GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

કઈ રીતે આત્મનિર્ભર બનશે ભારત? ફરી અર્થવ્યવસ્થાને ઉભી કરવા PM મોદીનું સંબોધન

લોકલ માટે વોકલ

કોરોના સંકટ વચ્ચે દેશમાં આર્થિક માર્ચે અનેક પડકારો છે. કેન્દ્ર સરકારે અર્થવ્યવસ્થામાં પ્રાણ ફૂંકવા માટે આત્મનિર્ભર ભારત અભિયાનની શરૂઆત કરી છે. આ વચ્ચે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય ઉદ્યોગ પરિસંઘ (CII)ના વાર્ષિક કાર્યક્રમનું સંબોધન કર્યુ.

વાયરસ સામે લડવાનું છે, અર્થવ્યવસ્થાનું પણ ધ્યાન રાખવાનું છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ કાર્યક્રમમાં જણાવ્યું કે કોરોના વાયરસના આ સંક્ટમાં આ પ્રકારના ઓનલાઇન ઇવેન્ટ કદાચ એક ન્યૂ નોર્મલ છે, પરંતુ આ આપણી સૌથી મોટી તાકાત છે. આજે પણ આપણે આ વાયરસ સામે લડવાનું છે, તો બીજી તરફ અર્થવ્યવસ્થાનું પણ ધ્યાન રાખવાનું છે. પીએમે કહ્યું કે આપણે આપણી અર્થવ્યવસ્થાની તેજ રફ્તાર ફરીથી પરત મેળવીશું.

દેશની ક્ષમતા, ટેલેન્ટ અને ટેક્નોલોજી પર ભરોસો છે

કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું કે મને દેશની ક્ષમતા, ટેલેન્ટ અને ટેક્નોલોજી પર ભરોસો છે, આ જ કારણ છે કે આપણને વિશ્વાસ છે કે આપણે ફરી એકવાર અર્થવ્યવસ્થાને રફતાર આપીશું. કોરોનાએ આપણી સ્પીડ ભલે ધીમી કરી નાંખી હોય, પરંતુ ભારત લોકડાઉનને પાછળ છોડીને અનલોક ફેઝમાં આવી ચુક્યુ છે.

તાજેતરમાં જ મોદી સરકાર તરફતી 20 લાખ કરોડ રૂપિયાના પેકેજનું એલાન કરવામાં આવ્યું હતુ, જે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઉદ્યોગપતિઓ સાથે થનાર આ સૌથી મોટો સંવાદ છે.

જણાવી દઇએ કે ગઇકાલે મોદી કેબિનેટે એમએસએમઇ સેક્ટરની વ્યાખ્યા બદલી નાંખી, આ ઉપરાંત ઉદ્યોગને સરળ બનાવવા, નાના વેપારીઓને લોન આપવા, રોજગાર વધારવા માટે અનેક નિર્ણયો લીધાં.

Read Also

Related posts

સસ્પેન્ડેડ DSP દેવિંદર સિંહ સહિત છ પર ચાર્જશિટ, સંવેદનશીલ માહિતી મેળવી રહ્યા હતા પાક.અધિકારીઓ

Pravin Makwana

છેલ્લા 24 કલાકમાં દેશમાં આવ્યા નવા 23 હજારથી વધુ કેસ, મૃત્યાંક પહોંચશે 20 હજારની નજીક

Pravin Makwana

દેશ પાસે માફી માગે મોદી: ચીનની પીછેહટ પર કોંગ્રેસે કર્યો ઘેરાવ, દેશની જનતાને સંબોધી સચ્ચાઈ બતાવે મોદી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!