દેશમાં વધતા કોરોનાના કેસ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના તમામ રાજયોના મુખ્યપ્રધાનોની બેઠક બોલાવી. વીડિયો કોન્ફરન્સિંગથી મળેલી આ બેઠકમાં દેશના તમામ રાજ્યોના મુખ્યપ્રધાનો હાજર રહ્યા. આ બેઠકમાં જ્યાં કોરોનાના સૌથી વધુ કેસ આવી રહયા છે તે રાજ્યોના વિસ્તારોમાં લોકડાઉન લાગુ કરવા અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી છે. દિલ્હી, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને કર્ણાટકમાં કોરોનાના સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે. આ ઉપરાંત ઓક્સિજન સપ્લાય, વેન્ટિલેટર, આઇસીયુ, રસીકરણની સ્થીતીની પણ આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી છે.

પીએમ મોદીએ આ બેઠક બાદ જણાવ્યુ કે, અમેરિકા જેવા દેશમાં મોટી સંખ્યામાં કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. આવી સ્થિતિમાં આપણે ડરવાની જરૂર નથી. આપણે માત્ર સાવચેત રહેવાનું છે. આજે રાજ્યો પાસે પુરી માત્રામાં રસી છે. કોરોના સામેની લડાઈ માટે તમામ તૈયારી કરવામાં આવી છે. ઘણીવાર રસી બાદ સંક્રમણ અને માસ્ક પહેરવા છતાં કોરોના થયો હોવાની અફવા ફેલાવવામાં આવે છે. આપણે આવી અફવાથી દૂર રહેવું જોઈએ.
પીએમ મોદીએ વધુમાં જણાવ્યુ કે, કોરોનાને હરાવવા માટે આપણે લોકલ કન્ટેઈન્મેન્ટ પર વધારે ધ્યાન કેન્દ્રીય કરવું પડશે. હોમ આઈસોલેશન પર વધારે ભાર આપવો પડશે. સરકારની ગાઈડલાઈનનું પાલન કરવું જરૂરી છે. આપણે કોરોનાના આવનારા કોઈપણ વેરિયન્ટ સામે તૈયારી કરવી પડશે. આપણે કોરોના સામેની લડાઈ માટે તૈયાર રહેવું પડશે. પીએમ મોદીએ વધુમાં કહ્યુ કે, આપણી પાસે કોરોના સામેની લડાઈનો બે વર્ષનો અનુભવ છે. જે રાજ્યમાં કોરોનાના કેસ વધારે આવી રહ્યા છે તે રાજ્યમાં કોરોનાના ટેસ્ટની કામગીરી વધારવી જોઈએ.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…

MUST READ:
- પરિણીતી ચોપરાના આ લુકે મચાવી ધમાલ…જુઓ તસવીરો
- શેરબજારમાં રોકાણ કરતા પહેલા જાણી લો આ 6 વાત, નહીંતર ભવિષ્યમાં થશે પસ્તાવો
- આ છે ક્રિકેટના ઇતિહાસના 5 એવા રેકોર્ડ જેવા વિશે તમે નહીં સાંભ્યું હોય, વર્ષોથી કોઇ પણ નથી કરી શક્યુ બરાબરી
- ચૂંટણી ઈફેક્ટ/ રાજ્ય સરકાર ચૂંટણી પહેલા માસ્ટર સ્ટ્રોક મારવાના મૂડમાં, ગરીબોને બખ્ખાં થઈ જશે
- એરપોર્ટ પર બ્લેક ટોપ પહેરીને કાતિલ લૂકમાં જોવા મળી મૌની રોય ….