GSTV

વ્હાઈટ હાઉસમાં પ્રેસિડેન્ટ બાયડેન સાથે પીએમ મોદીની મુલાકાત, ભારત-US માટે આ દશક મહત્વનું

Last Updated on September 24, 2021 by Pritesh Mehta

ત્રણ દિવસની મુલાકાતે અમેરિકા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો શુક્રવારનો બીજો દિવસ છે. આજનો દિવસ ખૂબ મહત્વનો છે, કારણ કે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડેન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત કરી. પીએમ મોદીએ જો બિડેનને કહ્યું કે આ દાયકો ભારત અને અમેરિકા માટે ઘણો મહત્વનો બનવાનો છે. અગાઉ, જો બિડેને ટ્વિટ કર્યું હતું કે તેઓ ભારત સાથે મજબૂત સંબંધો માટે પ્રતિબદ્ધ છે.

મોદી-બાયડેન મુલાકાત

આ દાયકો ભારત અને અમેરિકા માટે ખૂબ મહત્વનો છે: પીએમ મોદી

જો બાયડેનએ મુલાકાત દરમિયાન કહ્યું હતું કે લાંબા સમયથી હું માનું છું કે યુએસ-ભારત સંબંધો ઘણા વૈશ્વિક પડકારોને ઉકેલવામાં અમારી મદદ કરી શકે છે. હકીકતમાં 2006 માં જ્યારે હું ઉપરાષ્ટ્રપતિ હતો ત્યારે મેં કહ્યું હતું કે 2020 સુધીમાં ભારત અને અમેરિકા વિશ્વના સૌથી નજીકના દેશોમાં હશે. તો, વડાપ્રધાન મોદીએ જવાબ આપ્યો હતો કે આજની દ્વિપક્ષીય સંમેલન મહત્વપૂર્ણ છે. અમે આ સદીના ત્રીજા દશકની શરૂઆતમાં મળી રહ્યા છીએ. તમારું નેતૃત્વ ચોક્કસપણે આ દાયકાને આકાર આપવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આ દાયકો ભારત અને અમેરિકા માટે ઘણો મહત્વનો બની રહ્યો છે. ભારત અને અમેરિકા વચ્ચે વધુ મજબૂત મિત્રતાના બીજ વાવવામાં આવ્યા છે.

જો બાયડેનનું વિઝન પ્રેરક: પીએમ મોદી

પીએમ મોદીએ અમેરિકન રાષ્ટ્રપતિ જો બાયડેનના વખાણ કરતા કહ્યું હતું કે ભારત અમેરિકાના સંબંધોને લઈને તમારું વિઝન પ્રેરક છે, મને વર્ષ 2015, 2016માં તમારી સાથે વિસ્તૃત ચર્ચા કરવા મળી હતી.

જો બાયડેનએ કર્યો કમલા હેરિસન માંનો ઉલ્લેખ

જો બાયડેને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસના માનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે તેઓ ભારતથી હતા. ઉપરાષ્ટ્રપતિની માં જાણીતા વૈજ્ઞાનિક હતા. બાયડેનએ આગળ કહ્યું કે આજના સમયમાં શાંતિ સહનશીલતાના મૂલ્યોની જરૂર છે. આપણી ભાગીદારી પહેલાથી વધુ વધી રહી છે.

બાયડેનએ કર્યું પીએમ મોદીનું ભાવભીનું સ્વાગત

વ્હાઇટ હાઉસના ઓવલ ઓફિસ ખાતે વડાપ્રધાન મોદીનું આગમન થતા અમેરિકન પ્રેસિડેન્ટ બાયડેનએ તેમનું ભાવભીનું સ્વાગત કર્યું હતું.

પીએમ મોદીની મુલાકાતથી ખુશ બાયડેન

વ્હાઇટ હાઉસ ખાતે થયેલ પીએમ મોદી સાથે બેઠક દરમ્યાન બાયડેનએ જે કહ્યું તેનાથી બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત થશે. પીએમ મોદીના વ્હાઇટ હાઉસ મુલાકાતથી ખુશ છે.

વ્હાઇટ હાઉસ બહાર લાગ્યા મોદી-મોદીના નારા

વ્હાઇટ હાઉસમાં પીએમ મોદી અને જો બાયડેન વચ્ચે મુલાકાત ચાલી રહી હતી ત્યારે બહાર ભારતીય સમુદાયના મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. ભારતીયો દ્વારા વ્હાઇટ હાઉસ બહાર મોદી-મોદીના સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા હતા. ભારતીય સમુદાયના લોકો વ્હાઇટ હાઉસ બહાર ઉજવણી કરી રહ્યા હતા.

મહત્વનું છે કે, બિડેન રાષ્ટ્રપતિ બન્યા બાદ પ્રથમ વખત પીએમ મોદી સાથે રૂબરૂ મુલાકાત કરી રહ્યા છે. આના થોડા સમય બાદ પીએમ મોદી ક્વાડ મીટિંગમાં વોશિંગ્ટનમાં અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાના નેતાઓને મળશે. માર્ચ મહિનામાં, ક્વાડના ટોચના નેતાઓની બેઠક વર્ચ્યુઅલ રીતે યોજવામાં આવી છે. પીએમ મોદીએ મુલાકાતના પ્રથમ દિવસે પાંચ કંપનીઓના સીઈઓ, ઓસ્ટ્રેલિયા અને જાપાનના વડાપ્રધાનો તેમજ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને મળ્યા હતા.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

ચીન આવ્યું તાલિબાનની મદદે : શરૂ કરી પૈસાની વર્ષા, 375 મિલિયન આપવાનું આપ્યું વચન

Zainul Ansari

Pegasus Issue / પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટ બુધવારે સંભળાવશે નિર્ણય, સ્વતંત્ર તપાસની માગ કરતી થઈ હતી અરજી

Zainul Ansari

ચિંતાનો વિષય / કેમ પડી પૃથ્વીની પરિભ્રમણની ગતિ ધીમી? શું આ બદલાવ છે કોઈ ખતરાનો સંકેત કે પછી…?

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!