GSTV
Gujarat Government Advertisement

કોરોનાની બીજી લહેરનો કહેર / શું ફરી દેશમાં લોકડાઉન લાગશે?, PM મોદીએ રાજ્યોના CM સાથે કરી વાતચીત

Last Updated on May 6, 2021 by Dhruv Brahmbhatt

દેશમાં કોરોનાના કેસ બેકાબૂ ગતિએ વધી રહ્યાં છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવીનતમ પરિસ્થિતિને લઈને અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી છે. આવી સ્થિતિમાં એવી અટકળો થઈ રહી છે કે, શું ફરીથી દેશમાં લોકડાઉન થશે કે કેમ. વડાપ્રધાને તેલંગાણા, આંધ્રપ્રદેશ, ઓડિશા, ઝારખંડના મુખ્યમંત્રીઓની સાથે-સાથે પુડુચેરી અને જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ સાથે પણ વાત કરી.

કેસ

ઓક્સિજન, બેડની અછત અને કેસોમાં સતત વધારો

ખરેખર, ભારતમાં કોરોનાની બીજી લહેર તબાહીનું કારણ બની રહી છે. ઓક્સિજન, બેડની અછત સર્જાઇ છે અને કેસો સતત વધી રહ્યાં છે. દેશમાં ફરીથી લોકડાઉન અંગેની ચર્ચા થઈ રહી છે જ્યારે ઘણાં રાજ્યોએ પહેલેથી જ લોકડાઉન, કર્ફ્યુ, નાઇટ કર્ફ્યુ, વીકેન્ડ લૉકડાઉન જેવા પગલાં લઇ લીધાં છે. મહારાષ્ટ્ર, કેરળ, રાજસ્થાન, કર્ણાટક, દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં પ્રતિબંધો અમલમાં છે.

બીજી બાજુ અમેરિકાના ટોપ હેલ્થ એક્સપર્ટ ડૉ. એન્ટની ફાઉચી પણ કહી ચૂક્યાં છે કે, ભારતે વર્તમાન પરિસ્થિતિ સામે ઝઝૂમવા માટે પોતાની તમામ તાકાત લગાવી દેવી પડશે. જો લોકડાઉન લાગે છે તો તે ટ્રાન્સમિશનની સ્પીડને રોકશે, એવાં સમયમાં સરકારે પોતાની સંપૂર્ણ તૈયારી કરી લેવી જોઇએ.

ત્રીજી લહેરની ચેતવણી!

દેશ હાલમાં કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહેલ છે ત્યારે નિષ્ણાંતોનું માનીએ તો તેઓએ તો ત્રીજી લહેરને લઇને પણ ચેતવણી જાહેર કરી દીધી છે, ભારત સરકારના જ પ્રમુખ વૈજ્ઞાનિક સલાહકારે થોડાંક દિવસ અગાઉ જણાવ્યું હતું કે, કોરોનાની ત્રીજી લહેર આવશે તે નિશ્ચિત છે. જો કે તે ક્યારે આવશે તે હજુ કહી ન શકાય. પરંતુ એવામાં સવાલ એ ઊભો થાય છે કે, જ્યારે બીજી લહેર દરમ્યાન દેશની સ્વાસ્થ્ય વ્યવસ્થાની પોલ ખુલી ગઇ છે તો ત્રીજી લહેરનો મુકાબલો દેશ કેવી રીતે કરી શકશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Allopathy vs Ayurveda / સુપ્રીમ કોર્ટના શરણે બાબા રામદેવ, તમામ કેસ દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગ

Zainul Ansari

વેક્સિનેશન પોલીસ પર રાહુલ ગાંધીના ચાબખા, કહ્યું: મોદી સરકારને પોતાનું PR કરવામાં વધુ રસ

Pritesh Mehta

WTC Final / ટીમ ઈન્ડિયાનું વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનુ તૂટ્યું, ન્યૂઝીલેન્ડે રચ્યો ઇતિહાસ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!