GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

જન્મદિવસ પર માતા હિરાબાને મળ્યા પ્રધાનમંત્રી મોદી, કાંસાની થાળીમાં માતા સાથે લીધું ભોજન

જન્મદિવસ નિમિત્તે ગુજરાતની મુલાકાતે આવેલા પ્રધાનમંત્રી મોદી માતા હિરાબાને મળવા માટે પહોંચ્યા હતા. આ પહેલા વાત હતી કે સવારમાં જ પ્રધાનમંત્રી પોતાની માતા હિરાબાને મળશે, પરંતુ વ્યસ્ત કાર્યક્રમને લઈને પ્રધાનમંત્રી બપોર બાદ માતા હિરાબાને મળવા માટે પહોંચ્યા હતા. પોતાના જન્મદિવસ પર તેઓ અચૂક માતા હિરાબાને મળે છે. તેમણે માતા સાથે મળીને ભોજન લીધું હતું. જેની તસવીર પણ વાઈરલ થઈ હતી.

આ સિવાય ગુજરાત મુલાકાત દરમ્યાન પણ જ્યારે પણ સમય મળે ત્યારે તેઓ માતા હિરાબાના નિવાસસ્થાને આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગમનને લઈને ચાપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો, તો આસપાસના લોકો પણ નરેન્દ્ર મોદીના આવવાના હોવાથી કાગડોળે રાહ જોઈ બેઠા હતા. માતા હિરાબાને મળ્યા બાદ જૂની મુલાકાતો તાજા થઈ ગઈ હતી.

કેવડિયામાં મા નર્મદાના નીરના વધામણા કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના માતા હીરાબાના આશિર્વાદ લીધા. કેવડિયામાં તમામ કાર્યક્રમો પૂર્ણ થયા બાદ પીએમ મોદી ગાંધીનગર આવી પહોંચ્યા. અને રાયસણ સ્થિત માતા હીરાબાના નિવાસસ્થાને પહોંચી તેમના આશિષ મેળવ્યા.

મહત્વપૂર્ણ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના દરેક જન્મદિવસે માતાના અચૂક આશિર્વાદ મેળવે છે. તેમજ દરેક ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ પણ તેઓ માતા હીરાબાના આશિર્વાદ મેળવતા રહે છે.

READ ALSO

Related posts

સુરતનાં ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદી માહોલ, ભારે પવન સાથે વરસ્યો મેહુલ્યો

pratik shah

કોન્સ્ટેબલ સુનિતા યાદવના સમર્થનમાં આવ્યા લોકો, રાજકોટવાસીઓએ આપી આ મામલે પ્રતિક્રિયા

pratik shah

પ્રકાશ કાનાણીએ સમગ્ર મામલે યોજી પત્રકાર પરિષદ, કર્યા ખુલાસા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!