GSTV
Gujarat Government Advertisement

લોકસભામાં પીએમ મોદીના વિપક્ષ પર આકરા પ્રહાર, કોંગ્રેસના રસ્તે ચાલ્યા હોત તો કલમ 370 રદ્દ ન થાત

Last Updated on February 6, 2020 by Mayur

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર યોજાયેલી ચર્ચાનો જવાબ આપ્યો. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા. સાથે જ ભાજપ સરકારે લીધેલા ઐતિહાસિક નિર્ણયો જણાવ્યા. તેમજ સરકારની ઉપલબ્ધિઓ પણ ગણાવી.

કવિતાથી કરી શરૂઆત

પીએમ મોદીએ કવિતાથી પોતાના સંબોધનનો પ્રાંરભ કરતા જણાવ્યું કે લોકોએ સરકાર બદલી છે. હવે સરોકાર બદલવાનો ઇરાદો છે.

પીએમ મોદીએ કોંગ્રેસ પર કર્યો કટાક્ષ

પીએમ મોદીએ કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું કે જો અમે કોંગ્રેસના રસ્તે જૂની ઢબ પ્રમાણે ચાલ્યા હોત તો કલમ 370 મુદ્દે નિર્ણય ન લેવાયો હોત. જે મામલાઓ દાયકાઓથી લટકેલા પડ્યા છે તે ઉકેલાયા ન હોત.

અમારી સરકાર લીકથી હટીને કામ કરે છે

પીએમ મોદીએ કહ્યું કે અમારી સરકાર લીકથી હટીને કામ કરી રહી છે. અમે બહુ તેજ ગતિથી વિકાસના કાર્યો પૂર્ણ કરી રહ્યા છીએ. હવે કામની સ્પીડ પણ વધી છે અને સ્કીલ પણ.

કલમ 370 હટાવવાનો નિર્ણય ઐતિહાસિક

પીએમ મોદીએ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો. તેમણે કહ્યું કે જો તમારા વિચારો પર ચાલ્યા હોત તો કલમ 370 દૂર ન થઇ હોત.

ટ્રીપલ તલ્લાકનો મુદ્દો ઉઠાવ્યો

પીએમ મોદીએ ટ્રિપલ તલાકને રદ્દ કરવાનો મુદ્દો પણ ઉઠાવ્યો. તેમણે કહ્યું કે જો કોંગ્રેસના રસ્તે અમે ચાલ્યા હોત તો મુસ્લિમ મહિલાઓ પર હજુ પણ ટ્રિપલ તલાકની તલવાર લટકતી હોત.

રામ મંદિર પર વિશે શું કહ્યું ?

વડાપ્રધાને લોકસભામાં રામ મંદિરનો મુદ્દો પણ ઉઠાવ્યો. પીએમ મોદીએ કહ્યું કે જો અમે જૂની ઢબ પર ચાલ્યા હોત તો રામ મંદિરનો દાયકાઓ જૂનો મામલો ન ઉકેલાયો હોત.

શાહીનબાગ પર કહ્યું આજે પણ પ્રયોગો થઈ રહ્યા છે

પીએમે શાહીન બાગમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન મુદ્દે પણ નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે પહેલા પણ પ્રયોગો થતા હતા. આજે પણ પ્રયોગો થઇ રહ્યા છે.

બોડો ઉગ્રવાદી મુદ્દે કોંગ્રેસ પર સાધ્યું નિશાન

વડાપ્રધાને બોડો ઉગ્રવાદીઓ સાથે થયેલી સમજૂતિના બહાને પણ કોંગ્રેસ પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે પહેલા ફક્ત કાગળ પર જ સમજૂતિ થતી હતી.

મોંઘવારીને નિયંત્રણમાં રાખી

પીએમ મોદીએ અર્થવ્યવસ્થા મુદ્દે નિવેદન આપતા કહ્યું કે અમે મોંઘવારીને નિયંત્રણમાં રાખી છે. અમે નાણાકીય ખોટને કાબૂમાં રાખી છે. અમે રોકાણકારોનો વિશ્વાસ વધારવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. દેશની અર્થવ્યવસ્થા મજબૂત બને તે માટે અમે અનેક પગલાં ભર્યા છે.

હું તમારી બેરોજગારી ક્યારેય ખત્મ નહીં કરૂ

પીએમે કહ્યું કે જ્યારે વિપક્ષ મને પૂછે છે કે આ કામ કેમ નથી થયું તો તેને હું ટીકા નથી માનતો પણ હકારાત્મક રીતે લઉં છું. હું બધું જ કામ કરીશ. પરંતુ એક કામ નહીં કરું. એ કામ એ છે કે હું તમારી બેરોજગારી ક્યારેય ખત્મ નહીં કરું.

હું સૂર્યનમસ્કારની સંખ્યા વધારી દઈશ

પીએમ મોદીએ રાહુલ ગાંધીએ કરેલા નિવેદનનો ઉલ્લેખ કરી તેના પર આક્રમક રીતે પલટવાર કર્યો. રાહુલે ચૂંટણી સભામાં કહ્યું હતું કે 6 મહિના બાદ દેશના યુવાનો મોદીને ડંડા મારશે. જેના જવાબમાં પીએમે કહ્યું કે હું સૂર્યનમસ્કારની સંખ્યા વધારી દઇશ કે જેથી મારી પીઠ મારને સહન કરવાની શક્તિ વધારી શકે. તેમણે કહ્યું કે મને છેલ્લા 20 વર્ષથી ગાળો સાંભળવાની ટેવ પડી ગઇ છે.

દેશમાં કટોકટી કોણે લાગુ કરી ?

પીએમે બંધારણ બચાવોનો ઉલ્લેખ કરતા કોંગ્રેસને નેતાઓને પૂછ્યું કે દેશમાં કટોકટી કોણે લાગુ કરી. ન્યાયપાલિકાની ગરિમા પર આઘાત કોણે પહોંચાડ્યો. જે લોકોએ આ બધું કર્યું છે તેમણે બંધારણ યાદ રાખવાની જરૂર છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

CBSE ફોર્મ્યુલાથી નુકસાન થાય તેમ હોવાથી સરકારે પેટર્ન બદલી, ધો.૧૨ના પરિણામમાં ધો.૧૦ના 50 અને ધો11ના 25 ટકા ગણાશે

pratik shah

સમગ્ર ગુજરાતમાં મેઘમહેર: ભારે પવન સાથે સરેરાશ 3 ઈંચ જેટલો વરસાદ, ક્યાંક હાલાકી તો ક્યાંક જગતનો તાત ખુશ

Pritesh Mehta

રામ મંદિર નિર્માણમાં ભ્રષ્ટાચાર બાદ ભડક્યાં સાક્ષી મહારાજ, કહ્યું – ‘રસીદ દેખાડો અને ડોનેશન લઇ જાઓ’

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!