GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

દિવાળી સુધી 80 કરોડ લોકોને મળશે મફત અનાજ, PM મોદીએ કરી મોટી જાહેરાત

PM મોદી

પીએમ મોદી કોરોના લોકડાઉન બાદ સતત દેશજોગ સંબોધન કરી રહ્યાં છે. આજે 4 વાગે પણ એકવાર ફરી રાષ્ટ્રજોગ સંબોધન કરશે. પીએમ મોદીનું આ સંબોધન એલએસી પર ચીન સાથે તણાન અને અનલોક-2ની જાહેરાતના એક દિવસ અગાઉ આવી રહ્યું છે. પીએમઓએ ગઈકાલે રાતે એક ટ્વીટ કરીને રાષ્ટ્રના નામે સંબોધનની જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રી મોદી શું બોલશે એ અંગે એડવાન્સમાં લોકો અંદાજો લગાવી રહ્યાં છે. ગલવાન ઘાટીમાં 15મી જૂનની રાત્રે પડોશી દેશ સાથે હિંસક અથડામણ બાદ સરહદ પર તણાવનો માહોલ છે. ભારત સરકારે 59 ચીની એપ્લિકેશનને બંધ કરી દઈને એક તગડો ઝટકો આપ્યો છે. હવે ગૂગલના પ્લેસ્ટોરમાંથી પણ આ એપ્લિકેશનોને દૂર કરી દેવામાં આવી છે. આજે મોદી અનલોક-2 અને ચીનના તણાવ એમ બંને મામલે દેશવાસીઓ સાથે વાત કરી શકે છે. અમિત શાહે પણ ટ્વીટ કરીને પીએમ મોદીના આ સંબોધનને ખાસ સાંભળવા માટે અપીલ કરી છે.

દેશવાસીઓને ધ્યાન રાખવા કહ્યું

કોરોના સામે લડતા લડતા આપણે હવે અનલોક 02માં પ્રવેશ કરી રહ્યા છીએ. સાથે સાથે શરદી, ખાંસી અને તાવ જેવાં મમલા વધતા જાય છે ત્યારે દેશવાસીઓને ધ્યાન રાખવા માટે કહ્યુ છે. લોકડાઉન દરમ્યાન બહુજ ગંભીરતાથી નિયમોનું પાલન કરાયુ હતુ, હવે સરકારો અને સ્થાનિક સંસ્થાઓ અને દેશનાં નાગરિકોએ એવી જ સતર્કતા બતાવવાની જરૂર છે ખાસ કરીને કન્ટેનમેન્ટ ઝોન પર ખાસ ધ્યાન આપવાનું રહેશે. જે લોકો નિયમનો પાલન નથી કરતાં એવાં લોકોને સમજાવવાના અને ટોકવાનાં રહેશે.

અન્લોક 2 માં પ્રવેશ

વૈશ્વિક મહામારી વચ્ચે અન્લોક 2 માં પ્રવેશ કરી રહ્યા છીએ. આપણે એવી મોસમમાં પણ પ્રવેશ કરી રહ્યા છીએ. ચોમાસાની મોસમમાં પ્રવેશ કરી રહ્યા છીએ. જેમાં શરદી, તાવ વધુ હોય છે. જેથી બધા પોતાનું ધ્યાન રાખે. કોરોનાથી થનારી મૃત્યુદર જોઈએ તો અન્ય દેશોની સરખામણીમાં ભારત ખૂબ સંગીન સ્થિતિમાં છે. સમય પર કરેલા લોકડાઉન અને લીધેલા નિર્ણયોને લીધે લાખો લોકોનું જીવન બચ્યું છે. છતાં આપણે એ પણ જોઈ રહ્યા છીએ જ્યારથી દેશમાં અનલોક 1 થયું છે. વ્યક્તિગત સામાજિક વ્યવહારમાં વધી રહ્યું છે. પહેલા માસ્કને લીધે, સોશ્યલ ડિસ્ટન્સ, 20 સેકન્ડ હાથ ધોવા સહિત સતર્કતા દાખવી છતાં આપણે વધારે સતર્ક થવાને બદલે લાપરવાહી વધી રહી છે. લોકડાઉન દરમિયાન ખૂબજ ગંભીરતાથી નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું. હવે સરકારોને સ્થાનિય સંસ્થાઓ ફરીથી એ રીતે સતર્કતા બતાવવાની જરૂર છે. વિશેષ લઈને કન્ટેન્ટમેન્ટ ઝોન પર આપણે ખૂબજ ધ્યાન આપવું પડશે. જે પણ લોકો નિયમોનું પાલન નથી કરી રહ્યા એને આપણે ટોકીને રોકવા પડશે. સમજાવવા પડશે.

માસ્ક પહેરવા અને નિયમોનું પાલન કરવા પર આપ્યું જોર

તેમણે જણાવ્યું કે એક દેશના પીએમને 13 હજાર રૂપિયાનો દંડ એટલે લાગ્યો કે સાર્વજનિક સ્થાન પર માસ્ક પહેર્યા વિના ગયા. ભારતમાં પણ સ્થાનિય પ્રશાસનને આ કકડાઈ સાથે કામ કરવું પડશે. આ 130 કરોડ દેશવાસીઓની રક્ષા કરવાનું અભિયાન છે. ભારતમાં ગામનો મુખિયો હોય કે પ્રધાન મંત્રી કોઈ નિયમોથી ઉપર નથી. લોકડાઉન દરમિયાન દેશની સર્વોચ્ચ પ્રાથમિકતા રહી એવી સ્થિતિ ના આવે કે કોઈ ગરીબના ઘરમાં ચૂલો ના સળગે. કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર બધાએ સંપૂર્ણ પ્રયાસ કર્યો છે. આટલા મોટા દેશમાં કોઈ ગરીબ ભાઈ બહેન ભૂખ્યો ન રહે. સમયસર નિર્ણયો લેવાથી લોકડાઉન થયાથી જ સરકાર પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના લઈને આવી આ યોજના હેઠળ ગરીબો માટે પોણા બે લાખ કરોડ રૂપિયાનું પેકેજ આપ્યું. છેલ્લા 3 મહિનામાં 20 કરોડ ગરીબ પરિવારના જનધન ખાતામાં સીધા 31 હજાર કરોડ રૂપિયા જમા કરાવ્યા. આ દરમિયાન 9 કરોડથી વધુ ખેડૂતોના બેંક ખાતામાં 18 હજાર કરોડ રૂપિયા જમા થયા છે. આ સાથે જ ગામડામાં શ્રમિકોને રોજગાર આપવા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ રોજગાર ખૂબ ઝડપથી ચાલુ કરી દીધું છે. આના માટે સરકાર 50 હજાર કરોડ ખર્ચ કરી રહી છે.

80 કરોડ લોકોને દિવાળી સુધી મળશે મફત અનાજ

કોરોનાથી લડતા ભારતમાં 80 કરોડથી વધુ લોકોને 5 કિલો ઘઉં અથવા ચોખા મફત આપ્યા છે. આ સિવાય 1 કિલો દાળ પણ મફત આપી છે. એક રીતે અમેરિકાની કુલ જનસંખ્યાથી અઢી ગણા વધારે લોકોને બ્રિટનથી 12 ગણા વધારે લોકોને મફત અનાજ આપ્યું છે.

આપણે ત્યાં ચોમાસા દરમિયાન અને તે પછી મુખ્ય રીતે કૃષિ ક્ષેત્રમાં જ વધારે કામ હોય છે. અન્ય વિસ્તારોમાં સુષ્તી હોય છે. તહેવારોનો માહોલ બને છે. 5 જૂલાઈ ગુરુપૂર્ણિમા છે. પછી શ્રાવણ, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી, નવરાત્રિ, દુર્ગાપૂજા, દશામા અને દિવાળી સુધી તહેવારો છે. જે જરૂરિયાતો વધારે છે અને ખર્ચ વધારે છે. આ બધાને ધ્યાને રાખીને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો વિસ્તાર હવે દિવાળી અને છઠ પૂજા એટલે કે નવેમ્બર મહિનાના અંત સુધી લંબાવાશે. 80 કરોડ લોકોને મફત અનાજ આપવાની યોજના જુલાઈથી નવેમ્બર એમ પાંચ મહિના વધશે.

ચોમાસા અને ત્યારબાદ ખાસ કરીને કૃષિક્ષેત્રમાં વધારે કામ હોય છે. બીજા ક્ષેત્રોમાં કામ ઓછું રહે છે. જૂલાઈથી ધીમે ધીમે તહેવારોનો માહોલ બને છે. હવે તહેવારોની સિઝન ચાલુ થઈ રહી છે. ત્યારે તહેવારોનાં સમયે જરૂરિયાતો અને ખર્ચ વધે છે ત્યારે આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના નવેમ્બર મહિનાનાં અંત સુધીમાં 80 કરોડ લોકોને ફ્રીમાં અનાજ મળશે. સરકાર દ્વારા આ પાંચ મહિનામાં 80 કરોડ ગરીબ લોકોને પરિવારોના દરેક સદસ્યને પાંચ કિલો ઘઉ અથવા 5 કિલો ચોખા આપવામાં આવશે , સાથે જ દરેક પરિવારને 5 કિલો ચણા પણ આપવામાં આવશે. 90 હજાર કરોડ રૂપિયાથી વધારે ખર્ચ થશે.

દરમહિને મળશે આટલું અનાજ મફત

દેશમાં એક દેશ એક રાશન કાર્ડની વ્યવસ્થા થઈ રહી છે તેનો લાભ ગરીબ લોકો જે પોતાનું ગામ છોડીને બીજા રાજ્યમાં કામ કરવા જાય છે તેને થશે. આજે ગરીબને અને જરૂરિયાતમંદોને અનાજ આપી રહી છે તો તેનો શ્રેય ખેડૂતો અને દેશનાં ઈમાનદાર ટેક્સપેયર્સને જાય છે. પરિવારના દરેક સભ્યને 5 કિલો ઘઉં કે ચોખા મફત અપાશે. સાથે જ દરેક પરિવારને દર મહિને 1 કિલો ચણા મફત અપાશે.

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાના આ વિસ્તારમાં 90 હજાર કરોડ રૂપિયાથી વધારે ખર્ચ થશે. છેલ્લા 3 મહિનાનો ખર્ચ ઉમેરી દઈએ તો દોઢ લાખ કરોડ રૂપિયા ખર્ચ થઈ જાય છે. આપણે સંપૂર્ણ ભારત માટે સ્વપ્ન જોયું છે. ભારત માટે એક રેશન કાર્ડની વ્યવસ્થા થઈ રહી છે. એક દેશ એક રેશન વન નેશન વન રેશનનો લાભ ગરીબ અને રોજગાર માટે ગામ છોડીને અન્ય જગ્યાએ ગયા છે તેમને ફાયદો થશે. ગરીબો અને જરૂરત મંદને અનાજ આપી શકી છે તે નો શ્રેય ખેડૂતો અને દેશના ઈમાનદાર ટેક્સપેયરોને જાય છે. તમારો પરિશ્રમ અને સમર્પણના કારણે જ દેશ આ મદદ કરી શક્યો છે. તમે દેશનું અન્ય ભંડાર ભર્યો છે. જેથી આજે ગરીબોનો ઘરનો ચૂલો સળગી રહ્યો છે. તમે ઈમાનદારીથી ટેક્સ ભરી તમારું દાયિત્વ નિભાવ્યું છે. એટલા માટે દેશ આટલા મોટા સંકટથી બહાર નીકળી રહ્યું છે. ખેડૂતો અને ટેક્સ પેયરોનો અભિનંદન કરું છું.

લોકલ માટે વોકલ

આપણે લોકલ માટે વોકલ બનીશું આ સંકલ્પ સાથે આપણે એકસાથે કામ કરવાનું છે. ફરી પ્રાર્થના કરુ છુ કે, તમે બધા જ લોકો સ્વસ્થ રહો., બ ગજની દૂરી રાખો, માસ્કનો ઉપયોગ કરો. અને આ આગ્રહ અને કામના સાથે શુભકામના આપું છુ.

વેક્સિનને લઈને આપી આ સલાહ

પ્રધાનમંત્રી મોદીએ અધિકારીઓની ટીમને વેક્સિન સમયસર તૈયાર કરીને લોકો સુધી પહોંચાડવાની ટેકનીકનો ઉપયોગ કરવાની સલાહ આપી છે. મોદીએ કહ્યું છે કે મોટી સંખ્યામાં ટીકાકરણની યોજના લાગુ કરવાની તૈયારી કરવાની જરૂર છે.
સંબોધન પહેલાં મોદીએ કોરોના વેક્સિન બનાવાની તૈયારી અને સ્થિતિ મામલે આજે હાઈલેવલની મીટિંગ કરી છે.

રાહુલ ગાંધીએ પણ પીએમ મોદીના નામે એક વીડિયો જાહેર કર્યો છે. જેમાં જણાવ્યું છે કે દેશના હિતમાં પીએમ મોદી આ સલાહોને માનશે. છેલ્લા 3 મહિનામાં કોરોનાએ દેશની અર્થવ્યવસ્થાને ઝટકો આપ્યો છે. સૌથી વધારે ગરીબોને નુક્સાન થયું છે. આ પરિવારના ખાતાઓમાં 7 હજાર રૃપિયા નાખવાની જરૂર છે. જોકે, સરકાર આ સલાહોને માની રહી નથી. અમને ખબર છે કે ચીન દેશમાં 4 જગ્યાએ કબજો કરીને બેઠું છે. તમે એ જણાવશો કે ચીનના સૈનિકોને ક્યારે અને કેવી રીતે આપ ભારતની સરહદમાંથી હાંકી કાઢશો.

Read Also

Related posts

સસ્પેન્ડેડ DSP દેવિંદર સિંહ સહિત છ પર ચાર્જશિટ, સંવેદનશીલ માહિતી મેળવી રહ્યા હતા પાક.અધિકારીઓ

Pravin Makwana

છેલ્લા 24 કલાકમાં દેશમાં આવ્યા નવા 23 હજારથી વધુ કેસ, મૃત્યાંક પહોંચશે 20 હજારની નજીક

Pravin Makwana

દેશ પાસે માફી માગે મોદી: ચીનની પીછેહટ પર કોંગ્રેસે કર્યો ઘેરાવ, દેશની જનતાને સંબોધી સચ્ચાઈ બતાવે મોદી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!