GSTV
Home » News » PM મોદીની માલદીવ મુલાકાત, મોદીને મળ્યુ માલદીવના સર્વોચ્ચ નાગરિક સન્માન “નિશાન ઈઝ્ઝુદ્દીન”

PM મોદીની માલદીવ મુલાકાત, મોદીને મળ્યુ માલદીવના સર્વોચ્ચ નાગરિક સન્માન “નિશાન ઈઝ્ઝુદ્દીન”

ભારતનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માલદીવ પહોંચી ગયા છે. પીએમ મોદીની બીજા કાર્યકાળ દરમ્યાન આ પહેલી વિદેશ યાત્રા છે. માલદીવ જતાં પહેલાં પીએમ મોદીએ કહ્યુ હતુકે, માલદીવ અને શ્રીલંકાની મુલાકાતથી સમુદ્ર ક્ષેત્રમાં સ્થિત આપણા પાડોશી દેશના સબંધો વધુ મજબૂત થશે.

માલદીવ પહોંચેલાં પીએમ નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ સોલિહની વચ્ચે દ્વિપક્ષીય બેઠક થઈ હતી. આ બેઠક માલદીવની રાજધાની માલેમાં ચાલી રહી છે. ત્યારબાદ પીએમ મોદીએ માલદીવનાં રાષ્ટ્રપતિ સાથે પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક કરી હતી.

બેઠકમાં ઘણા મહત્વનાં મુદ્દાઓ ઉપર સમજૂતી થઈ શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ માલદીવ યાત્રા છેલ્લાં 8 વર્ષોમાં દ્વિપક્ષીય સ્તર પર ભારતનાં કોઈ પ્રધાનમંત્રીની પહેલી યાત્રા છે.

હાલમાં ક્રિકેટનો મહાકુંભ એટલેકે વર્લ્ડકપ ચાલી રહ્યો છે. ત્યારે પીએમ મોદીએ માલદીવનાં રાષ્ટ્રપતિને ભારતીય ક્રિકેટર્સના ઓટોગ્રાફવાળું બેટ ગિફ્ટમાં આપ્યુ હતુ.

તો માલદીવનાં રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદે પીએમ મોદીને માલદીવનાં સર્વોચ્ચ નાગરિક સન્માન નિશાન ઈઝ્ઝુદ્દીનથી નવાજવામાં આવ્યા છે.

READ ALSO

Related posts

દુનિયાના સૌથી મોટા રેન ફોરેસ્ટ અમેઝનમાં લાગી વિકરાળ આગ, અંધારામાં ડૂબ્યું સાઓ પાઓલો શહેર

NIsha Patel

ચિદંબરમના બહાને અસલ મુદ્દા પરથી ધ્યાન ભટકાવી રહી છે મોદી સરકાર : કોંગ્રેસનો આક્ષેપ

Bansari

કોહિનૂર ઈમારત કેસ મામલે કલમ 144 લાગુ, રાજ ઠાકરે પહોંચ્યા ED ઓફિસ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!