુલ સંભાવનાઓ રહેલી છે.તેમણે કહ્યું હતુ કે ભારતમાં વિકાસ થશે તો નોકરીની શક્યતાઓ ખૂબ વધી જશે અને લાખો લોકોને ગરીબીમાંથી બહાર કાઢી શકાશે.જો આવું શક્ય બનશે તો સરકારને પણ શિક્ષણ અને આરોગ્ય પાછળ વધુ રોકાણ કરવું પડશે.

વિશ્વના માલેતુજાર લોકો પૈકીના એક ગેટ્સે કહ્યું હતું કે ભારતમાં આધાર કાર્ડની વ્યવસૃથા સારી છે જેના કારણે વ્યક્તિની ઓળખ થઇ શકે છે.તેમણે નાણાકીય સેવા અને ફાર્મા ક્ષેત્રની પણ પ્રશંસા કરી હતી. જો કે  એશિયાની સૌથી મોટી ત્રીજી આૃર્થ વ્યવસૃથા ભારતમાં હાલમાંં ભયંકર મંદી ભલે હોય પરંતુ આગામી દિવસોમાં આિર્થક  વૃધિૃધ થશે જ.

જો કે કેટલાક આિર્થક નિષ્ણાતો માને છે કે ભારતમાં લાંબા સમય સુધી આવી પરિસિિથતીમાં ટકવું મુશ્કેલ બનશે, પરંતુ આગામી દિવસોમાં ભારતમાં ઝડપી વિકાસ થશે. શું નજીકના ભવિષ્યમાં સારા દિવસો આવશે? એવા એક સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે નજીકના ભવિષ્યની તો મને ખબર નથી, પરંતુ આગામી દાયકામાં ભારતમાં તેજી આવશે.

ઉલ્લેખનીય છે કે શુક્રવારે ગેટ્સ ફરીથી વિશ્વના સૌથી અમીર વ્યકત્તિ બની ગયા હતા. તેમની કુલ સંપત્તિ 110 અબજ ડોલરની  થઇ ગઇ હતી. તેમણે એમેઝોન  ઇન્ક.ના જેફ બેજોસને પાછળ ધકેલી દીધા હતા.

બિલ એન્ડ મેલિંન્ડા ગેટ્સ ફાઉન્ડેશનમાં અત્યાર સુધી તેઓ 35 અબજ ડોલરનું દાન આપી ચૂક્યા છે. આ ફાઉન્ડેશન વિવિધ દેશોમાં ગરીબી દૂર કરવા અને સામાજીક વિકાસના કામોમાં સહાયતા કરે છે.તેમણે કહ્યું હતું કે ભારતમાં વિકાસની અનેક તકો રહેલી છે.

તેઓ હાલમાં ભારતની ત્રણ દિવસીય મુલાકાતે આવ્યા છે અને તેમના ફાઉન્ડેશન દ્વારા ચલાવવામાં આવતી વિવિધ સામાજીક સેવાઓની સમીક્ષા કરી રહ્યા છે.ભારતનો  પ્રથમ ત્રિમાસિક વૃધિૃધ દર ઘટી ગયો છે તેની પણ તેમણે નોંધ લીધી હતી. છ વર્ષમાં આ વૃધિૃધ સૌથી ઓછી છે, એવું પણ તેમણે માન્યુ હતું. ગેટ્સે ઓળખના દસ્તાવેજ આધાર પધૃધતી અને યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ પેમેન્ટની ભારે પ્રશંસા કરી હતી.

તેમણે કહ્યું હતું કે આપણને નંદન નિલકણી જેવા મહાનુભવોની જરૂર છે.તેમના જેવા માણસો સાથે ભાગીદારી કરવા જેવી છે.અન્ય દેશોએ ભારત પાસેથી શીખવાની જરૂર છે કે કેવી રીતે ડીજીટલ ઓળખ અને નાણાકીય  સેવા પ્રદાન કરી શકાય છે. તેમણે ટીકાકરણની પણ ખૂબ પ્રશંસા કરી હતી.

Read Also

Related posts

દુનિયામાં સૌથી નાનું કદ ધરાવતા વ્યક્તિનું થયુ નિધન, ગિનીઝ બુકમાં નોંધાયુ હતુ નામ

Mansi Patel

ગુડિયા ગેંગરેપ કેસમાં બંને આરોપી દોષી કરાર, એક આરોપીએ મીડિયાકર્મી પર હુમલાનો કર્યો પ્રયાસ – જુઓ VIDEO

Mansi Patel

જમ્મૂ-કાશ્મીરમાં 164 દિવસ બાદ ઈન્ટરનેટ સેવા ફરીથી શરૂ, આ જગ્યાઓ પર મળશે બ્રોડબ્રેન્ડ સુવિધા

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!