દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસના ગુજરાત પ્રવાસે છે ત્યારે ગઈકાલે સાંજે તેવો અમદાવાદ એરપોર્ટથી સીધા ગાંધીનગર વિદ્યા સમીક્ષા કેન્દ્ર પહોંચ્યા ત્યાં ત્યારબાદ વિદ્યા સમીક્ષા કેન્દ્ર નિહાળીયા બાદ વડાપ્રધાન રાજભવન રાત્રી રોકાણ માટે પહોંચ્યા હતા જ્યાં આગળ મોડી રાતે વડાપ્રધાન ને મળવા ભૂપેન્દ્ર પટેલ સરકારના 3 મંત્રીઓ પહોચ્યા હતા જો કે વડાપ્રધાન સાથે મુલાકાત કરનારા મંત્રીઓનું કહેવું છે. વડાપ્રધાન સાથે તેવો શુભેચ્છા મુલાકાત કરવા માટે ગયા હતા.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે. તેમ તેમ વિવિધ રાજકીય પાર્ટીના નેતાઓના પ્રવાસો શરૂ થયા છે. ત્યારે આ વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપે વધુ મત મેળવવા માટેની રણનીતિ બનાવવાનું શરૂ કરી દીધું છે. જેના ભાગરૂપે વડાપ્રધાન મોદીએ હવે ગુજરાતના પ્રવાસ વધારી દીધા છે. આ સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને પણ ચર્ચા કરી રહ્યાં છે. ત્યારે ગતરોજથી ગુજરાતના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજભવન ખાતે રાજ્ય સરકારના મંત્રીઓ સાથે મુલાકાત લીધી હતી.
જેમાં રાજ્યના મહેસુલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, માર્ગ અને મકાન મંત્રી પુર્ણશ મોદી અને રાજ્ય કક્ષાના મંત્રી કીર્તિસિંહ વાધેલા સાથે મુલાકાત કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર PM મોદીએ આ તમામ મંત્રીઓ સાથે મુલાકાત કરીને સરકારની કામગીરી જાણી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઉપરાંત તેમણે રાજ્યની સ્થિતી અંગે પણ ચર્ચા કરી હોવાનું જાણવા મળ્યું છે.
READ ALSO:
- મોટા સમાચાર / કચ્છની પલારા જેલમાં સર્ચ ઓપરેશન દરમિયાન 6 મોબાઈલ ફોન મળી આવ્યાં, રાજ્યભરની જેલોમાં તપાસ ચાલુ
- આ વિશિષ્ટ ગિટારને તૈયાર કરવામાં થયા છે 700 દિવસ, ગિટારમાં જડવામાં આવ્યા છે ૧૧૪૪૧ જેટલા હિરા
- ગુજરાતની જેલોમાં દરોડા / પોલીસ નિયમાવલીમાં નિયમિત વિઝીટ અને ચેકીંગના આદેશ, તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શા માટે આપવા પડ્યાં આદેશ?
- ચૈત્ર નવરાત્રિના ઉપવાસમાં દિવસ દરમિયાન એનર્જી રહેશેઃ આ ટિપ્સ કરો ફોલો
- WPL 2023 / યુપી વોરિયર્સને હરાવીને મુંબઈ ઈન્ડિયન્સની ફાઈનલમાં એન્ટ્રી, દિલ્હી- મુંબઈ વચ્ચે ખેલાશે ફાઈનલ મુકાબલો