ફેબ્રુઆરી મહિનાના અંતિમ રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમ થકી દેશવાસીઓ સાથે સંવાદ સાધ્યો. પીએમ મોદીએ મહિલા સશક્તિકરણ. સંસ્કૃતિ. કળા અને પર્યાવરણ સહિતના વિવિધ મુદ્દાઓ પર વાત કરી. પીએમ મોદીએ મન કી બાતમાં દિલ્હીના હુનર હાટમાં તેમણે માણેલા બિહારી ભોજન લિટ્ટી-ચોખાનો ઉલ્લેખ કર્યો. સાથે જ તેમણે કહ્યું કે હુનર હાટમાં ખરા અર્થમાં દેશનું હુનર જોવા મળ્યું.. આપણ દેશની આ વિવિધતા સૌને પ્રેરણા આપનારી છે.
ઈસરોની ઉપલબ્ધિ વિશે કરી વાત
પીએમ મોદીએ મન કી બાતમાં ઇસરોની ઉપલબ્ધિઓનો ઉલ્લેખ કરી બાળકોને શ્રીહરિકોટાથી લોન્ચ થનારા રોકેટને પ્રત્યક્ષ નિહાળવા આહ્વાન કર્યું. સાથે જ વડાપ્રધાને યુવાનોને વિજ્ઞાન સાથે જોડવા માટે શરૂ કરાયેલા યુવિકા કાર્યક્રમનો પણ ઉલ્લેખ કર્યો.

કામ્યા કાર્તિકેયનનું આપ્યું ઉદાહરણ
પીએમ મોદીએ મહિલા સશક્તિકરણનો ઉલ્લેખ કરતા 12 વર્ષીય પર્વતારોહી કામ્યા કાર્તિકેયનનું ઉદાહરણ આપ્યું. તેમણે કહ્યું કે આટલી નાની ઉંમરે કામ્યાએ 7 હજાર ફૂટ ઉંચાઇ પર આવેલા માઉન્ટ એકોનકાગુઆ પર સફળ આરોહણ કરી ભારતનું નામ દુનિયાભરમાં રોશન કર્યું છે.
READ ALSO
- નવી શોધ/ કોરોના વાઈરસ ઈન્ફેક્શનથી બચવા આ વસ્તુનો થઈ શકે છે ઉપયોગ, ગુજરાતમાં પીવા પર છે પ્રતિબંધ
- ખેડબ્રહ્માના કોંગી ધારાસભ્યની અટકાયત થતા રોષ, આદિવાસી સમાજે આપી હાઇવે બ્લોક કરવાની ચીમકી
- IND vs AUS: મેચના ચોથા દિવસે જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ આમ મળ્યા ગળે, જાણો શું હતું કારણ…
- ગઢમાં પાડશે ગાબડું/ મમતાને 50 હજાર વોટથી ના હરાવીશ તો કાયમ માટે રાજનીતિ છોડી દઈશ, શુભેંદુએ પણ ફેંક્યો લલકાર
- ગુજરાત યુનિવર્સીટી ફરી વિવાદમાં, સિન્ડિકેટ સભ્યની નિમણુંકને લઈને ઉઠ્યા સવાલો