GSTV

પીએમ મોદી રવિવારે સવારે 11 વાગ્યે રેડિયો પર ‘મન કી બાત’ કાર્યક્રમ દ્વારા રાષ્ટ્રને સંબોધન કરશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સવારે 11 વાગ્યે રેડિયો પર ‘મન કી બાત’ કાર્યક્રમ દ્વારા રાષ્ટ્રને સંબોધન કરશે. આ સમય દરમિયાન પીએમ મોદી દેશના લોકો સાથે પોતાના વિચારો શેર કરશે. આ માસિક રેડિયો પ્રોગ્રામનો 70 મો એપિસોડ હશે. તે આકાશવાણી અને દૂરદર્શનના સંમગ્ર નેટવર્ક પર પ્રસારિત કરવામાં આવશે. આ અગાઉ 27 સપ્ટેમ્બરના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમ દ્વારા લોકોને સંબોધન કર્યું હતું.

નોંધનિય છે કે લોકો સવારે 11 વાગ્યે ડીડી ભારતી પર પીએમ મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમની સાઇન લેંગ્વેજ વર્ઝન જોઈ શકે છે. આ ઉપરાંત આ મન કી બાતની પ્રાદેશિક આવૃત્તિને ઓલ ઈન્ડિયા રેડિયોના સંબંધિત પ્રાદેશિક સ્ટેશનો દ્વારા પ્રધાનમંત્રીના પ્રસારણ પછી તરત જ અને તે જ દિવસે રાત્રે આઠ વાગ્યે ફરીથી પ્રસારિત કરવામાં આવશે. આ માટે તમે 1922 પણ ડાયલ કરી શકો છો, ત્યારબાદ તમારા પર એક કોલ આવશે, જેમાં તમે તમારી પસંદગીની ભાષા પસંદ કરી શકો છો અને તમારી પ્રાદેશિક ભાષામાં ‘મન કી બાત’ કાર્યક્રમ સાંભળી શકો છો.

READ ALSO

Related posts

અમદાવાદમાં તંત્રની કોરોના સામેની કામગીરીથી ભાજપના જ કોર્પોરેટરો નારાજ

Nilesh Jethva

અમિત ચાવડાએ કોરોનાને મુદ્દે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી, અમદાવાદના દર્દીઓને આણંદ અને વડોદરા મોકવામાં આવતા ઉઠાવ્યા સવાલો

Nilesh Jethva

અમદાવાદ કોર્પોરેશને 6 નવી કોવિડ હોસ્પિટલ જાહેર કરી, પ્રાઈવેટ બેડની સંખ્યામાં કુલ 156 નો વધારો કરાયો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!